રોકાણ અને બચત કરવા દરમિયાન રોકાણકાર તરીકે ઘણા લોકો માત્ર રિટર્ન એટલે કે વળતર પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. પરંતુ ઉંચા રિટર્નની સાથે ટેક્સ બચાવવાનો વિકલ્પ મેળવવો સમજદારીભર્યો છે. હવે જો ટેક્સ સેવિંગની વાત આવે તો ફિક્સ્ડ ઇન્કમ ઇચ્છનારાઓ માટે નાની બચતની કેટલીક સ્કીમો છે. તેમાં પણ 5 વર્ષની ટેક્સ સેવર FD (ફિક્સ્ડ ડિપોઝિટ) સૌથી વધુ લોકપ્રિય વિકલ્પ છે. તેમાં આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ તમે 1.50 રૂપિયા સુધીના રોકાણ પર કર મુક્તિનો દાવો કરી શકો છો. ઉપરાંત જો તમે માર્કેટ લિન્ક્ડ વિકલ્પ પર નજર કરશો તો આ ફાયદા ELSS મ્યુચ્યુઅલ ફંડ્સમાં 80C હેઠળ પણ ઉપલબ્ધ છે. ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને ELSS એટલે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ – આ બંને સંપૂર્ણપણે અલગ – અલગ રોકાણના વિકલ્પો છે. સવાલ એ થાય છે કે તમને સૌથી વધુ ફાયદો બંનેમાંથી ક્યાં મળશે.
ELSS vs ફિક્સ્ડ ડિપોઝિટ (FD)
- ELSS એટલે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે, જે મુખ્યત્વે ઇક્વિટી અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સમાં રોકાણ કરે છે.
- તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એ રોકાણનો પરંપરાગત વિકલ્પ છે, જેને તમે કોઈપણ બેંકમાં એક સાથે રકમ તરીકે જમા કરી શકો છો.
- ELSS માં રિટર્ન નિશ્ચિત હોતુ નથી અને તે બજારના જોખમને આધીન હોય છે. જો કે ઘણી સ્કીમોએ છેલ્લા 5 વર્ષમાં 15%-16% વાર્ષિક વળતર આપ્યું છે.
- ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર સંબંધિત બેંક નક્કી કરે છે. હાલમાં વિવિધ બેંકો 5 વર્ષની એફડી પર 6.5% થી 8% વ્યાજ આપી રહી છે.
- ELSS માં 3 વર્ષનો લોક-ઇન પિરિયડ હોય છે. કેટલીક સ્કીમ્સમાં લાંબા ગાળાનું લૉન ઇન પિરિયડ હોય છે.
- ટેક્સ સેવર એફડીનું લૉક-ઇન 5 વર્ષનું છે, જો કે તેમાં લંબાવવાની સુવિધા પણ છે.
- ELSS ઇક્વિટી ઓરિએન્ટેડ હોવાથી માર્કેટમાં જોખમ છે.
- FD એક સુરક્ષિત રોકાણ વિકલ્પ છે અન તેમાં ચોક્કસ વ્યાજ સ્વરૂપે રિટર્ન આપવામાં આવે છે.
- નાણાં પરત ઉપાડવા વિશે વાત કરીએ તો તમે 3 વર્ષ પછી ELSSમાંથી પૈસા ઉપાડી શકો છો.
- તમે 5 વર્ષ પહેલા ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટમાંથી પૈસા ઉપાડી શકતા નથી. આમ કરવા બદલ દંડની જોગવાઈ છે.
ELSS : 5 વર્ષમાં બેસ્ટ રિટર્ન આપનાર ફંડ
- ક્વોન્ટ ટેક્સ પ્લાન: 24%
- SBI ટેક્સ એડવાન્ટેજ ફંડ – સીરિઝ-3 : 23%
- મિરે એસેટ ટેક્સ સેવર ફંડ: 16.49%
- કેનેરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર ફંડ: 16.29%
- કોટક ટેક્સ સેવર: 15.57%
ELSS: 10 વર્ષમાં બેસ્ટ રિટર્ન આપનાર ફંડ
- ક્વોન્ટ ટેક્સ પ્લાન: 22.89%
- બેંક ઓફ ઈન્ડિયા ટેક્સ એડવાન્ટેજ ફંડ: 17.67%
- DSP ટેક્સ સેવર ફંડ: 17.45%
- ટાટા ઈન્ડિયા ટેક્સ સેવિંગ્સ ફંડ: 17.23%
- એક્સિસ લોંગ ટર્મ ઈક્વિટી ફંડ: 17%
આ પણ વાંચોઃ SIPમાં રોકાણ અંગેની 5 ખોટી માન્યતાઓ, લાંબા ગાળે કમાણી વધારવામાં કરશે મદદ
FD પર સૌથી વધુ રિટર્ન ક્યાં મળી રહ્યું છે
- પોસ્ટ ઓફિસ TD: 7.00%
- SBI: 6.50%
- HDFC બેંક: 7.00%
- ICICI બેંક: 7.00%
- એક્સિસ Bank: 7.00
- કોટક મહિન્દ્રા બેંક : 6.20%
- બેંક ઓફ બરોડા : 6.50%
- પીએનબી : 6.50%
- આરબીએલ બેંક: 7.00%
- આઇડીએફસી બેંક: 7.00% %
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.