Stock Makret શેરબજારઃ સેન્સેક્સ 67000ની ઉપર બંધ, પખવાડિયામાં 2000 પોઇન્ટ વધ્યો, રિલાયન્સ પણ નવા શિખરે, જાણો રોકાણકારો કેટલું કમાયા

BSE Sensex and NSE Nifty All time High: બીએસઇ સેન્સેક્સ પહેલીવાર 67000ની ઉપર બંધ રહેવમાં સફળ રહ્યો છે. આ સાથે રિલાયન્સના શેરનો ભાવ પણ ઐતિહાસિક શિખરે પહોંચ્યો હતો. શેરબજારના બુલરનમાં રોકાણકારોને કેટલી કમાણી થઇ જાણો

BSE Sensex and NSE Nifty All time High: બીએસઇ સેન્સેક્સ પહેલીવાર 67000ની ઉપર બંધ રહેવમાં સફળ રહ્યો છે. આ સાથે રિલાયન્સના શેરનો ભાવ પણ ઐતિહાસિક શિખરે પહોંચ્યો હતો. શેરબજારના બુલરનમાં રોકાણકારોને કેટલી કમાણી થઇ જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market : વિક્રમ સંવત 2079માં સેન્સેક્સ-નિફ્ટીની તુલનાએ સ્મોલકેપ અને મિડકેપમાં 3 ગણું રિટર્ન; શેરબજારના રોકાણકારોની સંપત્તિ કેટલી વધી? જાણો

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) એ ભારતનું સૌથી મોટું શેર બજાર છે. (એક્સપ્રેસ ફોટો)

Sensex closed above the 67000 mark for the first time in history : ભારતીય શેર બજાર દરરોજ નવી ઉંચા શિખર સર રહ્યા છે. બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 19 જુલાઇ, 2023ના રોજ પહેલીવાર 67000ના ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો છે. તો એનએસઇ-50 ઇન્ડેક્સ પણ 19833ની નવી ઉંચાઇએ બંધ થયો છે. છેલ્લા બે સપ્તાહમાં સેન્સેક્સમાં 2000 પોઇન્ટની તેજી આવી છે. સેન્સેક્સમાં બુલરનની સાથે રોકાણકારોની સંપત્તિમાં પણ સતત વધારો થઇ રહ્યો છ. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2855 રૂપિયા ઓલટાઇમ હાઇ થઇ કામકાજના અંતે 0.6 ટકા સુધરી 2840 રૂપિયા બંધ થયો હતો.

Advertisment

સેન્સેક્સ પહેલીવાર 67009ની ઉપર બંધ

સેન્સેક્સે મંગળવારે ઇન્ટ્રા-ડેમાં 67000ની સપાટીને સ્પર્શ્યા હતો પણ તેની ઉપર બંધ રહી શક્યો ન હતો. બુધવારે મોટા ઉછાળા સાથે સેન્સેક્સ પહેલીવાર 67000ની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો છે. 19 જુલાઇ, 2023ના રોજ સેન્સેક્સ અગાઉના 66795ના ક્લોઝિંગ સામે ઉંચા ગેપમાં 66905 ખૂલીને ઉપરમાં 67171 ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ થયો હતો. કામકાજના અંતે તે 302 પોઇન્ટ વધીને 67097ના લેવલે બંધ થયો હતો. આમ સતત ત્રીજા દિવસે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે અને ક્લોઝિંગની રીતે ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યું છે. રેકોર્ડ હાઇ બુલરનની હેટ્રિકમાં સેન્સેક્સ માત્ર ત્રણ દિવસ 1037 વધી ગયો છે.

સેન્સેક્સના બ્લુચીપ સ્ટોક પણ તેજીમાં

જો સેન્સેક્સના બ્લુચીપ સ્ટોક્સની વાત કરીયે તો 30માંથી 20 શેર વધીને બંધ થયા હતા. જેમાં એનટીપીસી 2.9 ટકા, બજાજ ફાઇનાન્સ 2.2 ટકા અને ઇન્ડ્સઇન્ડ બેંક 2.1 ટકા વધીને ટોપ-3 ગેઇનર બન્યા હતા. તો બીજી બાજુ મારુતિ સુઝુકી, ભારતી એરટેલ અને ટીસીએસ અડધાથી પોણા ટકા ઘટીને ટોપ-3 લૂઝર હતા.

publive-image
બીએસઇ સેન્સેક્સના 30 બ્લુચીપ શેરનો ભાવ.

NSE નિફ્ટી-50 ઇન્ડેક્સ પણ ઓલટાઇમ હાઇ

બેન્ચમાર્ક સેન્સેક્સની પાછળ પાછળ એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સ પણ દરરોજ ઓલટાઇમ હાઇ થઇ રહ્યો છે. 19 જુલાઇ, 2023ના રોજ નિફ્ટી 19,851નું ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ બનાવી સેશનના અંતે 84 પોઇન્ટ વધીને 19833ના રેકોર્ડ હાઇ લેવલે બંધ થયો હતો. નિફ્ટીના 50માંથી 31 શેર વધ્યા હતા.

Advertisment
Stock market
પ્રચલિત માન્યતાથી વિપરીત, મે મહિનામાં રોકાણકારોને ભારતીય શેરબજારમાં સારી તક મળી છે.

આ પણ વાંચોઃ વર્ષ 2023માં લિસ્ટેડ 6 IPOમાં મળ્યું જબરદસ્ત રિટર્ન, 1 શેરમાં રોકાણકારોની મૂડી ડબલ થઇ

રોકાણકારોની સંપત્તિ 1.45 લાખ કરોડ વધી

શેરબજારમાં ઐતિહાસિક તેજીથી રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં 1.45 લાખ કરોડનો વધારો થયો હતો. 18 જુલાઇના રોજ બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 303.08 લાખ કરોડ રૂપિયા હતી જે વધીને 19 જુલાઇના રોજ 304.53 લાખ કરોડ રૂપિયા થઇ છે. છેલ્લા એક પખવાડિયાની વાત કરીયે તો શેરબજારમાં રોકાણકારોએ 6.32 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. 3 જુલાઇ, 2023ના રોજ બીએસઇની માર્કેટકેપ 298.21 લાખ કરોડ રૂપિયા હતી.

ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment શેર બજાર