Redmi Note 15 5G Launch: સૌથી પાતળો રેડમી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 108MP કેમેરા અને AI ફીચર્સ

Redmi Note 15 5G Launches in India Today: રેડમી 15 5જી કંપનીનો અત્યાર સુધીનો સૌથી પાતળો નોટ સ્માર્ટફોન છે. તેમાં 108MP પ્રાઇમરી રિયર કેમેરા અને 5520mAh મોટી સિલિકોન કાર્બન બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Redmi Note 15 5G Launches in India Today: રેડમી 15 5જી કંપનીનો અત્યાર સુધીનો સૌથી પાતળો નોટ સ્માર્ટફોન છે. તેમાં 108MP પ્રાઇમરી રિયર કેમેરા અને 5520mAh મોટી સિલિકોન કાર્બન બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

author-image
Ajay Saroya
New Update
Redmi Note 15 5G Launched

Redmi Note 15 5G Launched : રેડમી નોટ 15 5જી સ્માર્ટફોનમાં કંપની ચાર OS અને 6 વર્ષના સિક્યોરિટી અપડેટ્સનું વચન આપે છે. Photograph: (Redmi)

Redmi Note 15 5G Launch: રેડમી નોટ 15 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. નવા Redmi Note 15 5G ફોનમાં મોટી બેટરી, એમોલેડ ડિસ્પ્લે અને ડ્યુઅલ એઆઈ કેમેરા જેવા ફીચર્સ છે. લેટેસ્ટ રેડમી 5જી મોબાઇલમાં 108 એમપી પ્રાઇમરી કેમેરા, HyperOS 2 મળે છે. ફોન ચાર OS અને 6 વર્ષના સિક્યોરિટી અપડેટ્સનું વચન આપે છે. કંપનીનું કહેવું છે કે આ પ્રાઇસ સેગમેન્ટમાં અત્યાર સુધીનો સૌથી પાતળો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. નવા રેડમી નોટ 15 5જી ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.

Advertisment

Redmi Note 15 5G Price In India : ભારતમાં રેડમી નોટ 15 5જી કિંમત

રેડમી નોટ 15 5જી સ્માર્ટફોનની કિંમત ભારતમાં 19,999 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રાહકો ઝીરો ડાઉન પેમેન્ટ સાથે 8 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઈ પર ફોન ખરીદી શકે છે. રેડમી નોટ 15 5જી સાથે 16000 રૂપિયા સુધીનો જિયો બેનેફિટ મળે છે. 3 મહિના માટે સ્પોટિફાઇ પ્રીમિયમ અને 2 મહિના માટે યુટ્યુબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન મફત છે.

Redmi Note 15 5G Features : રેડમી નોટ 15 5જી ફીચર્સ

રેડમી નોટ 15 5જી સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 108MP Samsung ISOCELL HM9 સેન્સર છે. કેમેરા ઘણા એઆઈ ફીચર્સ સાથે આવે છે. અને તમામ પ્રકારની લાઇટિંગમાં ફોનમાંથી હાઇ રિઝોલ્યુશન ફોટો કેપ્ચર કરી શકાય છે. ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન (ઓઆઈએસ) સાથે ફોનમાંથી 4K વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. કેમેરા ડાયનેમિક શોટ્સ (લાઇવ ફોટા) સાથે આવે છે.

આ લેટેસ્ટ રેડમી નોટમાં 6.77-ઇંચની AMOLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 3200 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે ટીયુવી ટ્રિપલ સર્ટિફાઇઝ આઇ પ્રોટેક્શન 2.0 સાથે આવે છે. તેમાં Wet Touch 2.0 સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. સ્ક્રીનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

Advertisment

કંપનીનું કહેવું છે કે આ અત્યાર સુધીનો સૌથી પાતળો નોટ સ્માર્ટફોન છે. તેની જાડાઈ માત્ર 7.35 મીમી છે. જ્યારે તેનું વજન 178 ગ્રામ છે. રેડમી નોટ 15 5જી ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 6 Gen 3 પ્રોસેસર છે.

રેડમી નોટ 15 5જી સ્માર્ટફોનમાં 5520mAh મોટી સિલિકોન કાર્બન બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 18W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ છે. કંપનીનું કહેવું છે કે 5 વર્ષ પછી પણ ડિવાઇસની બેટરી 80 ટકા સુધી સારી હશે.

આ ફોનને એન્ડ્રોઇડ 15 બેઝ્ડ HyperOS 2 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. પરંતુ તે ટૂંક સમયમાં OTA દ્વારા HyperOS 3 પર અપડેટ કરવામાં આવશે. ફોનમાં 4 વર્ષના OS અને 6 વર્ષના સિક્યોરિટી અપડેટ્સ મળશે.

આ પણ વાંચો | સિંગલ ચાર્જમાં 40 દિવસ સુધી ચાલુ રહેશે ફોન, 7000mAh બેટરી સાથે Oppo A6 Pro 5G ભારતમાં લોન્ચ, જાણો કિંમત

રેડમી નોટ 15 5જી સ્માર્ટફોનમાં ગૂગલ જેમિની અને સર્કલ ટુ સર્ચ જેવા ફીચર્સ પ્રદાન કરે છે. હેન્ડસેટમાં ડોલ્બી એટમોસ, આઈઆર રિમોટ કંટ્રોલ, એઆઈ કોલ નોઇઝ રિડક્શન પણ મળે છે.

ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