દેશમાં મોંઘવારીનો દર અંકુશમાં આવ્યો છે, પરંતુ હજુ પણ તે ઊંચો છે. ફુગાવાને સંપૂર્ણપણે અંકુશમાં લેવા માટે રિઝર્વ બેંક (RBI) એ 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ ફરીવાર વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે, જેના પગલે રેપોરેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો છે. આમ રિઝર્વ બેન્કે 9 મહિનામાં 6 વખત રેપો રેટ વધાર્યો છે. આની પહેલા વર્ષ 2022માં ડિસેમ્બર , સપ્ટેમ્બર, ઓગસ્ટ અને જૂન અને મેમાં અનુક્રમે 0.35 ટકા, 0.50 ટકા, 0.50 ટકા, 0.50 ટકા અને 0.40 ટકાનો વધારો થયો હતો. રિઝર્વ બેંક ફરીવાર રેપોરેટ વધારતા તમારી હોમ લોન, ઓટો લોન સહિતની વિવિધ લોનના વ્યાજદર અને તેમના માસિક EMI પણ વધી શકે છે.
રેપોરેટ એટલે શુંઃ- RBI બેન્કોને જે વ્યાજદરે ધિરાણ આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આથી રેપોરેટ વધતા બેન્કો માટે પણ RBI પાસેથી ધિરાણ મેળવવું મોંઘું થયું છે. આથી બેન્કો પણ રેપોરેટમાં થતી વધ-ઘટ અનુસાર તેમના દ્વારા આપવામાં આવતી વિવિધ લોનના વ્યાજદરમાં વધારો કરે છે.
હોમ લોનના EMIમાં કેટલો વધારો થશે
ધારકો કે, તમે 20 વર્ષ માટે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. જો તમે એસબીઆઇ પાસેથી હોમ લોન લીધી છે, જેનો હાલ ઇન્ટરેસ્ટ રેટ 9 ટકા છે. જો કે રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં વધારવામાં આવતા હવે SBI પણ હોમ લોનના વ્યાજદરમાં આટલો 0.25 ટકાનો વધારો કરશે તો તેનો ઇન્ટરેસ્ટ રેટ 9.25 ટકા થઈ જશે.
હોમ લોનના EMIની ગણતરી (20 વર્ષની 40 લાખ રૂપિયાની લોન)
વિગત | હાલના વ્યાજદર અનુસાર | વ્યાજદરમાં વૃદ્ધિ બાદ |
---|---|---|
લોન | 40 લાખ | 40 લાખ |
વ્યાજદર | 9 ટકા | 9.25 ટકા |
લોનની મુદત | 20 વર્ષ | 20 વર્ષ |
માસિક EMI | 35989 | 36635 |
કુલ વ્યાજ | 46,37,369 | 47,92,322 |
બેંકને કુલ ચૂકવણી | 86,37,369 | 87,92,322 |
નોંધ:- તેનો અર્થ એ છે કે તમારી 20 વર્ષની 40 લાખ રૂપિયાની હોમ લોનના માસિક EMIમાં 646 રૂપિયાનો વધારો થશે. તમારી કુલ વ્યાજની રકમમાં પણ લગભગ 1,54,953 રૂપિયાનો વધારો થશે. (SBI વ્યાજ દર)
આ પણ વાચોઃ હોમ લોનના વધતા EMIનો બોજ ઘટાડવાના 5 ઉપાયો
ઓટો લોનના EMIમાં કેટલો વધારો થશે
ધારો કે તમે 5 વર્ષ માટે 10 લાખ રૂપિયાની ઓટો લોન લીધી છે. જો SBI પાસેથી હાલના વ્યાજદર ઓટો લોન લીધી છે, જેનો ઇન્ટરેસ્ટ રેટ 8.85 ટકા છે. જો કે હવે રિઝર્વ બેન્ક બેન્કે રેપોરેટ વધાર્યા બાદ SBI પણ વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરે તો તે 9.10 ટકા થઈ જશે.
ઓટો લોનના EMIની ગણતરી (5 વર્ષની 10 લાખ રૂપિયાની લોન)
વિગત | હાલના વ્યાજદર અનુસાર | વ્યાજદરમાં વૃદ્ધિ બાદ |
---|---|---|
લોન | 10 લાખ | 10 લાખ |
વ્યાજદર | 8.85 ટકા | 9.10 ટકા |
લોનની મુદત | 5 વર્ષ | 5 વર્ષ |
માસિક EMI | 20,686 | 20,807 |
કુલ વ્યાજ ચૂકવણી | 2,41,138 | 2,48,415 |