Share Market Crash: ક્રૂડ ઓઇલમાં ભડાકાથી સેન્સેક્સ 2300 પોઇન્ટ ધરાશાયી, રોકાણકારોના ₹ 12 લાખ કરોડ સ્વાહા

Share Market Crash Today News Live Update: ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતા સેન્સેક્સ નિફ્ટી સહિત એશિયન બજારોમાં હાહાકાર મચ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ 22 ટકા ઉછળીને 115 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash

Share Market Crash : શેરબજારમાં કડાકો, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)

Share Market Crash Today News Live Update In Gujarati : ઈઝરાયલ ઇરાન યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતા સેન્સેક્સ નિફ્ટી સહિત એશિયન બજારો ધરાશાયી થયા છે. ક્રૂડ ઓઇલના ભાવ 22 ટકા ઉછળીને 115 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા છે. જાપાનનો શેરબજાર 3600 પોઇન્ટ તૂટ્યો છે.

Advertisment

સેન્સેક્સ 1800 ધરાશાયી, નિફ્ટી 600 પોઇન્ટ ધડામ

ક્રૂડ ઓઈલમાં ભડકાથી સેન્સેક્સ નિફ્ટી ધરાશાયી થયા છે. સેન્સેક્સ 1862 પોઇન્ટના કડાકા સાથે 77056 ખુલ્યો હતો. ઓપરેશનિ સેશનમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 2200 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 76700 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 418 પોઇન્ટ ઘટીને 23,868 ખુલ્યો હતો. પેનિક સેલિંગના દબાણથી નિફ્ટી પણ 620 પોઇન્ટના ઘટાડે 23833 સુધી ગયો હતો. શેરબજારમાં ચારે વેચવાલી હતી. 

શેરબજારમાં કડાકાથી રોકાણકારોને અધધધ ₹ 12 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. સેન્સેક્સમાં 2200 પોઇન્ટ અને નિફ્ટીમાં 620 પોઇન્ટનો કડાકો બોલાયો છે. શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી આજે ઓપનિંગ સેશનમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કૂલ માર્કેટકેપ 437.18 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગત શુક્રવારે 449.79 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારોને અધધધ... 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ક્રૂડ ઓઇલમાં ભડકો, 1 બેરલનો ભાવ 115 ડોલર પાર

ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં ભડકો થયો છે અને 1 બેરલનો ભાવ 115 ડોલરને વટાવી ગયો છે, જે સાડા 3 વર્ષની સૌથી ઉંચી સપાટી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે ખાડી દેશોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટ્યું છે, જેના પરિણામ ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 22 ટકા વધી 115 ડોલર બેરલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું છે. તો યુએસ ક્રૂડ ફ્યૂચરનો ભાવ 27 ટકા ઉછળી 115.2 ડોલર પ્રતિ બેરલ બોલાય છે. યુએસ ક્રૂડ ફ્યૂચર પાછલા સપ્તાહમાં 35 ટકા ઉછળ્યો છે, જે વર્ષ 1983માં આ ક્રૂડ વાયદામાં ટ્રેડિંગ શરૂ થયા પછીનો સૌથી મોટો ઉછાળો છે. તો પાછલા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ વાયદો 28 ટકા ઉછળ્યો છે, જે એપ્રિલ 2020 પછીનો સૌથી મોટો ઉછાળો છે.

Advertisment

એશિયન શેરબજારોમાં હાહાકાર, જાપાન માર્કેટ 3600 પોઇન્ટ ધડામ

ક્રૂડ ઓઇલમાં ભડાકાની આગ દુનિયાભરના શેરબજારોને દઝાડી રહી છે. જાપાનીઝ શેરબજારમાં 3640 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તાઇવાન બજાર 1767 પોઇન્ટ, કોરિયા 407 પોઇન્ટ, જકાર્તા માર્કેટ 300 પોઇન્ટ તૂટ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલાયો છે. 

