/indian-express-gujarati/media/media_files/2025/12/24/share-market-bse-sensex-2025-12-24-09-35-28.jpg)
Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))
Share Market Today News Highlight : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી વર્ષ 2025ના છેલ્લા દિવસે સુધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 545 પોઇન્ટ વધી 85220 અને નિફ્ટી 191 પોઇન્ટ વધી 26129 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 700 પોઇન્ટ જેટલો વધીને 85437ની ટોચે પહોંચ્યો હતો અને નિફ્ટી 26,187 ઇન્ટ્રા ડે હાઇ થયો હતો. આજે બીએસઇની માર્કેટકેપ 475.79 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગ્લોબલ માર્કેટના મજબૂત સંકેતોના પગલે સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 118 પોઇન્ટ વધી 84793 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો વધી 84929 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી 33 પોઇન્ટ સુધરી 25,971 ખુલ્યો હતો. પોઝિટિવ ટ્રેન્ડમાં નિફ્ટી 26000 ક્રોસ થયો હતો.
ડોલર સામે રૂપિયો નરમ ખુલ્યો
બુધવારે ડોલર સામ રૂપિયો 1 પૈસા ઘટીને 89.86 ખુલ્યો હતો. મંગળવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 89.87 બંધ થયો હતો.
જિંદાલ સ્ટીલ શેર બે મહિનાની ઉંચી સપાટી પર
આજે બીએસઇ પર જિંદાલ સ્ટીલનો શેર ઓપનિંગ શેરમાં 4 ટકા કે 40 રૂપિયા જેટલો વધીને 1065 રૂપિયા સુધી ગયો હતો. જે છેલ્લે બે મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. આ શેર 13 નવેમ્બરે 1098 રૂપિયાની વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આમ હાલ આ શેર 52 અઠવાડિયાની ટોચથી 3.3 ટકા જેટલા નીચા ભાવે ટ્રેડિંગ કરી રહ્યો છે.
- Dec 31, 2025 16:23 IST
શેરબજારમાં સાર્વત્રિક તેજી, મિડકેપ સ્મોલકેપમાં તેજી
મિડકેપ 468 પોઇન્ટ અને સ્મોલકેપ 604 પોઇન્ટ ઉછળ્યા હતા. ટેલિકોમને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધીને બંધ રહેતા શેરબજારમાં સાર્વત્રિક તેજીનો માહોલ હતો. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 745 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 820 પોઇન્ટ, મેટલ 548 પોઇન્ટ, ઓટો 631 પોઇન્ટ, ઓઇગ લેસ 763 પોઇન્ટ, હેલ્થકેર 371 પોઇન્ટ વધ્યા હતા.
- Dec 31, 2025 16:18 IST
વોડાફોન આઈડિયા શેર વર્ષની ટોચથી 15 ટકા તૂટ્યો
વોડાફોન આઈડિયા શેરની તેજીને બ્રેક લાગી અને શેર 11 ટકા ઘટીને બંધ થયો હતો. બીએસઇ પણ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાનો શેર આજે 12.80 રૂપિયા, 52 અઠવાડિયાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. જો કે ઉંચા મથાળે વેચવાલીના દબાણથી શેર 15 ટકા જેટલો ઘટીને 10.26 રૂપિયા થયો હતો. બીએસઇ પર છેલ્લે આ શેર 11 ટકા ઘટી 10.76 બંધ થયો છે. માહિતી મુજબ કેન્દ્રિય મંત્રીમંડળે વોડાફોન આઈડિયા માટે રાહત પેકેજને મંજૂરી આપી છે. ઉપરાંત બાકી એજીઆર 87695 કરોડ રૂપિયા યથાવત રાખ્યું છે જેની ચૂકવણી નાણાકીય વર્ષ 2031-32 થી 2040- 41 વચ્ચે કરવાની રહેશે. નોંધનિય છે કે, વોડાફોન આઈડિયા કંપનીમાં ભારત સરકાર પણ બહુમત હિસ્સો ધરાવે છે.
