Share Market: સેન્સેક્સ 943 પોઇન્ટ રિકવરી, નિફ્ટી 25000 ઉપર બંધ

Share Market Today News Highlight : સેન્સેક્સ અને નિફ્ટી રિકવર થયા છે જો કે બોર્ડર માર્કેટમાં વેચવાીથી સ્મોલકેપ અને મિડકેપ નોંધપાત્ર તૂટ્યા છે. આજે બીઇએસ પર 2030 શેર વધીને જ્યારે 2220 શેર ઘટીને બંધ થયા છે, જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હોવાના સંકેત આપે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Live Update In Gujarati : 

બજેટ 2026 બાદ શેરબજાર બાઉન્સ બેક થયું છે. સોમવારે સેન્સેક્સ 943 પોઇન્ટ ઉછળી 81666 બંધ થયો છે. સેન્સેક્સ 100 પોઇન્ટ ઉછળી 81732 ઇન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટ 263 પોઇન્ટની રિકવરીમાં 25088 બંધ થયું છે. શેરબજારમાં બપોર બાદ ઝડપી ઉછાળો આવ્યો છે. શેરબજારમાં રિકવરીનું કારણ ક્રૂડ ઓઇલમાં ઘટાડો અને નીચા ભાવે ક્વોલિટી શેરમાં લેવાલી છે.

Advertisment

શેરબજાર બજેટ 2026ના દિવસે ધડામ થયા બાદ સોમવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ સુધર્યા છે. આજે સેન્સેક્સ 170 પોઇન્ટ જેટલો ઘટી  80,555 ખુલ્યો હતો. જો કે પસંદગીના બ્લુચીપ શેરમાં સુધારાથી માર્કેટ રિકરવ થયું અને સેન્સેક્સ 400 પોઇન્ટ જેટલો વધી 81100 લેવલ ઉપર પહોંચી ગયો હતો. એનએસઇ નિફ્ટી 30 પોઇન્ટ ઘટી 24,796 ખુલ્યો હતો. રિકવરી મોડમાં નિફ્ટી 84 પોઇન્ટ સુધરી 24900 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.

ક્રૂડ ઓઇલ 3 ટકા ઘટ્યું, યુએસ ઇરાન તણાવ ઘટ્યો

સોમવારે ક્રૂડ ઓઇલમાં 3 ટકા ઘટ્યો થયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, ઇરાન વોશિંગ્ટન સાથે ગંભીરતા થી મંત્રણા કરી રહ્યું છે,જેનાથી OPEC મેમ્બર સાથે તણાવ ઘટવાના સંકેત મળ્યા છે. તાજેતરમાં સૈન્ય હુમલાના ખતરાના કારણે ક્રૂડ ઓઇલમાં ઉછાળીને 6 મહિનાની ટોચે પહોંચ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.9 ટકા ઘટી 67.29 ડોલર પ્રતિ બેરલ અને યુએસ ક્રૂડ વાયદો 3.1 ટકા ઘટી 63.17 ડોલર બોલાયો હતો.

સોના ₹4000 સસ્તું થયું, ચાંદીમાં વધુ ₹ 16 હજારનો કડાકો 

સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત છે. આજે સવારે સાડા નવ વાગે એમસીએક્સ ગોલ્ડ વાયદો 4200 રૂપિયાના ઘટાડે 1,37,951 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતો હતો. તો એમસીએક્સ ચાંદી વાયદો 16000 રૂપિયા તૂટ્યો હતો અને 1 કિલો ચાંદીનો ભાવ 2,49,713 રૂપિયા બોલાયો હતો. યુએસ ડોલરમાં મજબૂતી અને ઘરઆંગણે બુલિયન વાયદા ટ્રેડિંગના રિસ્ક માર્જિનમાં વધારો કરતા વાયદા અને હાજર બંને બજારોમાં સોના ચાંદીના ભાવ ઘટ્યા છે છે. નોંધનિય છે કે, તાજેતરમાં એમસીએક્સ ચાંદી 4.4 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આમ રેકોર્ડ હાઇ લેવલથી ચાંદીમાં 1.50 લાખ રૂપિયાથી પણ વધારે કડાકો બોલાયો છે.

Advertisment
  • Feb 02, 2026 16:28 IST

    રોકાણકારોની સંપત્તિ 5 લાખ કરોડ વધી

    આજે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 5 લાખ કરોડ રૂપિયા વધીને 455.03 લાખ કરોડ રૂપિયા થઇ છે. આજે બીઇએસ પર 2030 શેર વધીને જ્યારે 2220 શેર ઘટીને બંધ થયા છે, જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હોવાના સંકેત આપે છે.

  • Feb 02, 2026 16:27 IST

    મિડકેપ અને સ્મોલકેપમાં વેચવાલી

    શેરબજાર નીચી સપાટીથી બાઉન્સ બેક થયા છે પરંતુ ચલણી શેરમાં વેચવાલીથી બીએસઇ સ્મોલકેપ 1050 પોઇન્ટ અને મિડકેપ 699 પોઇન્ટ તૂટ્યા છે. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1000 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 336 પોઇન્ટ, એફએમસીજી 180 પોઇન્ટ અને બેક નિફ્ટી 201 પોઇન્ટ વધ્યા હતા. 

