RBI Draft: આરબીઆઈનો મોટો નિર્ણય, EMI ચૂકી જવા પર હવે મોટો દંડ નહીં! જુઓ શું છે નવો નિયમ?

RBI Draft EMI Missing Penalty : હવે બેન્ક લોન (Bank Loan) ની ઈએમઆઈ જો ચૂકી જવાય તો બેન્કો કે ફાયનાનસ કંપનીઓ મનફાવે તેવો દંડ-પેનલ્ટી નહીં વસુલી શકે. આરબીઆઈએ નવો ડ્રાફ્ટ રજૂ કર્યો છે, તો જોઈએ તેમાં શું કહ્યું છે.

Written by Kiran Mehta
Updated : April 15, 2023 23:10 IST
RBI Draft: આરબીઆઈનો મોટો નિર્ણય, EMI ચૂકી જવા પર હવે મોટો દંડ નહીં! જુઓ શું છે નવો નિયમ?
બેન્ક લોન ઈએમઆઈ પેનલ્ટી - આરબીઆઈ ડ્રાફ્ટ

RBI issues Draft on Penal Charges in Missing Loan EMI: શું તમે કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી છે? શું તમે પણ સમયસર લોનના હપ્તા એટલે કે EMI ચૂકવવાનું ચૂકી ગયા છો? જો એમ હોય તો આ સમાચાર તમારા કામના છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેતા લોકોને મોટી રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લોન સંબંધિત મામલામાં ગ્રાહકોને વધુ પારદર્શિતા આપવા માટે દેશની સેન્ટ્રલ બેંકે પીનલ ચાર્જીસ અંગે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) જો લોનની રકમ નિર્ધારિત સમય અથવા વિલંબ પર ચૂકવવામાં ન આવે તો ચક્રવૃદ્ધિ સાથે જંગી વ્યાજ વસૂલ કરે છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને RBIએ નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આરબીઆઈના આ નવા નિયમથી લોન લેનારાઓને ઘણો ફાયદો થશે. પોતાની દલીલ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ઘણી બેંકો હવે ચુકવણીમાં વિલંબ માટે દંડના ચાર્જને બદલે દંડનીય વ્યાજ વસૂલશે.

આ નવા નિયમો છે

આરબીઆઈના ડ્રાફ્ટમાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા વસૂલવામાં આવતા દંડના ચાર્જ, મોડી ચૂકવણી પર વ્યાજ દર, જોરદાર પેનલ્ટી ચાર્જના નિયમો અને શરતો, નિયમન કરેલા આદેશો અનુસાર વ્યાજ દરમાં સુધારો અને ઘણું બધું સામેલ છે.

સેન્ટ્રલ બેંકની વેબસાઈટ પર તાજેતરના નોટિફિકેશનમાં આરબીઆઈએ બેંકો, એનબીએફસી અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ (એચએફસી)ને 15 મે સુધીમાં આ ડ્રાફ્ટ પર પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું છે.

પેનલ્ટી ચાર્જિસ અંગે શું બદલાશે – તાજેતરના ડ્રાફ્ટમાં RBIનું ફોકસ પેનલ્ટી ચાર્જીસ પર વધુ રહ્યું છે. સેન્ટ્રલ બેંકે નોંધ્યું છે કે, બેંકો તેમની આવક વધારવા માટે દંડ લાદવા માટે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરઉપયોગ કરી રહી છે.

સામાન્ય રીતે, બેંકમાંથી લોન લીધેલ ગ્રાહકો વતી લોનની રકમ ચૂકવવામાં ડિફોલ્ટના કિસ્સામાં, પેનલ્ટી ચાર્જને બદલે, લોન આપતી બેંકો પેનલ્ટી વ્યાજ વસૂલે છે, જે ચક્રવૃદ્ધિ છે. તેના પર આરબીઆઈનું કહેવું છે કે, વ્યાજના રૂપમાં દંડ ન લગાવવો જોઈએ.

આરબીઆઈએ લોન ડિફોલ્ટ પેનલ્ટી પર કહ્યું કે, તેનો હેતુ લોન લેનારાઓમાં ક્રેડિટ શિસ્તની ભાવના બનાવવાનો છે અને આવકમાં વધારો કરવાનો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રાહકો પાસેથી દંડ વસૂલવાના ઘણા મામલા સામે આવ્યા છે. મોટી સંખ્યામાં સંબંધિત ફરિયાદો ઉપરાંત, બેંકો અને ગ્રાહકો વચ્ચે ઘણા વિવાદો પણ સામે આવ્યા છે.

આ ડ્રાફ્ટમાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, દંડ ‘પીનલ ઇન્ટરેસ્ટ’ તરીકે લાગુ કરવામાં આવશે નહીં. હાલમાં બેંકો પેનલ્ટી વ્યાજમાં ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે પેનલ્ટી વસૂલે છે.

આ પણ વાંચોઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ : નવી અને જૂની ટેક્સ સિસ્ટમમાંથી કોની પસંદગી કરવી? શેમાં સૌથી વધુ ફાયદો થશે? જાણો

ડ્રાફ્ટમાં નોંધાયેલ આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, નિયમો અને શરતો વિભાગમાં પેનલ્ટી ચાર્જનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. હાલમાં, મોટાભાગના લોન લેનારાઓ જાણતા નથી અને સમજતા નથી કે, પેનલ્ટી વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