  • Mar 09, 2026 10:22 IST

    ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘુ થવાના એંધાણ

    ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં ભડકો થયો છે અને 1 બેરલનો ભાવ 115 ડોલરને વટાવી ગયો છે, જે સાડા વર્ષ વર્ષની સૌથી ઉંચી સપાટી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે ખાડી દેશોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટ્યું છે, જેના પરિણામ ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 22 ટકા વધી 115 ડોલર બેરલની સપાટીને કુદાવી ગયો છે. ક્રૂડ ઓઇલમાં ભડકાથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની ચિંતા સતાવી રહી છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Mar 09, 2026 09:23 IST

    શેરબજારમાં કડાકાથી રોકાણકારોને અધધધ ₹ 12 લાખ કરોડનું નુકસાન

    શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. સેન્સેક્સમાં 2200 પોઇન્ટ અને નિફ્ટીમાં 620 પોઇન્ટનો કડાકો બોલાયો છે. શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી આજે ઓપનિંગ સેશનમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કૂલ માર્કેટકેપ 437.18 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગત શુક્રવારે 449.79 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારોને અધધધ... 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

  • Mar 09, 2026 09:19 IST

    સેન્સેક્સ 1800 ધરાશાયી, નિફ્ટી 600 પોઇન્ટ ધડામ

    ક્રૂડ ઓઈલમાં ભડકાથી સેન્સેક્સ નિફ્ટી ધરાશાયી થયા છે. સેન્સેક્સ 1862 પોઇન્ટના કડાકા સાથે 77056 ખુલ્યો હતો. ઓપરેશનિ સેશનમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 2200 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 76700 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 418 પોઇન્ટ ઘટીને 23,868 ખુલ્યો હતો. પેનિક સેલિંગના દબાણથી નિફ્ટી પણ 620 પોઇન્ટના ઘટાડે 23833 સુધી ગયો હતો. શેરબજારમાં ચારે વેચવાલી હતી. 

  • Mar 09, 2026 09:13 IST

    એશિયન શેરબજારોમાં હાહાકાર, જાપાન માર્કેટ 3600 પોઇન્ટ ધડામ

    ક્રૂડ ઓઇલમાં ભડાકાની આગ દુનિયાભરના શેરબજારોને દઝાડી રહી છે. જાપાનીઝ શેરબજારમાં 3640 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તાઇવાન બજાર 1767 પોઇન્ટ, કોરિયા 407 પોઇન્ટ, જકાર્તા માર્કેટ 300 પોઇન્ટ તૂટ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલાયો છે. 

  • Mar 09, 2026 09:13 IST

    ક્રૂડ ઓઇલમાં ભડકો, 1 બેરલનો ભાવ 115 ડોલર પાર

    ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં ભડકો થયો છે અને 1 બેરલનો ભાવ 115 ડોલરને વટાવી ગયો છે, જે સાડા 3 વર્ષની સૌથી ઉંચી સપાટી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે ખાડી દેશોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટ્યું છે, જેના પરિણામ ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 22 ટકા વધી 115 ડોલર બેરલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું છે. તો યુએસ ક્રૂડ ફ્યૂચરનો ભાવ 27 ટકા ઉછળી 115.2 ડોલર પ્રતિ બેરલ બોલાય છે. યુએસ ક્રૂડ ફ્યૂચર પાછલા સપ્તાહમાં 35 ટકા ઉછળ્યો છે, જે વર્ષ 1983માં આ ક્રૂડ વાયદામાં ટ્રેડિંગ શરૂ થયા પછીનો સૌથી મોટો ઉછાળો છે. તો પાછલા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ વાયદો 28 ટકા ઉછળ્યો છે, જે એપ્રિલ 2020 પછીનો સૌથી મોટો ઉછાળો છે.

શેર બજાર બિઝનેસ ઈરાન ઈઝરાયલ યુદ્ધ