  • Feb 02, 2026 16:23 IST

    મેશો શેર બે દિવસમાં 10 ટકા તૂટ્યો

    ઇ કોમર્સ કંપની મેશોના શેર સતત બીજા દિવસે તૂટ્યા છે. સોમવારે મેશોનો શેર 5 ટકાની સેલર સર્કિટમાં 157 રૂપિયા બંધ થયો છે. આ સાથે બે દિવસમાં મેશો શેર 10 ટકા તૂટ્યો છે. આજે કંપનીની માર્કેટકેપ 70,878 કરોડ રૂપિયા થઇ હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં મેશો કંપનીની ચોખ્ખો ખોટ વાર્ષિક ધોરણે 13 ગણી વધી છે. સાથે જ કંપનીના ખર્ચમાં ઝડપી વધારો થયો છે, જેના લીધે રોકાણકારોની ચિંતા વધી ગઇ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખી ખોટ વધીને 490.7 કરોડ રૂપિયા થઇ છે, જે વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 37.4 કરોડ રૂપિયા હતી. જો કે આવક 32 ટકા વધીને 3517.6 કરોડ રૂપિયા થઇ છે.

  • Feb 02, 2026 16:18 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 25 શેર વધ્યા હતા. જેમા ટોપ 5 ગેઇનર શેરમાં પાવરગ્રીડ 7.6 ટકા, અદાણી પોર્ટ 5 ટકા, બીઇએસ 3.3 ટકા, રિલાયન્સ સવા 3 ટકા અને મહિન્દ્રા 3 ટકા વધ્યા હતા. તો આઈટી અને બેંક શેરમાં વેચવાલીથી એક્સિસ બેંક 2 ટકા, ઇન્ફોસિસ 2 ટકા, ટીસીએસ, ટ્રેન્ટ અે ટાયટનના શેર અડધા ટકા સુધી ઘટ્યા હતા.

  • Feb 02, 2026 16:16 IST

    સેન્સેક્સ 943 પોઇન્ટ રિકવરી, નિફ્ટી 25000 ઉપર બંધ

    બજેટ 2026 બાદ શેરબજાર બાઉન્સ બેક થયું છે. સોમવારે સેન્સેક્સ 943 પોઇન્ટ ઉછળી 81666 બંધ થયો છે. સેન્સેક્સ 100 પોઇન્ટ ઉછળી 81732 ઇન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટ 263 પોઇન્ટની રિકવરીમાં 25088 બંધ થયું છે. શેરબજારમાં બપોર બાદ ઝડપી ઉછાળો આવ્યો છે. શેરબજારમાં રિકવરીનું કારણ ક્રૂડ ઓઇલમાં ઘટાડો અને નીચા ભાવે ક્વોલિટી શેરમાં લેવાલી છે.

  • Feb 02, 2026 15:04 IST

    સેન્સેક્સ 900 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 240 પોઇન્ટ વધી 25000 પાર

    શેરબજારમાં રિકવરી ટ્રેન્ડથી સેન્સેક્સ નિફ્ટી ઉછળ્યા છે. સેન્સેક્સ 900 પોઇન્ટ ઉછળી 81640 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 240 પોઇન્ટ ઉછળી 25000 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આઈટી અને બેંક સિવાયના તમામ બ્લુચીપ શેર 1 થી 8 ટકા સુધી વધ્યા છે.

  • Feb 02, 2026 10:45 IST

    આ અઠવાડિયે 3 આઈપીઓ ખુલશે, 5 કંપનીના શેર લિસ્ટિંગ થશે

    આઈપીઓ માર્કેટમાં આ અઠવાડિયે એકંદરે સામાન્ય ચલચલ જોવા મળશે. 2 ફેબ્રુઆરીથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 3 નવા આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે. આ તમામ SME IPO છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા એક આઈપીઓ સીકેકે રિટલ માર્ટ આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી મળશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ અઠવાડિયે સ્ટોક એક્સચેન્જ પર 5 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો

  • Feb 02, 2026 09:46 IST

    ક્રૂડ ઓઇલ 3 ટકા ઘટ્યું, યુએસ ઇરાન તણાવ ઘટ્યો

    સોમવારે ક્રૂડ ઓઇલમાં 3 ટકા ઘટ્યો થયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, ઇરાન વોશિંગ્ટન સાથે ગંભીરતા થી મંત્રણા કરી રહ્યું છે,જેનાથી OPEC મેમ્બર સાથે તણાવ ઘટવાના સંકેત મળ્યા છે. તાજેતરમાં સૈન્ય હુમલાના ખતરાના કારણે ક્રૂડ ઓઇલમાં ઉછાળીને 6 મહિનાની ટોચે પહોંચ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.9 ટકા ઘટી 67.29 ડોલર પ્રતિ બેરલ અને યુએસ ક્રૂડ વાયદો 3.1 ટકા ઘટી 63.17 ડોલર બોલાયો હતો.

  • Feb 02, 2026 09:42 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટ વધી 81000 પાર, નિફ્ટી 24900 ઉપર મજબૂત

    શેરબજાર બજેટ 2026ના દિવસે ધડામ થયા બાદ સોમવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ સુધર્યા છે. આજે સેન્સેક્સ 170 પોઇન્ટ જેટલો ઘટી  80,555 ખુલ્યો હતો. જો કે પસંદગીના બ્લુચીપ શેરમાં સુધારાથી માર્કેટ રિકરવ થયું અને સેન્સેક્સ 400 પોઇન્ટ જેટલો વધી 81100 લેવલ ઉપર પહોંચી ગયો હતો. એનએસઇ નિફ્ટી 30 પોઇન્ટ ઘટી 24,796 ખુલ્યો હતો. રિકવરી મોડમાં નિફ્ટી 84 પોઇન્ટ સુધરી 24900 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.

બિઝનેસ શેર બજાર