IPO : 2025ના 5 આઈપીઓ જેમા રોકાણકારો થયા માલામાલ, તો આ 5 IPOમાં જંગી નુકસાન

Best And Worst IPO Return Of 2025 : વર્ષ 2025માં 107 મેઇનબોર્ડ આઈપીઓ માંથી 51 કંપનીના શેર IPO ઇશ્યૂ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. અહીં 2025ના સૌથી વધુ રિટર્ન આપનાર અને સૌથી વધુ નુકસાન કરાવનાર ટોપ 5 આઈપીઓ વિશે જાણકારી આપી છે.

Best And Worst IPO Return Of 2025 : વર્ષ 2025માં 107 મેઇનબોર્ડ આઈપીઓ માંથી 51 કંપનીના શેર IPO ઇશ્યૂ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. અહીં 2025ના સૌથી વધુ રિટર્ન આપનાર અને સૌથી વધુ નુકસાન કરાવનાર ટોપ 5 આઈપીઓ વિશે જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
New Update
IPO | IPO Return In 2025 | Best And Worst IPO Of 2025

Top Five Best And Worst IPO Of 2025 : 2025ના સૌથી શ્રેષ્ઠ અને ખરાબ ટોચના 5 આઈપીઓ Photograph: (Freepik)

Top performing IPOs in India 2025 : આઈપીઓ માટે વર્ષ 2025 એકંદરે કહી ખુશી કહી ગમ જેવો માહોલ રહ્યો છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 107 મેઈનબોર્ડ IPO લિસ્ટેડ થયા છે. જેમાથી 56 શેર ભાવ તેના આઈપીઓ પ્રાઇસ બેન્ડથી ઉપર ટ્રેન્ડ થઈ રહ્યા છે, જ્યારે 51 શેરના ભાવ IPO ઇશ્યૂ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. સરળ શબ્દોમાં કહીયે તો અત્યાર સુધીમાં આશરે 48 ટકા IPO એ નકારાત્મક વળતર આપ્યું છે. 

Advertisment

વર્ષ 2025માં પાંચ IPO માં તેમના ઇશ્યૂ ભાવની તુલનામાં 77 થી 135 ટકાનો વધારો ( IPO Market Return) જોવા મળ્યો છે. જ્યારે પાંચ IPO એવા છે, જેમા રોકાણકારોને 39 થી 52 ટકા સુધીનું નુકસાન થયું છે. અહીં સૌથી વધુ રિટર્ન આપનાર અને નુકસાન થયું હોય તેવા વર્ષ 2025ના ટોપ 5 IPO વિશે જાણકારી આપી છે.

Best Top 5 IPO In 2025 : 2025ના શ્રેષ્ઠ 5 આઈપીઓ 

Aditya Infotech : આદિત્ય ઇન્ફોટેક 

આદિત્ય ઇન્ફોટેકનો શેર 5 ઓગસ્ટ, 2025ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. IPOની અપર પ્રાઇસ બેન્ડ 675 રૂપિયા હતી. લિસ્ટિંગના દિવસે શેર 1083 રૂપિયા બંધ થયો હતો. એટલે કે, લિસ્ટિંગના દિવસે શેર લગભગ 60 ટકા વધ્યો હતો. 31 ડિસેમ્બરે, 2025ના રોજ બીએસઇ આ કંપનીનો શેર ભાવ 1500 રૂપિયા આસપાસ બોલાતો હતો. આમ આદિત્ય ઇન્ફોટેકના શેરમાં IPO રોકાણકારોને 127 ટકા રિટર્ન મળ્યું છે.

Stallion India Fluorochemicals :  સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ 

સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો શેર 23 જાન્યુઆરી, 2025 ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. IPO ઇશ્યૂ પ્રાઇસ 90 રૂપિપા હતી. જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 126 રૂપિયાના ભાવ બંધ થયો હતો. એટલે કે લિસ્ટિંગના દિવસે શેરમાં લગભગ 40 ટકાનું વળતર મળ્યું હતું. આજે બીએસઇ પર આ શેરનો ભાવ 240 રૂપિયા છે. જે IPO ઇશ્યૂ ભાવ કરતા 90 ટકાનો વધારો દર્શાવે છે.

Advertisment

Ather Energy (એથર એનર્જી)

એથર એનર્જીનો શેર 6 મે, 2025 ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. IPO માટે અપર પ્રાઇસ બેન્ડ 321 રૂપિયા હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે તે 302 રૂપિયા બંધ થયો હતો. એટલે કે લિસ્ટિંગના દિવસે શેર  ભાવ લગભગ 6 ટકા ઘટ્યો હતો. હાલ આ શેરનો ભાવ 750 રૂપિયા બોલાય છે. આમ IPO રોકાણકારોને 150 ટકા જેટલું રિટર્ન મળ્યું છે.

Meesho Ltd (મીશો લિમિટેડ)

મીશો લિમિટેડના શેર 10 ડિસેમ્બર , 2025ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયા હતા. IPOની ઇશ્યૂ પ્રાઇસ 111 રૂપિયા હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 170 રૂપિયા બંધ થયો હતો. એટલ કે લિસ્ટિંગના દિવસે આઈપીઓ શેરધારકોને આશરે 53 ટકાનું લિસ્ટિંગ ગેઇન મળ્યું હતું. આ શેર 18 ડિસેમ્બરે  254 રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ સતત ઘટ્યો છે. હાલ બીએસઇ પર મીશો લિમિટેડનો શેર ભાવ 184 રૂપિયા બોલાય છે, જે તેના IPO રોકાણકારોને 77 ટકા રિટર્ન દર્શાવે છે.

