બેન્કો દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ પર જુદા-જુદા વ્યક્તિઓ માટે અલગ-અલગ વ્યાજદરોની ઓફર કરવામાં આવે છે. હજી પણ મોટાભાગના લોકો બેંક એફડીને સૌથી સુરક્ષિત રોકાણ માને છે. જો તમે પણ દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)માં એફડી પર ઊંચા વ્યાજદર મેળવવા ઈચ્છો તો, એક બેસ્ટ બચત સ્કીમ છે. SBI દ્વારા 15 ફેબ્રુઆરીના રોજ એક એફડી સ્કીમ ‘અમૃત કલશ’ લોન્ચ કરવામાં આવી છે, જે માત્ર 31 માર્ચ, 2023 સુધી જ ઉપલબ્ધ છે. ચાલો SBIની આ ફિક્સ ડિપોઝિટ સ્કીમ વિશે વિગતવાર જણાવીએ…
SBIની ‘અમૃત કલશ’ સ્કીમમા કેટલું વ્યાજ મળશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અમૃત કલશ એફડી સ્કીમ પર 7.1 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. જેમાં સિનિયર સિટીઝનને 7.6 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે. SBIની આ એફડી સ્કીમ માત્ર 31 માર્ચ 2023 સુધી ઉપલબ્ધ છે.
FD સ્કીમની મુદ્દત કેટલી?
નોંધનીય છે કે, SBI અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ માત્ર 400 દિવસના સમયગાળા માટેની મુદ્દતી બચત યોજના છે.
1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે
SBI તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે અમૃત કલશ FD સ્કીમ ભારતીય અને NRI ગ્રાહકો માટે 400 દિવસ માટે શરૂ કરવામાં આવી છે. જો તમે આ વિશેષ FD સ્કીમમાં 400 દિવસ માટે 1 લાખ રૂપિયા ફિક્સ કરો છો, તો સામાન્ય રોકાણકારોને કુલ 8,017 રૂપિયાનું વ્યાજ મળશે. તો સિનિયર સિટીઝનને 8600 રૂપિયા જેટલું રિટર્ન મળશે.
અમૃત કલાશ એફડી યોજના માટે કેવી રીતે અરજી કરશો?
SBIની અમૃત કલશ FD સ્કીમ 15 ફેબ્રુઆરી 2023 ના રોજ શરૂ કરવામાં આવી છે અને તેમાં રોકાણ કરવાની છેલ્લી તક 31 માર્ચ 2023 છે. ખાસ વાત એ છે કે બેંક કર્મચારીઓ અને પેન્શનધારકોને આ એફડી સ્કીમમાં રોકાણ કરવા પણ બેંક દ્વારા 1 ટકા વધુ વ્યાજ ચૂકવવામાં આવશે. તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં જઈને અમૃત કલશ FD સ્કીમ માટે અરજી કરી શકો છો. ઉપરાંત તમે SBI YoNo એપ મારફતે ઘરે બેઠા પણ આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે SBIની અમૃત કલશ સ્કીમ એવા વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ 1-2 વર્ષ માટે તેમના નાણાંનું રોકાણ કરવા માગે છે. સિનિયર સિટીઝનને આ યોજનામાં રોકાણ કરવાથી સારું વળતર મળશે.