Share Market News: સેન્સેક્સ 324 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોને 2.2 લાખ કરોડનું નુકસાન

Share Market Today News Highlight : સેન્સેક્સ 324 પોઇન્ટ વધી 83246 અને નિફ્ટી 109 પોઇન્ટ ઘટી 25585 બંધ થયો છે. સ્મોલકેપ 638 પોઇન્ટ તૂટ્યો છે. ઉપરાંત ઓઇલ ગેસ અને બેંક શેરમાં જબરદસ્ત નફાવસૂલી જોવા મળી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash | Share Market down | Stock Market fall

Share Market Crash : શેરબજારમાં કડાકો., પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Share Market Today News Highlight : શેરબજારમાં આરંભ થી અંત વેચવાલીનું દબાણ રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 324 પોઇન્ટ વધી 83246 બંધ થયો છે. ઇન્ટ્રા ડે માં સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઘટી 82898 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 109 પોઇન્ટ ઘટી 25585 બંધ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાદવાની ધમકી અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાથી શેરબજારનું સેન્ટિમેન્ટ અત્યંત નબળું પડ્યું છે.

Advertisment

શેરબજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ રહેતા સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટા ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 83,570 સામે આજે 83,494 ખુલ્યો હતો. બેંક અને રિલાયન્સ જેવા હેવીવેઇટ્સ શેરમાં વેચવાલીથી શેરબજાર 350 પોઇન્ટ જેટલું તૂટ્યું અને સેન્સેક્સ 83200 લેવલ નીચે ઉતરી ગયું હતું. એનએસઇ નિફ્ટી 40 પોઇન્ટ ઘટી 25,653 ખુલ્યો હતો. શેરબજારમાં મંદીના દબાણ ઘટી નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 25600 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે.

Bharat Coking Coal Share Listing : આજે ભારત કોકિંગ કોલ શેર લિસ્ટિંગ

આજે ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપનીના આઈપીઓ શેર BSE, NSE પર લિસ્ટિંગ થવાના છે. કંપનીનો 1071.11 કરોડ રૂપિયાનો આઈપીઓ 147 ગણો ભરાયો હતો. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 21 થી 23 રૂપિયા પ્રતિ શેર હતી. આ બીએસઇ એનએસઇ પર શેર લિસ્ટિંગ કરનાર વર્ષ 2026નો પ્રથમ મેઇનબોર્ડ આઈપીઓ છે. 

ICICI બેંક અને રિલાયન્સ તૂટ્યા

શેરબજારમાં પ્રોફિટ બુકિંગના દબાણથી હેવીવેઇટ્સ આઈસીઆઈસીઆઈ બેંક 3.2 ટકા, રિલાયન્સ સવા બે ટકા, સન ફાર્મા 1.3 ટકા, ઇન્ફોસિસ અને અદાણી પોર્ટ્સ 1 ટકા સુધી ઘટ્યા હતા. બેંક નિફ્ટી, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 200 પોઇન્ટ અને બીએસઇ સ્મોલકેપ 230 પોઇન્ટ સુધી તૂટ્યા હતા.

Advertisment
  • Jan 19, 2026 16:53 IST

    રોકાણકારોને 2.2 લાખ કરોડનું નુકસાન

    શેરબજારમાં ઘટાડાથી આજે બીએસઇની માર્કેટકેપ 465.68 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે પાછલા શુક્રવારે 467.84 લાખ કરોડ રૂપિયા હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારોને 2.16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

  • Jan 19, 2026 16:51 IST

    સ્મોલકેપ 638 પોઇન્ટ તૂટ્યો, ઓઇલ ગેસ અને બેંક શેરમાં નફાવસૂલી

    બોર્ડર માર્કેટમાં પ્રોફિટ બુકિંગથી બીએસઇ સ્મોલકેપ 638 પોઇન્ટ અને મિડકેપ 198 પોઇન્ટ તૂટ્યા છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 339 પોઇન્ટ, ઓઇલ ગેસ 365 પોઇન્ટ, બેંકેક્સ 279 પોઇન્ટ, આઈટી 216 પોઇન્ટ ઘટ્યા છે. બેંક નિફ્ટી 203 પોઇન્ટ, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 194 પોઇન્ટ ઘટીને બંધ થયા છે.

  • Jan 19, 2026 16:48 IST

    રિલાયન્સ, ICICI બેંક 3 ટકા સુધી તુટ્યા

    સેન્સેક્સના હેવીવેઇટ્સ શેરમાં ભારે વેચવાલીથી 30 માંથી 14 બ્લુચીપ શેર ઘટીને બંધ થયા છે. જેમા રિલાયન્સ 3 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક સવા બે ટકા, ઇટરનલ 2.2 ટકા, ટાયટન 1.4 ટકા અને અદાણી પોર્ટ્સ 1.4 ટકા તૂટ્યા છે. તો બીજી બાજુ ઇન્ડિગો 4.3 ટકા, ટેક મહિન્દ્રા 2.9 ટકા, એચયુએલ સવા બે ટકા, બજાજ ફાઈનાન્સ 2.2 ટકા અને કોટક બેંક 2 ટકા વધીને બંધ થયા છે.