Belrise Industries (બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ)

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો શેર 28 મે, 2025 ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. IPO અપર પ્રાઇસ બેન્ડ 90 રૂપિયા હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 97 રૂપિયા બંધ થયો હતો. આમ લિસ્ટિંગ ગેઇન 8 ટકા જેટલું હતું. હાલ બીએસઇ પર શેર ભાવ 182 રૂપિયા બોલાય છે, આમ આઈપીઓ શેરધારકોને 100 ટકા રિટર્ન મળ્યું છે.

Top 5 Worst IPO In 2025 : વર્ષ 2025ના સૌથી ખરાબ 5 આઈપીઓ

Glottis Ltd (ગ્લોટિસ લિમિટેડ)

ગ્લોટિસ લિમિટેડનો શેર 7 ઓક્ટોબર, 2025 ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. IPO અપર પ્રાઇસ બેન્ડ 129 રૂપિયા હતો. લિસ્ટિંગના દિવસે બંધ શેર ભાવ 84 રૂપિયા હતો. આમ લિસ્ટિંગ ગેઇન 35 ટકા જેટલું હતું. હાલ બીએસઇ પર શેર ભાવ 62 રૂપિયા આસપાસ છે, જે IPO ઇશ્યૂ પ્રાઇસથી 52 ટકાનો ઘટાડો દર્શાવે છે.

Laxmi Dental Ltd (લક્ષ્મી ડેન્ટલ લિમિટેડ)

લક્ષ્મી ડેન્ટલનો શેર 20 જાન્યુઆરી, 2025ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. IPO ઇશ્યૂ પ્રાઇસ 428 રૂપિયા હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 551 રૂપિયા પર બંધ થયો હતો. એટલે કે લિસ્ટિંગના દિવસે 29 ટકાનું રિટર્ન મળ્યુ હતું. હાલ બીએસઇ પર તેનો શેર ભાવ 272 રૂપિયા બોલાય છે. જે આઈપીઓની તુલનામાં 37 ટકા જેટલો નીચો ભાવ છે.

Jaro Institute of Technology Management : જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ 

જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચનો શેર 30 સપ્ટેમ્બર, 2025ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. IPO ઇશ્યૂ પ્રાઇસ 890 રૂપિયા હતી. લિસ્ટિંગના દિવસે શેર 744 રૂપિયા બંધ થયો હતો. આમ લિસ્ટિંગના દિવસે જ શેર 16 ટકા ઘટ્યો હતો. હાલ બીએસઇ પર કંપનીનો શેર ભાવ 461 રૂપિયા બોલાય છે, એટલે કે આ IPOમાં રોકાણકારોની 50 ટકા મૂડી ધોવાઇ ગઇ છે.

VMS TMT (વીએમએસ ટીએમટી)

VMS TMT નો શેર 24 સપ્ટેમ્બર, 2025ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. IPO શેર લિસ્ટિંગ ભાવ 95 રૂપિયા હતો, જ્યારે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 99 રૂપિયા છે. આમ લિસ્ટિંગના દિવસે શેરમાં આશરે 4 ટકાનો ઘટાડો થયો હતો. હાલ બીએસઇ પર શેર ભાવ 54 રૂપિયા આસપાસ છે, જે IPO પ્રાઇસથી 46 ટકાનું નુકસાન દર્શાવે છે.

Gem Aromatics (જેમ એરોમેટિક્સ) 

જેમ એરોમેટિક્સનો શેર 26 ઓગસ્ટ, 2026ના રોજ શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. IPOની અપર પ્રાઇસ બેન્ડ 325 રૂપિયા છે, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર 319 રૂપિયા બંધ થયો. આમ લિસ્ટિંગના દિવસે શેરમાં આશરે બે ટકા જેટલો ઘટાડો થયો હતો. હાલ બીએસઇ પર આ શેરનો ભાવ 167 રૂપિયા બોલાય છે, જે તેના IPO ઈશ્યૂ પ્રાઇસથી 49 ટકા નીચો ભાવ છે.

2025માં IPO દ્વારા 1.76 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા

IPO સેન્ટ્રલના ડેટા અનુસાર, 2025માં મૂડીબજારમાં આવેલા 103 IPO દ્વારા કુલ ₹1.76 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. આ રકમ 2024માં 90 કંપનીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા ₹1.6 લાખ કરોડ અને 2023 માં 57 કંપનીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા ₹49,436 કરોડ કરતા વધારે છે.

આ પણ વાંચો | ચાંદીમાં 5 વર્ષનો સૌથી મોટો કડાકો, ઐતિહાસિક ટોચથી 15 હજારનો ઘટાડો, શું 2026માં પણ તેજી ચાલુ રહેશે?

મજબૂત સ્થાનિક મૂડીપ્રવાહ અને રોકાણકારોના વિશ્વાસથી રેકોર્ડ ભંડોળ ઊભું કરવામાં મદદ મળી. ઇક્વિરસ કેપિટલના શાહે જણાવ્યું હતું કે ભારતની મેક્રોઇકોનોમિક સ્થિરતા (મજબૂત GDP વૃદ્ધિ, નિયંત્રિત ફુગાવા અને અનુકૂળ નીતિઓ સહિત) એ વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારોમાં વિશ્વાસ વધાર્યો છે.

(નોંધ: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. તે રોકાણ સલાહ નથી. ભૂતકાળમાં કોઈપણ સ્ટોક વળતર આપતો રહેશે તેની કોઈ ગેરંટી નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)

આઈપીઓ શેર બજાર બિઝનેસ