મોંઘવારીને ડામવા માટે રિઝર્વ બેન્કે સતત પાંચમી વખતે મુખ્ય વ્યાજદરમાં વધારો કર્યો છે. બુધવારે ધિરાણનીતિની ઘોષણા કરતી વખતે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતદાસે રેપો રેટ 0.35 ટકા વધારીને 6.25 ટકા કર્યો છે. રેપોરેટમાં વધારો થવાથી નવી અને જૂની હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિતની તમામ લોન મોંઘી થઇ જશે.
5 વખતમાં વ્યાજદર 2.25 ટકા વધ્યા
રિઝર્વ બેન્ક સતત પાંચમી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. 7 ડિસેમ્બર 2022ના રોજ યોજાયેલી મોનેટરી પોલિસીની મિટિંગમાં રિઝર્વ બેન્કે રેપોરેટ 0.35 ટકા વધારીને 6.25 ટકા કર્યો છે. આ અગાઉની ચાર ધિરાણનીતિ બેઠકમાં રિઝર્વ બેન્કે રેપોરેટમાં કુલ 1.90 ટકાનો વધારો કર્યો હતો. રિઝર્વ બેન્ક છેલ્લા 8 મહિના રેપો રેટને 4 ટકાથી વધારીને 6.25 ટકા કર્યો છે.
લોન મોંઘી થશે
ભારતની મધ્યસ્થ બેન્ક દ્વારા રેપોરેટમાં વૃદ્ધિના નિર્ણય બાદ સરકારી બેન્કથી લઈને ખાનગી બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોન સહિતની વિવિધ લોનના વ્યાજદરમાં વધારો કરશે, જેના કારણે જૂન અને નવી તમામ પ્રકારની લોનના EMI વધી જશે. તો ચાલો જાણીયે તમારે લોન કેટલી મોંઘી થશે
20 લાખની હોમ લોનના EMIમાં કેટલો વધારો થશે?
એક ઉદાહરણ મુજબ દેશની સૌથી મોટી બેંક SBIએ 8.40 ટકાના વ્યાજદરે 20 વર્ષ માટે રૂ. 25 લાખની હોમ લોન માટે હાલ દર મહિને રૂ. 21,538ના EMIની ચૂકવણી કરવી પડી રહી છે. હવે રિઝર્વ બેન્કે રેપો રેટ 0.35 ટકા વધારીને 6.25 ટકા કર્યો છે જેને કારણે બેન્કે પણ તેની હોમ લોનના વ્યાજદર વધારીને 8.75 ટકા કર્યાછે. આથી હવે લોન ધારકનો લોનનો માસિક હપ્તો વધીન 22,093 રૂપિયા થઇ જશે. એટલે કે તમારે હવેથી દર મહિને હોમ લોન પેટે 555 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આમ એક વર્ષમાં તમારે 6,660 રૂપિયા વધારે EMI ચૂકવવો પડશે.
40 લાખની હોમ લોનનો હપ્તો કેટલો વધશે
ધારો કે, તમે 20 વર્ષ માટે 8.40 ટકાના વ્યાજદરે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને તમારી આ લોનનો માસિક હપ્તો 34,460 રૂપિયા છે. પરંતુ RBIએ રેપો રેટ વધાર્યા બાદ હવે તમારી લોનનો વ્યાજદર વધીને 8.75 ટકા થઇ જશે, જેના કારણે તમારી લોનનો માસિક હપ્તો પણ વધીને 35,348 રૂપિયા થઇ જશે. એટલે કે રેપોરેટ વધવાથી તમારે હોમ લોન પેટે હવેથી દર મહિને 888 રૂપિયા અને સમગ્ર વર્ષ દરમિયાન 10,656 રૂપિયા વધારે ચૂકવવા પડશે.
50 લાખની હોમ લોનનું EMI કેટલું વધશે?
જો તમે 15 વર્ષ માટે રૂ. 50 લાખની હોમ લોન લીધી છે અને હાલ 8.40 ટકાના વ્યાજદરે તમે દર મહિને રૂ. 48,944નો માસિક હપ્તો ચૂકવી રહ્યા છો. જો કે હવે RBI દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ તમારી લોનનો વ્યાજદર વધીને 8.70 ટકા થઈ જશે, જેના કારણે હવે તમારે દર મહિને લોન પેટે 49,972 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. એટકે કે મારી લોન 1028 રૂપિયા માસિક મોંઘી થઇ જશે.
આ પણ વાંચોઃ રિઝર્વ બેન્કે ફરી રેપોરેટ વધાર્યો, મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી
મોંઘવારી ઘટવાની અપેક્ષા
જો કે, હવે એવું માનવામાં આવે છે કે વ્યાજદર વૃદ્ધિની ચાલ અહીં અટકી શકે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, રિટેલ ફુગાવામાં ઘટાડો આવશે. તેમણે મોંઘવારી દર ઘટાડીને 4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જો આવું થાય છે, તો આગામી મહિનામાં લોનના EMIમાં ઘટાડો થઈ શકે છે.