/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/bse-sensex.jpg)
બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ એ ભારત અને એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. (Express Photo)
Share Market Sensex Nifty Today News : શેરબજારમાં સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી અને સેન્સેક્સ - નિફ્ટી વધીને બંધ થયા હતા. બીએસઇ સેન્સેક્સ 560 પોઇન્ટ વધી 73648 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 189 પોઇન્ટ વધી 22336 બંધ થયો છે. બેંક નિફ્ટી પણ 250 પોઇન્ટ મજબૂત થયો હતો. બેન્ક, ફાઈનાન્સ અને આઈટી શેરમાં નીચા ભાવે લેવાલી નીકળતા સેન્સેક્સને સપોર્ટ મળ્યો છે.
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર સ્ટોક
બીએસઇ સેન્સેક્સ બેન્ચમાર્કના 30 માંથી 25 બ્લુચીપ સ્ટોક વધ્યા હતા. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર સ્ટોકમાં એલ એન્ડ ટી 2.7 ટકા, બજાજ ફાઈનાન્સ 2.4 ટકા, એક્સિસ બેંક 2.4 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.2 ટકા અને વિપ્રો 2 ટકા વધ્યા હતા. એનએસઇ નિફ્ટીના 50 માંથી 44 શેર વધ્યા હતા.
શેરબજારમાં સુધારાથી રોકાણકારોની સંપત્તિમાં 4.41 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન397.86 લાખ કરોડ રૂપિયા થઇ છે, જે અગાઉ 393.45 લાખ કરોડ રૂપિયા હતી.
શેરબજારમાં DIIની લેવાલી જ્યારે FIIની વેચવાલી
ભારતીય શેરબજારને નીચા મથાળે સ્થાનિક રોકાણકારો તરફથી સારો સપોર્ટ મળી રહ્યો છે. પ્રાથમિક આંકડા મુજબ 22 એપ્રિલ, 2024ના રોજ ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (ડીઆઈઆઇ)એ આજે શેરબજારમાં 3543 કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી છે. જ્યારે ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) દ્વારા 2915 કરોડ રૂપિયાની મૂલ્યના શેર વેચવામાં આવ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/stock-market-trading-tips.jpg)
આ પણ વાંચો | હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ હપ્તામાં ચૂકવી શકાશે, સિનિયર સિટીઝન પણ આરોગ્ય વીમો ખરીદી શકશે
શેરબજાર હવે કઇ દિશામાં જશે
શેરબજાર માં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો છે. મિડક ઇસ્ટમાં ઇરાન અને ઈઝરાયલ યુદ્ધની ચિંતા થોડીક હળવી થતા શેરબજારોએ હાશકારો અનુભવ્યો છે. એશિયા સહિત યુરોપિયન માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ હતો. ઘરઆંગણે કોર્પોરેટ કંપનીઓના ત્રિમાસિક પરિણામ એકંદરે સારા આવી રહ્યા છે, પરિણામે સ્ટોક પેસિફિક ટ્રેન્ડ પોઝિટવ છે. આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડવાની આગાહી જે ભારતીય અર્થતંત્ર માટે સારી વાત છે. ભારતીય શેરબજારને નીચા મથાળે સ્થાનિક રોકાણકારો તરફથી સારો સપોર્ટ મળી રહ્યો છે. જો ડીઆઈઆઈની લેવાલી જળવાઇ રહે તો શેરબજારમાં સુધારો ટકી રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us