રિલાયન્સ જિયો 24 જાન્યુઆરી, 2023ના રોજ ભારતના 50 શહેરોમાં એક સાથે 5G નેટવર્ક (5G નેટવર્ક) સર્વિસ લૉન્ચ કરીને એક નવું રેકોર્ડ બનાવો. હવેથી ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની 5G Services દેશના વધુ 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના 50 શહેરોમાં ઉપલબ્ધ છે. આ સાથે જ રિલાયન્સ જિયોની 5G સર્વિસ કાર્યરત હોય તેવા શહેરોની સંખ્યા વધીને 184 સિટી સુધી પહોંચી ગઇ છે.
રિલાયન્સ જિયોએ નેશનલ કેપિટલ રીજન (NCR)ના પાણીપત, રોહતક, કરનાલ, સોનીપત અને બહાદૂરગઢમાં પણ તેની 5G સર્વિસની શરૂઆત કરી છે. ઉપરાંત હરિયાણાના અંબાલા, હિસાર અને સિરસા શહેરના લોકો પણ હવે 5G નેટવર્ક સર્વિસનો લાભ ઉઠાવી શકે છે.
ઉપરાંત રિલાયન્સ જિયો દ્વારા ઉત્તર પ્રદેશના જે શહેરોમાં ફાઇવ જી સર્વિસની શરૂઆત કરવામાં આવી છે તેમાં ઝાંસી, અલીગઢ, મુરાદાબાદ અને સહારનપુરનો સમાવેશ થાય છે. તો આંધ્ર પ્રદેશના 7 શહેર, ઓડિશાના 6 શહેર, કર્ણાટકના 5 શહેર, છત્તીસગઢ, તમિલનાડુ અને મહારાષ્ટ્રના 3-3 શહેરો તેમજ રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના 2-2 શહેર, અસમ, ઝારખંડ, કેરળ, પંજાબ અને તેલંગાણાના એક-એક શહેરોમાં રિલાયન્સ જિયોએ તેની 5G Services લોન્ચ કરી છે. તો ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગોવા અને પુડ્ડુચેરી પણ રિલાયન્સ જિયોના 5G નેટવર્ક સર્વિસથી સજ્જ થયા છે.
આ પણ વાંચોઃ 5Gના નામે થતી છેતરપીંડિથી સાવધાન, આ 5 ભુલો પડશે ભારે, બેન્ક ખાતું પણ થઇ જશે ખાલી
Jio Welcome Offer (જિયો વેલકમ ઓફર)
રિલાયન્સ જિયો હવે ભારતના સૌથી વધુ શહેરોમાં 5G Services આપનાર એકમાત્ર ટેલિકોમ કંપની બની ગઈ છે. રિલાયન્સ જિયોની Jio Welcome Offer (જિયો વેલકમ ઓફર) ઓફર હેઠળ આ તમામ શહેરોમાં 5G ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરવા માટે જિયો યુઝર્સને આમંત્રિત કરવામાં આવશે. જે વપરાશકર્તાઓને ઇન્વિટેશન મળ્યું છે તેઓ કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવ્યા વગર તેમના હાલના 4G પ્રીપેડ પ્લાન સાથે 1Gbps+ સ્પીડમાં અનલિમિટેડ 5G ઈન્ટરનેટ સર્વિસનો આનંદ માણી શકશે.
આ પ્રસંગે રિલાયન્સ જિયો કંપનીએ કહ્યું, ‘અમે Jio True 5Gને 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 50 શહેરોમાં એકસાથે લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. Jio True 5G સાથે જોડાયેલા શહેરોની કુલ સંખ્યા 184 થઈ ગઈ છે. જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં 5G Servicesનું સૌથી મોટું નેટવર્ક પૈકીનું એક છે. અમે સમગ્ર દેશમાં Jio True 5G Servicesને લોન્ચ કરવાની ઝડપ વધારી છે કારણ કે અમે ઈચ્છીએ છીએ કે દરેક Jio યુઝર્સ નવા વર્ષ 2023માં Jio true 5Gનો આનંદ માણી શકે.
આ પણ વાંચોઃ નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી 5 બાબતો
Jioની 5G Services લોન્ચ કરાયે તેવી 50 શહેરોની યાદી
ક્રમ | શહેરનું નામ | રાજ્ય |
---|---|---|
1 | ચિત્તૂર | આંધ્ર પ્રદેશ |
2 | કડપા | આંધ્ર પ્રદેશ |
3 | નરસાવાપેટ | આંધ્ર પ્રદેશ |
4 | ઓંગોલ | આંધ્ર પ્રદેશ |
5 | રાજમહેન્દ્રવરમ | આંધ્ર પ્રદેશ |
6 | શ્રીકાકુલમ | આંધ્ર પ્રદેશ |
7 | વિજયનગરમ | આંધ્ર પ્રદેશ |
8 | નગાંવ | અસમ |
9 | બિલાસપુર | છત્તીસગઢ |
10 | કોરબા | છત્તીસગઢ |
11 | રાજનંદગાંવ | છત્તીસગઢ |
12 | પણજી | ગોવા |
13 | અંબાલા | હરિયાણા |
14 | બહાદુરગઢ | હરિયાણા |
15 | હિસાર | હરિયાણા |
16 | કરનાલ | હરિયાણા |
17 | પાણીપત | હરિયાણા |
18 | રોહતક | હરિયાણા |
19 | સિરસા | હરિયાણા |
20 | સોનીપત | હરિયાણા |
21 | ધનબાદ | ઝારખંડ |
22 | બાગલકોટ | કર્ણાટક |
23 | ચિકમંગલરુ | કર્ણાટક |
24 | હાસન | કર્ણાટક |
25 | માંડ્યા | કર્ણાટક |
26 | તુમકુરુ | કર્ણાટક |
27 | અલપુઝા | કેરળ |
28 | કોલ્હાપુર | મહારાષ્ટ્ર |
29 | નાંદેડ | મહારાષ્ટ્ર |
30 | સાંગલી | મહારાષ્ટ્ર |
31 | બાલાસોર | ઓડિશા |
32 | બારીપદા | ઓરિસ્સા |
33 | ભદ્રક | ઓરિસ્સા |
34 | ઝારસુગુડા | ઓરિસ્સા |
35 | પુરી | ઓરિસ્સા |
36 | સંબલપુર | ઓરિસ્સા |
37 | પુંડુચેરી | પુંડુચેરી |
38 | અમૃતસર | પંજાબ |
39 | બિકાનેર | રાજસ્થાન |
40 | કોટા | રાજસ્થાન |
41 | ધરમપુરી | તમિલનાડુ |
42 | ઈરોડ | તમિલનાડુ |
43 | તૂતુકડી | તમિલનાડુ |
44 | નાલગોંડા | તેલંગાણા |
45 | ઝાંસી | ઉત્તર પ્રદેશ |
46 | અલીગઢ | ઉત્તર પ્રદેશ |
47 | મુરાદાબાદ | ઉત્તર પ્રદેશ |
48 | સહારનપુર | ઉત્તર પ્રદેશ |
49 | આસનસોલ | પશ્ચિમ બંગાળ |
50 | દુર્ગાપુર | પશ્ચિમ બંગાળ |