Share Market News : સેન્સેક્સ 322 પોન્ટ ઘટ્યું, ટ્રમ્પની ટેરિફ ધમકીથી સેન્ટિમેન્ટ ખરાડ્યું

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. આઈટી શેરમાં વેચવાલી અને ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાદવાની ધમકીથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરાડ્યું છે.

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. આઈટી શેરમાં વેચવાલી અને ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાદવાની ધમકીથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરાડ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Live In Gujarati : શેરબજારમાં સોમવારે આઈટી શેરમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા હતા. સેન્સેક્સ 322 પોઇન્ટ ઘટી 85439 અને નિફ્ટી 78 પોઇન્ટ ઘટી 26250 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 85,883 થી 85,315 હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નવા ટેરિફ લાદવાની ચેતવણી આપી છે, જેની અસરે માર્કેટ સેન્ટિમેન્ટ ખરાડ્યું છે.

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલાની અસર દુનિયાભરના શેરબજારો પર અસર જોવા મળશે. સેન્સેક્સ 122 પોઇન્ટ ઘટી 85640 ખુલ્યો છે. આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 230 પોઇન્ટથી વધુ તુટી 85525 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 26,333 ખુલ્યા બાદ 60 પોઇન્ટ ઘટી 26270 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.

સેન્સેક્સના ટોપ 5 લુઝર અને ગેઇનર શેર

સેન્સેક્સના 30 માંથી 15 શેર ઘટ્યા હતા. જેમા એચડીએફસી બેંક 2.3 ટકા, ઇન્ફોસિસ 2.1 ટકા, એચસીએલ ટેક 2 ટકા, બજાજ ફાઈનાન્સ 1.2 ટકા અને ટીસીએસ 1 ટકા ઘટ્યા હતા. જો બીજી બાજુ બીઇએલ 2.6 ટકા, એચયુએલ 1.6 ટકા, ટાટા સ્ટીલ 1.6 કા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.5 ટકા અને એક્સિસ બેંક દોઢ ટકા સુધર્યો હતો.

  • Jan 05, 2026 16:38 IST

    શેરબજાર ઘટવાના 3 કારણ

    આજે શેરબજાર ઘટવા પાછળ 3 મુખ્ય કારણ છે.
    (1) આઈટી શેરમાં વેચવાલી
    (2) ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર નવા ટેરિફ લાદવાની ધમકી
    (3) ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો

  • Jan 05, 2026 16:37 IST

    IT શેર તૂટ્યા, રિયલ્ટી શેરમાં તેજી

    બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સાધારણ વધ્યા હતા. આઈટી શેરમાં વેચવાલીથી આઈટી ઈન્ડેક્સ 1.3 ટકા, ઓઇલ ગેસ 1. 2 ટકા ઘટ્યા હતા. તો રિયલ્ટી શેરમાં તેજીથી ઇન્ડેક્સ 2.2 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સવા ટકા વધ્યો હતો. 

  • Advertisment
  • Jan 05, 2026 16:35 IST

    સેન્સેક્સના ટોપ 5 લુઝર અને ગેઇનર શેર

    સેન્સેક્સના 30 માંથી 15 શેર ઘટ્યા હતા. જેમા એચડીએફસી બેંક 2.3 ટકા, ઇન્ફોસિસ 2.1 ટકા, એચસીએલ ટેક 2 ટકા, બજાજ ફાઈનાન્સ 1.2 ટકા અને ટીસીએસ 1 ટકા ઘટ્યા હતા. જો બીજી બાજુ બીઇએલ 2.6 ટકા, એચયુએલ 1.6 ટકા, ટાટા સ્ટીલ 1.6 કા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.5 ટકા અને એક્સિસ બેંક દોઢ ટકા સુધર્યો હતો.

  • Jan 05, 2026 16:34 IST

    સેન્સેક્સ 322 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 78 પોઇન્ટ નરમ

    શેરબજારમાં સોમવારે આઈટી શેરમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા હતા. સેન્સેક્સ 322 પોઇન્ટ ઘટી 85439 અને નિફ્ટી 78 પોઇન્ટ ઘટી 26250 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 85,883 થી 85,315 હતી. 

  • Jan 05, 2026 14:20 IST

    શેરબજાર 400 પોઇન્ટ ઘટ્યો, નફાવસૂલીથી વોડાફોન આઈડિયા 3 ટકા તૂટ્યો

    અમેરિકાના વેનેઝુએલા પર હુમલા બાદ વૈશ્વિક અનિશ્ચિતતા વધતા શેરબજાર ઉંચા મથાળેથી ઘટ્યા છે. સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટી 85360 લેવસ આસપાસ છે. તો એનએસઇ 100 પોઇન્ટથી વધુના ઘટાડે 26225 આસપાસ છે. ક્રૂડ ઓઇલમાં તેજીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર આજે 1 ટકાથી વધુ સુધરીને 1611 રૂપિયાની નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. જો કે શેરબજારમાં વેચવાલી સાથે RIL પણ ટોચથી ઘટ્યો અને હાલ પોણા ટકાના ઘટાડે 1580 રૂપિયા આસપાસ છે. બીએસઇ ઓઇલ ગેસ ઇન્ડેક્સ 1.5 ટકા ઘટ્યો છે. નફાવસૂલીના દબાણથી વોડાફોન આઈડિયા શેરમાં 3 ટકા જેટલો ઘટ્યો છે.

  • Jan 05, 2026 10:12 IST

    IPO This Week : ભારત કોકિંગ કોલ સહિત 5 IPO ખુલશે, 1 શેર લિસ્ટિંગ થશે

    આઈપીઓ માર્કેટમાં નવા અઠવાડિયા દરમિયાન કામકાજ વધશે. 5 જાન્યુઆરી, 2025થી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 5 નવા આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા એક IPO મેઇનબોર્ડ છે. જો શેર લિસ્ટિંગની વાત કરીયે તો માત્ર 1 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થાનો છે અને તે SME સેગમેન્ટમાં છે.  વધુ વાંચવા અહીં ક્લિક કરો

  • Jan 05, 2026 09:44 IST

    સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ તૂટ્યો, IT શેરમાં ભારે વેચવાલી

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલાની અસર દુનિયાભરના શેરબજારો પર અસર જોવા મળશે. સેન્સેક્સ 122 પોઇન્ટ ઘટી 85640 ખુલ્યો છે. આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 230 પોઇન્ટથી વધુ તુટી 85525 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 26,333 ખુલ્યા બાદ 60 પોઇન્ટ ઘટી 26270 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.

શેર બજાર બિઝનેસ