200MP કેમેરા અને 7000mAh બેટરીથી સજ્જ પાવરફુલ Realme 16 Pro+ 5G ભારતમાં લોન્ચ, ₹ 4000 સુધીનું ડિસ્કાઉન્ટ

Realme 16 Pro series Launches Today: રિયલમી 16 પ્રો પ્લસ 5જી અને Realme 16 Pro 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. જેમા પાવરફુલ 200MP કેમેરા અને 7000mAh બેટરી, 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ અને 12 જીબી રેમ સાથે ઉપલબ્ધ છે. જાણો કિંમત થી લઇ ફીચર્સ સહિત તમામ વિગત

Realme 16 Pro series Launches Today: રિયલમી 16 પ્રો પ્લસ 5જી અને Realme 16 Pro 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. જેમા પાવરફુલ 200MP કેમેરા અને 7000mAh બેટરી, 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ અને 12 જીબી રેમ સાથે ઉપલબ્ધ છે. જાણો કિંમત થી લઇ ફીચર્સ સહિત તમામ વિગત

author-image
Ajay Saroya
New Update
Realme 16 Pro And Realme 16 Pro Plus Launched

Realme 16 Pro, Realme 16 Pro+ Launched : રિયલમી 16 પ્રો પ્લસ 5જી અને રિયલમી 16 પ્રો 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. Photograph: (Realme)

Realme 16 Pro Series India Launch : રિયલમી 16 પ્રો સીરિઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. નવી સીરિઝમાં કંપનીએ Realme 16 Pro+ 5G અને Realme 16 Pro 5G મોબાઇલ રજૂ કર્યા છે. નવા Realme 16 Pro Plus અને Realme 16 Pro સ્માર્ટફોનમાં 200MP પ્રાઇમરી રિયર કેમેરા અને મોટી 7000mAh બેટરી જેવા ફીચર્સ આવે છે. આ ડિવાઇસ 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ અને 12 જીબી રેમ સાથે ઉપલબ્ધ છે. કિંમત અને ફીચર્સ વિશે દરેક વિગત જાણો

Advertisment

Realme 16 Pro Series Price In India : ભારતમાં રિયલમી 16 પ્રો સીરિઝની કિંમત

રિયલમી 16 પ્રો 5જી ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 33,999 રૂપિયા છે. ટોપ-એન્ડ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 36,999 રૂપિયા છે. પસંદગીના બેંક કાર્ડની સાથે કંપની 3000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

Realme 16 Pro + 5G સ્માર્ટફોનના 8 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 39,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 41,999 રૂપિયા છે. ટોપ એન્ડ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 44,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ટેક કંપની પસંદગીના ક્રેડિટ કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર 4000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Advertisment

આ બે લેટેસ્ટ રિયલમી ફોનનું વેચાણ 9 જાન્યુઆરીથી ફ્લિપકાર્ટ અને રિયલમીના ઓનલાઇન સ્ટોર પર શરૂ થશે. Realme 16 Pro 5G માસ્ટર ગોલ્ડ, પેબલ ગ્રે અને ઓર્કિડ પર્પલ કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે રિયલમી 16 પ્રો+ માસ્ટર ગોલ્ડ, માસ્ટર ગ્રે અને પિંક કલરમાં ઉપલબ્ધ છે.

Realme 16 Pro Series Specifications : રિયલમી 16 પ્રો સીરિઝ સ્પેસિફિકેશન

Realme 16 Pro+ 5G અને Realme 16 Pro 5G સ્માર્ટફોનમાં મોટી 7000mAh ટાઇટન બેટરી છે. બેટરી 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બંને નવા રિયલમી ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. અને એન્ડ્રોઇડ 16 Realme UI 7.0 સાથે આવે છે. બંને ફોન ડિસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ છે અને IP66 + IP68 + IP69 + IP69K રેટિંગ્સ સાથે આવે છે.

Realme Pro+ મોડેલમાં 6.8-ઇંચ (1,280×2,800 પિક્સેલ) AMOLED ડિસ્પ્લે છે જે 144 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 240 હર્ટ્ઝ સુધીના ટચ સેમ્પલિંગ રેટ, પીક બ્રાઇટનેસ 6500 નિટ્સ સુધી સપોર્ટ કરે છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 450ppi છે.

રિયલમી 16 પ્રો પ્લસ 5જી ક્વાલકોમ ઓક્ટા-કોર 4nm Snapdragon 7 Gen 4 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 722 આપવામાં આવ્યું છે. તો Realme 16 Pro 5G માં ઓક્ટા-કોર 4nm MediaTek Dimensity 7300 Max 5G ચિપસેટ અને Arm Mali G615 GPU આવે છે.

ફોટોગ્રાફી માટે, રિયલમી 16 પ્રો સીરિઝમાં એપરચર એફ / 1.8 સાથે 200 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા છે. રિયલમી 16 પ્રો 5જી સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરો છે. જ્યારે રિયલમી 16 પ્રો + 5 જીમાં એપરચર એફ / 2.8 સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરો છે.

રિયલમીના આ બંને સ્માર્ટફોનમાં એપરચર એફ / 2.4 સાથે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. પ્રો + મોડેલ 60fps પર 4K સુધીના રિઝોલ્યુશન વિડિયો રેકોર્ડ કરી શકે છે.

આ પણ વાંચો | સૌથી પાતળો રેડમી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 108MP કેમેરા અને AI ફીચર્સ

રિયલમી 16 પ્રો સ્માર્ટફોનમાં 5 જી, 4 જી એલટીઇ, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. રિયલમી 16 પ્રો પ્લસ 5જી ફોનની જાડાઇ 8.49 મીમી અને વજન 203 ગ્રામ છે. જ્યારે Realme 16 Pro 5G સ્માર્ટફોનની જાડાઇ 7.8mm અને વજન 192 ગ્રામ છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન