SIP વિશે 5 માન્યતાઓ: આજની રોકેટ કરતા પણ ઝડપથી દોડતી દુનિયામાં બજારમાં રોકાણ કરવું એ નાણાકીય આયોજનનો આવશ્યક અથવા ફરજિયાત ભાગ બની ગયો છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) – તેની સગવડતા અને લાંબા ગાળાના વળતરને કારણે રોકાણકારોમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. જો કે, અન્ય કોઈપણ રોકાણની જેમ, SIP સાથે સંકળાયેલી ઘણી માન્યતાઓ અને ગેરસમજો પણ પ્રવર્તે છે, જે ઘણીવાર કેટલાક રોકાણકારોને યોગ્ય પસંદગી કરવામાં અવરોધરૂપ બને છે. અહીં LIC મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ફંડ મેનેજર અને સિનિયર ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ જયપ્રકાશ તોશનીવાલે SIPમાં ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત કેટલીક સામાન્ય ગેર માન્યતાઓને દૂર કરે છે.
માન્યતા – 1 : SIP માત્ર નાના રોકાણકારો માટે છે
હકીકત : તમામ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ અને ફાઇનાન્સિયલ બેકગ્રાઉન્ડ ધરાવતા રોકાણકારો માટે SIP એ યોગ્ય વિકલ્પ છે. તમે દર મહિને 500 જેટલી નજીવી રકમ સાથે પણ SIPમાં રોકાણની શરૂઆત કરી શકો છો અને તેમાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. આથી, ભલે તમે નાના રોકાણકાર હો કે મોટા રોકાણકાર, SIP તમને તમારા રોકાણના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરી શકે છે.
માન્યતા – 2 : SIPમાં જોખમ હોય છે અને વળતર ઓછું મળે છેે
હકીકત : SIP એ શેરબજારમાં રોકાણ કરવા અને લાંબા ગાળા માટે સંપત્તિ સર્જન કરવાની એક સારી અને સુરક્ષિત રીત છે. માર્કેટ્સ અસ્થિર હોવા છતાં, SIPમાં રોકાણ તમને રોકાણના ખર્ચને સરેરાશ કરવામાં મદદ કરી શકે છે, જેનાથી બજારની અસ્થિરતાનું જોખમ ઘટે છે. ઉપરાંત, SIP તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો અને માર્કેટની સ્થિતિને આધારે રિટર્ન આપે છે.
માન્યતા – 3 : SIPમાં તમારા પૈસા લાંબા સમય સુધી લૉક થઇ જાય છે
હકીકત : SIP એ એક રોકાણ માટેનો ફ્લેક્સિબલ વિકલ્પ છે, જે રોકાણકારોને કોઈપણ સમયે તેમના રોકાણોને રિડીમ કરવાની કે પરત ખેંચવાની સગવડતા આપે છે. ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ, જે મ્યુચ્યુઅલ ફંડનો સૌથી લોકપ્રિય પ્રકાર છે, સામાન્ય રીતે ELSS અને ચિલ્ડ્રન્સ ફંડ્સની જેમ લોક-ઇન પિરિયડ હોતું નથી. જો કે એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે, AMC મુખ્યત્વે રોકાણકારોને વહેલા રિડેમ્પશનથી નિરાશ કરવા માટે એક્ઝિટ લોડ વસૂલ કરે છે. આથી SIP તમારા પૈસાને લાંબા સમય સુધી લૉક કરતું નથી અને જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે તેને રિડીમ કરી શકો છો.

માન્યતા-4 : SIP માત્ર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટે જ બેસ્ટ છે
હકીકત : SIP એ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સુધી મર્યાદિત નથી, પરંતુ ડેટ ફંડ્સ, હાઇબ્રિડ ફંડ્સ અને ઇન્ડેક્સ ફંડ્સ જેવા અન્ય ઘણા રોકાણ વિકલ્પો માટે પણ આદર્શ છે. તમારા રોકાણના લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતાને આધારે, તમે તમારા માટે યોગ્ય SIP ઇન્વેસ્ટમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકો છો.
માન્યતા – 5: SIP માટે ઘણાં ડોક્યુમેન્ટ અને દસ્તાવેજોની જરૂર પડે છે
હકીકત : SIPમાં રોકાણ શરૂ કરવા માટે ઓછા ડોક્યુમેન્ટ અને પેપરવર્કની જરૂર પડે છે, જે તેને મુશ્કેલી-મુક્ત રોકાણ વિકલ્પ બનાવે છે. ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મની મદદથી, માત્ર થોડીક ક્લિક્સ સાથે SIP શરૂ કરવું શક્ય છે અને સમગ્ર પ્રક્રિયા મિનિટોમાં પૂર્ણ થઈ શકે છે.
SIPમાં રોકાણ એ તમારા નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવાનો શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે છે, જો તમે યોગ્ય હકીકત જાણો છો અને રોકાણની પ્રક્રિયાને સમજો છો. SIP ફ્લેક્સિબલ, ઓછા રોકાણ અને વળતરની સંભાવના સહિતના ઘણા લાભો પ્રદાન કરે છે, જે તેમને રોકાણકારોમાં લોકપ્રિય રોકાણનો વિકલ્પ બનાવે છે. જો કે, SIP ની આસપાસની માન્યતાઓ અને ગેરસમજો ઘણીવાર રોકાણકારોને માહિપ્રદ નિર્ણયો લેતા અટકાવે છે. રોકાણનો યોગ્ય નિર્ણય લેવા માટે આ માન્યતાઓને દૂર કરવી અને વાસ્તવિકતા સમજવી મહત્વપૂર્ણ છે. SIPમાં રોકાણ કરીને, તમે ચક્રવૃદ્ધિ, વૈવિધ્યકરણ અને લાંબા ગાળાની વૃદ્ધિના લાભોનો આનંદ માણી શકો છો, જે તમને સમય જતાં તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.