/indian-express-gujarati/media/media_files/2025/12/24/share-market-bse-sensex-2025-12-24-09-35-28.jpg)
Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))
Share Market Today News Highlight : શેરબજારમાં નીચા લેવલથી શાર્પ રિકવરી જોવા મળી છે. સ્ટોક માર્કેટમાં 5 દિવસની મંદીને બ્રેક લાગતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. આજે સેન્સેક્સ 301 પોઇન્ટ સુધરી 83878 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 800 પોઇન્ટ તુટી 82861 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે નીચા મથાળે પસંદગીના શેરમાં ખરીદી નીકળતા શેરબજાર રિકવર થયા અને ઇન્ટ્રા ડે નીચી સપાટીથી સેન્સેક્સ 1000 પોઇન્ટ બાઉન્સ બેક થયા હતા. એનએસઇ નિફ્ટી 107 પોઇન્ટ ઘટી 25790 બંધ થયો હતો.
શેરબજાર સચૂંકાક સેન્સેક્સ અને નિફ્ટી નવા અઠવાડિયાના પ્રથમ દિવસે મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 130 પોઇન્ટ ઘટી 83,435 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો અને 83043 થયો હતો. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટાડે 25,669 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 120 પોઇન્ટ જેટલો ઘટી 25570 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો
સોમવારે ડોલર સામે રૂપિયો 5 પૈસા ઘટીને 90.16 ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહે શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 90.16 બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે.
- Jan 12, 2026 16:15 IST
શેરબજારમાં રિકવરીના કારણ
શેરબજારમા રિકવરી પાછળ બે મુખ્ય પરિબળોને જવાબદાર માનવામાં આવે છે. જેમા અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સોદા વિશે આશાવાદ અને શેરબજારમાં નીચા ભાવે વેલ્યૂ બાઇંગ છે. આજે બીએસઇની માર્કેટકેપ 468.73 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- Jan 12, 2026 16:13 IST
મિડકેપ અને સ્મલોકેપમાં નફાવસૂલી
શેરબજારમાં રિકવરી વચ્ચે પણ મિડકેપ ઇન્ડેક્સ 188 પોઇન્ટ અને સ્મોલકેપ 338 પોઇન્ટ ઘટીને બંધ થયા હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં હેલ્થકેર, આઈટી, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 100 થી 500 પોઇન્ટ સુધી ઘટ્યા હતા. તો બીજી બાજુ મેટલ 704 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 334 પોઇન્ટ, બેંકેક્સ 243 પોઇન્ટ વધ્યા હતા.
- Jan 12, 2026 16:11 IST
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર
સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 25 શેર વધ્યા હતા. જેમાં ટાટા સ્ટીલ 2.8 ટકા, એશિયન પેઇન્ટ અઢી ટકા, ટ્રેન્ડ બે ટકા, એસબીઆઈ દોઢ ટકા અને એચયુએલ 1.4 ટકા વધ્યા હતા. તો ઘટેલા 5 શેરમાં લાર્સન, એચડીએફસી બેંક, બીઇએલ, બજાજ ફાઈનાન્સ, ઇન્ફોસિસ સાધારણથી 1.2 ટકા નરમ હતા.
- Jan 12, 2026 16:08 IST
શેરબજાર 5 દિવસ બાદ વધીને બંધ, સેન્સેક્સ 301 પોઇન્ટ રિકવર
શેરબજારમાં નીચા લેવલથી શાર્પ રિકવરી જોવા મળી છે. સ્ટોક માર્કેટમાં 5 દિવસની મંદીને બ્રેક લાગતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. આજે સેન્સેક્સ 301 પોઇન્ટ સુધરી 83878 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 800 પોઇન્ટ તુટી 82861 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે નીચા મથાળે પસંદગીના શેરમાં ખરીદી નીકળતા શેરબજાર રિકવર થયા અને ઇન્ટ્રા ડે નીચી સપાટીથી સેન્સેક્સ 1000 પોઇન્ટ બાઉન્સ બેક થયા હતા. એનએસઇ નિફ્ટી 107 પોઇન્ટ ઘટી 25790 બંધ થયો હતો.
- Jan 12, 2026 13:31 IST
શેરબજાર રિકવર, આઈટી શેરમાં વેચવાલી
શેરબજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે. ઇન્ટ્રા ડે સેન્સેક્સ 800 પોઇન્ટ જેટલો ઘટી 82,861 સુધી ગયો હતો. જો કે નીચા સ્તરેથી શેરબજાર રિકવર થયો અને ફરી સેન્સેક્સ 83500 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 25600 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. ફાઈનાન્સ અને આઈટી શેરમાં વેચવાલી છે. બજાજ ફાઈનાન્સ, ઇન્ફોસિસ, લાર્સન, એચસીએલ ટેક, બીઇએલ 1 થી દોઢ ટકા તૂટ્યા હતા.
- Jan 12, 2026 09:47 IST
IPO This Week: ભારત કોકિંગ કોલ સહિત 6 આઈપીઓમાં કમાણીની તક
આઈપીઓ માર્કેટમાં 12 જાન્યુઆરીથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં ભારે હલચલ જોવા મળશે. આ સપ્તાહે 6 કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા એક મેઇનબોર્ડ સેગમેન્ટનો IPO છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 2 આઈપીઓ ભારત કોકિંગ કોલ અને ડેફરેલ ટેકનોલોજીક કંપનીના IPO સબ્સક્રાઇબ કરવાની પણ તક મળશે, જેમા એક ભારત કોકિંગ કોલ લિમિટેડ છે. જો શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ અઠવાડિયે 5 કંપનીઓના સ્ટોક શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો
- Jan 12, 2026 09:44 IST
ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો
સોમવારે ડોલર સામે રૂપિયો 5 પૈસા ઘટીને 90.16 ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહે શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 90.16 બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે.
- Jan 12, 2026 09:43 IST
સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 100 પોઇન્ટ નરમ
શેરબજાર સચૂંકાક સેન્સેક્સ અને નિફ્ટી નવા અઠવાડિયાના પ્રથમ દિવસે મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 130 પોઇન્ટ ઘટી 83,435 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો અને 83043 થયો હતો. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટાડે 25,669 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 120 પોઇન્ટ જેટલો ઘટી 25570 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us