  • Jan 19, 2026 16:46 IST

    સેન્સેક્સ 324 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 109 પોઇન્ટ નરમ

    શેરબજારમાં આરંભ થી અંત વેચવાલીનું દબાણ રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 324 પોઇન્ટ વધી 83246 બંધ થયો છે. ઇન્ટ્રા ડે માં સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઘટી 82898 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 109 પોઇન્ટ ઘટી 25585 બંધ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાદવાની ધમકી અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાથી શેરબજારનું સેન્ટિમેન્ટ અત્યંત નબળું પડ્યું છે.

  • Jan 19, 2026 13:53 IST

    સેન્સેક્સ 600 પોઇન્ટ ઘટી 83000 નીચે ગયો, રિલાયન્સ અને ICICI બેંક તૂટ્યા

    શેરબજારમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા છે. ઇન્ટ્રા ડે સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 83000 લેવલ તોડી 82898 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી ઇન્ટ્રા ડે 200 પોઇન્ટ તૂટી 25494 થયો હતો. બેંક, આઈટી, ઓઇલ ગેસ અને મીડિયા શેરમાં ભારે વેચવાલી છે. રિલાયન્સ, ઇટરનલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ અને ટાયટન શેર દોઢ થી સવા 3 ટકા સુધી તૂટ્યા છે. 

  • Jan 19, 2026 10:13 IST

    BCCL IPO Listing: ભારત કોકિંગ કોલ શેર લિસ્ટિંગ ધમાકેદાર, રોકાણકારોને બમણો નફો મળ્યો

    ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) કંપની આઈપીઓનું શેર લિસ્ટિંગ ધમાકેદાર થયું છે. બીસીસીએલ કંપનીના આઈપીઓ રોકાણકારોને શેર લિસ્ટિંગ પર બમણો નફો મળ્યો છે. આજે બીએસઇ પર કંપનીનો શેર 45.21 રૂપિયાના ભાવ લિસ્ટેડ થયો છે, જે આઈપીઓની અપર ઇશ્યૂ પ્રાઇસ 23 રૂપિયાથી 96 ટકા ઉંચો ભાવ છે. સરળ શબ્દોમાં કહીયે તો ભારત કોકિંગ કોલના આઈપીઓ રોકાણકારોને 96 ટકા વળતર મળ્યું છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Jan 19, 2026 09:31 IST

    ICICI બેંક અને રિલાયન્સ 3 ટકા સુધી તૂટ્યા

    શેરબજારમાં પ્રોફિટ બુકિંગના દબાણથી હેવીવેઇટ્સ આઈસીઆઈસીઆઈ બેંક 3.2 ટકા, રિલાયન્સ સવા બે ટકા, સન ફાર્મા 1.3 ટકા, ઇન્ફોસિસ અને અદાણી પોર્ટ્સ 1 ટકા સુધી ઘટ્યા હતા. બેંક નિફ્ટી, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 200 પોઇન્ટ અને બીએસઇ સ્મોલકેપ 230 પોઇન્ટ સુધી તૂટ્યા હતા.

  • Jan 19, 2026 09:28 IST

    Bharat Coking Coal Share Listing : આજે ભારત કોકિંગ કોલ શેર લિસ્ટિંગ

    આજે ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપનીના આઈપીઓ શેર BSE, NSE પર લિસ્ટિંગ થવાના છે. કંપનીનો 1071.11 કરોડ રૂપિયાનો આઈપીઓ 147 ગણો ભરાયો હતો. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 21 થી 23 રૂપિયા પ્રતિ શેર હતી. આ બીએસઇ એનએસઇ પર શેર લિસ્ટિંગ કરનાર વર્ષ 2026નો પ્રથમ મેઇનબોર્ડ આઈપીઓ છે. 

  • Jan 19, 2026 09:27 IST

    સેન્સેક્સ 350 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25600 નીચે

    શેરબજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ રહેતા સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટા ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 83,570 સામે આજે 83,494 ખુલ્યો હતો. બેંક અને રિલાયન્સ જેવા હેવીવેઇટ્સ શેરમાં વેચવાલીથી શેરબજાર 350 પોઇન્ટ જેટલું તૂટ્યું અને સેન્સેક્સ 83200 લેવલ નીચે ઉતરી ગયું હતું. એનએસઇ નિફ્ટી 40 પોઇન્ટ ઘટી 25,653 ખુલ્યો હતો. શેરબજારમાં મંદીના દબાણ ઘટી નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 25600 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે.

બિઝનેસ શેર બજાર આઈપીઓ