- Dec 31, 2025 16:13 IST
સેન્સેક્સના ટોપ 5 ગેઇનર અને લૂઝર શેર
આજે સેન્સેક્સના 30 માંથી 25 બ્લુચીપ શેર વધ્યા હતા. જેમા સૌથી વધુ વધેલા ટોપ 5 શેરમાં ટાટા સ્ટીલ અઢી ટકા, કોટક બેંક 2.2 ટકા, રિલાયન્સ 1.9 ટકા, એક્સિસ બેંક 1.8 ટકા અને ટાયટન 1.8 ટકા વધ્યા હતા. તો ટોપ 5 લુઝર શેરમાં સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસના શેર સવા ટકા સુધી ઘટ્યા હતા.
- Dec 31, 2025 16:11 IST
સેન્સેક્સ 545 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 191 પોઇન્ટ વધ્યો
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી વર્ષ 2025ના છેલ્લા દિવસે સુધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 545 પોઇન્ટ વધી 85220 અને નિફ્ટી 191 પોઇન્ટ વધી 26129 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 700 પોઇન્ટ જેટલો વધીને 85437ની ટોચે પહોંચ્યો હતો અને નિફ્ટી 26,187 ઇન્ટ્રા ડે હાઇ થયો હતો.
- Dec 31, 2025 12:36 IST
સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 150 પોઇન્ટ વધી 26100 નજીક
શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડથી સેન્સેક્સ 450 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 85,150 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 150 પોઇન્ટ વધીને 26000 લેવલ ક્રોસ કરી 26100 આસપાસ છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ટાયટન, પાવરગ્રીડ, રિલાયન્સ, ટ્રેન્ટના શેર દોઢ થી 3 ટકા આસપાસ વધ્યા છે.
- Dec 31, 2025 11:59 IST
2025ના સૌથી શ્રેષ્ઠ અને ખરાબ ટોપ 5 IPO
આઈપીઓ માટે વર્ષ 2025 એકંદરે કહી ખુશી કહી ગમ જેવો માહોલ રહ્યો છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 107 મેઈનબોર્ડ IPO લિસ્ટેડ થયા છે. જેમાથી 56 શેર ભાવ તેના આઈપીઓ પ્રાઇસ બેન્ડથી ઉપર ટ્રેન્ડ થઈ રહ્યા છે, જ્યારે 51 શેરના ભાવ IPO ઇશ્યૂ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. સરળ શબ્દોમાં કહીયે તો અત્યાર સુધીમાં આશરે 48 ટકા IPO એ નકારાત્મક વળતર આપ્યું છે. વધુ વાંચા અહીં ક્લિક કરો
- Dec 31, 2025 10:03 IST
જિંદાલ સ્ટીલ શેર બે મહિનાની ઉંચી સપાટી પર
આજે બીએસઇ પર જિંદાલ સ્ટીલનો શેર ઓપનિંગ શેરમાં 4 ટકા કે 40 રૂપિયા જેટલો વધીને 1065 રૂપિયા સુધી ગયો હતો. જે છેલ્લે બે મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. આ શેર 13 નવેમ્બરે 1098 રૂપિયાની વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આમ હાલ આ શેર 52 અઠવાડિયાની ટોચથી 3.3 ટકા જેટલા નીચા ભાવે ટ્રેડિંગ કરી રહ્યો છે.
- Dec 31, 2025 09:58 IST
ડોલર સામે રૂપિયો નરમ ખુલ્યો
બુધવારે ડોલર સામ રૂપિયો 1 પૈસા ઘટીને 89.86 ખુલ્યો હતો. મંગળવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 89.87 બંધ થયો હતો.
- Dec 31, 2025 09:58 IST
સેન્સેક્સ 100 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી સાધારણ વધ્યો
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગ્લોબલ માર્કેટના મજબૂત સંકેતોના પગલે સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 118 પોઇન્ટ વધી 84793 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો વધી 84929 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી 33 પોઇન્ટ સુધરી 25,971 ખુલ્યો હતો. પોઝિટિવ ટ્રેન્ડમાં નિફ્ટી 26000 ક્રોસ થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us