scorecardresearch

Samsung Galaxy M14 5G : સેમસંગનો ગેલેક્સી M14 5G ફોન લોન્ચ, લેટેસ્ટ મોબાઇલના ફીચર્સ અને કિંમત વિશે જાણો

Samsung Galaxy M14 5G : સેમસંગે Galaxy M14 5G ફોન ભારતમાં લોન્ચ કર્યો છે. બે વેરિયન્ટમાં ઉપલબ્ધ આ ફોનમાં ઘણા એડવાન્સ ફીચર્સ અને દમદાર બેટરી છે. જાણો આ લેટેસ્ટ મોબાઇલના ફીચર્સ અને કિંમત વિશે જાણો

samsung galaxy M14 5G
ભારતમાં સેમસંગનો ગેલેક્સી M14 5G મોબાઇલ લોન્ચ. (ફોટો – samsung.com)

સેમસંગ કંપનીએ ભારતીય બજારમાં વધુ એક નવો 5G ફોન લોન્ચ કર્યો છે. કંપનીના આ લેટેસ્ટ હેન્ડસેટ Samsung Galaxy M14 5Gમાં પાવરફુલ બેટરી છે. આ નવા ફોનમાં 50MP પ્રાયમરી કેમેરા ઉપરાંત ઘણા બધા શાનદાન ફીચર આપેલા છે. માર્કેટમાં આ લેટેસ્ટ ફોન 3 કલર વેરિયન્ટ – બ્લૂ (Blue), ડાર્ક બ્લૂ (Dark Blue) અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે. 5G કનેક્ટિવિટીથી સજ્જ આ લેટેસ્ટ લેકેક્સી M સીરિઝ હેન્ડસેટની પ્રાઇસ 13,490 રૂપિયાથી શરૂ થાય છે.

Samsung Galaxy M14 5G: લેટેસ્ટ ફોનના શાનદાર ફીચર્સ

સેમસંગ ગેલેક્સી M14 5G ફોનની ડિસ્પ્લે 6.6 ઇંચની છે. PLS LCD ડિસ્પ્લેનું રિઝોલ્યુશન ફુલ HD+ છે. અત્યંત ઉત્કૃષ્ઠ પર્ફોમન્સની માટે Galaxy M14 5G ફોનમાં 5nm Exynos 1330 ચિપસેટ આપવામાં આવી છે. ઉપરાંત તેમાં Mali G68 GPU ફિટ છે. ગેલેક્સી M સીરીઝના લેટેસ્ટ ફોન Android 13 આધારિત સેમસેગના One UI 5 ઓપરેટિંગ સિસ્ટમ પર વર્ક કરે છે. સ્ટોરેજ કેપેસિટીની વાત કરીયે તો આ નવા ફોનમાં 6GB સુધીની રેમ અને 128GB સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

samsung galaxy M14 5G
સેમસંગ ગેલેક્સી M14 5G સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત ફોટો – samsung.com)

Samsung Galaxy M14 5Gના કેમેરા ફીચર્સ

ફોટોગ્રાફીની દ્રષ્ટિએ જોઇયે તો આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. જેમાં 50MPનો પ્રાયમરી કેમેરા, 2MPનો મેક્રો લેંસ અને 2MPનો ડેપ્થ સેન્સર શામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગની માટે તેમાં 13MPનો ફ્રન્ટ કેમેરા આપેલો છે. સિક્યોરિટીની દ્રષ્ટિએ જોઇયે તો ફેસ લોકની માટે આ ફોન સાઇડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનરની સાથે આવે છે. સેમસંગની માટે Galaxy M14 5G ફોનમાં 6000mAhની બેટરી લાગેલી છે જેને ચાર્જ કરવા માટે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. કનેક્ટિવિટીની માટે સ્માર્ટફોનમાં 5G, 4G, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.2, NFC અને GPSના વિકલ્પો આપેલા છે.

આ પણ વાંચોઃ ભારતમાં રંગ બદલતો Vivo Y100 સ્માર્ટફોન લોન્ચ, ફિચર અને પ્રાઇસ વિશે વિગતવાર જાણો

Samsung Galaxy M14 5Gની કિંમત કેટલી

રેમ કેપેસિટીના આધારે સેમસંગનો આ લેટેસ્ટ ગેલેક્સી M14 5G ફોન 2 વેરિયન્ટમાં ઉપલપ્ધ છે. 4GB + 128GB વેરિયન્ટની કિંમત 13,490 રૂપિયા છે અને 6GB + 128GB વેરિયન્ટની કિંમત 14,990 રૂપિયા છે. 21 એપ્રિલથી દેશમાં આ ફોન ખરીદી શકાશે.

Web Title: Samsung galaxy m14 5g features and price check all details here

Best of Express