ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ભારતના વધુ બે શહરોમાં તેની 5G સર્વિસની શરૂઆત કરી છે. આ 5G સર્વિસ શરૂ થવાની સાથે ત્યાં જિયો યુઝર્સ અનલિમિટેડ ડેટાનો ફાયદો ઉઠાવી શકશે છે. આ અગાઉ રિલાયન્સ જિયોએ છ શહેરોમાં સૌથી પહેલા આ સર્વિસ લોન્ચ કરીને દેશમાં 5G સર્વિસનો શુભારંભ કર્યો હતો.
ક્યા બે શહેરમાં Jioની 5G સર્વિસ શરૂ થઇ?
રિલાયન્સ જિયોએ 10 નવેમ્બર 2022ના રોજ ભારતના વધુ બે શહેર – બેંગ્લોર અને હૈદરાબાદમં તેની 5G સર્વિસ શરૂ કરી છે. જિયોએ તેની 5G સર્વિસ ‘JIO TRUE 5G’ નામ રાખ્યુ છે. જેમાં જિયોની વેલકેમ ઓફર હેઠળ યુઝર્સને 1 Gbps+ સ્પીડ સાથેના અનલિમિટેડ 5G ડેટા સર્વિસનો મફત લાભ મળશે. આ સર્વિસ માટે યુઝર્સે કોઇ પણ પ્રકારની ચૂકવણી કરવાની રહેશે નહીં.

રિલાયન્સ જિયોએ ભારતમાં દશેરાના દિવસે 4 શહેરો- દિલ્હી, મુંબઇ, કલકત્તા અને વારાણસીમાં પોતાની 5G સર્વિસ લોન્ચ કરી હતી અને ત્યારબાદ અન્ય બે શહેરો ચેન્નઇ અને નાથદ્વારામાં 5G સર્વિસની શરૂઆત કરી હતી. આમ હાલ ભારતના 6 શહેરોમાં જિયોની 5G સર્વિસ ઉપલબ્ધ હતી અને હવે તેમાં નવા બે શહેરો ઉમેરાતા આ સંખ્યા વધીને 8 થઇ છે.
JIO TRUE 5G સર્વિસમાં યુઝર્સને શું મળશે?
Jioના યુઝર્સ તેમના સ્માર્ટફોન પર 500 Mbps થી 1 Gbps સુધીની ઇન્ટરનેટ સ્પીડનો અનુભવ કરી શકે છે અને તેઓ અત્યંત વધારે પ્રમાણમાં અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકે છે. જિયોના મતે 5G સર્વિસના ત્રણ મુખ્ય ફાયદાઓ છે.
- 4G નેટવર્ક પર શૂન્ય નિર્ભરતા સાથે એડવાન્સ્ડ 5G નેટવર્ક સાથે સ્ટેન્ડ-અલોન 5G આર્કિટેક્ચર.
- 700 MHz, 3500 MHz અને 26 GHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમનું સૌથી મોટું અને બેસ્ટ મિશ્રણ.
- તે કેરિયર એગ્રીગેશનની સાથે આવે છે જે કેરીયર એગ્રીગેશન નામની એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ 5G ફ્રીક્વન્સીઝને એકીકૃત એક મજબૂત “ડેટા હાઇવે” માં જોડે છે.
ડિસેમ્બર 2023 સુધી સમગ્ર ભારતમાં 5G લોન્ચ કરવાનું લક્ષ્ય
રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, કંપનીએ ડિસેમ્બર 2023 સુધી ભારતના દરેક શહેરોમાં તેની 5G સર્વિસ શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યુ છે.
આ પણ વાંચોઃ- 5Gના નામે થતી છેતરપીંડિથી સાવધાન, આ 5 ભુલો પડશે ભારે, બેન્ક ખાતું પણ થઇ જશે ખાલી