/indian-express-gujarati/media/media_files/2025/12/30/silve-price-down-2025-12-30-15-04-02.jpg)
Silve Price Crash : ચાંદીના ભાવે ઐતિહાસિક ટોચથી જબરદસ્ત ઘટ્યા છે. Photograph: (Social Media)
Gold Silver Down From All Time High : ચાંદીના ભાવમાં ઐતિહાસિક ટોચેથી જબરદસ્ત કડાકો બોલાયો હતો. સોમવારે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીમાં 15,000 રૂપિયાનો કડાકો બોલાતા 1 કિલોનો ભાવ 2,37,000 રૂપિયા પ્રતિ કિલો થયો છે. તેના આગલા દિવસે 1 કિલો ચાંદીની કિંમત 2,52,000 રૂપિયા રેકોર્ડ હાઇ લેવલે પહોંચી હતી. ચાંદી સાથે ઓલટાઇમ હાઇ લેવલથી સોના પણ ઘટ્યુ હતું. ઐતિહાસિક ટોચથી સોના ચાંદીમાં મોટા ઘટાડાથી રોકાણકારો મૂંઝવણમાં છે.
ચાંદીમાં 5 વર્ષનો સૌથી મોટો કડાકો
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, વર્ષના અંતમાં ઐતિહાસિક તેજીના પગલે બંને કિંમતી ધાતુઓ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી ગઈ હતી. જ્યારે ઘણા વેપારીઓએ નફો બુક કરવાનું નક્કી કર્યું હતું, બીજી બાજુ વૈશ્વિક બજારોમાં ન્યુ યર હોલીડેના ઓછા ટ્રેડિંગ કામકાજથી ભાવ અસ્થિરતા તીવ્ર થઇ ગઇ હતી. સોનાના ભાવમાં એક દિવસમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો છે, જે 21 ઓક્ટોબર પછીનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો છે. તો ચાંદીના ભાવમાં લગભગ 11% નો ઘટાડો થયો હતો, જે સપ્ટેમ્બર 2020 પછીનો સૌથી મોટો ઇન્ટ્રા ડે કડાકો હતો.
વૈશ્વિક સ્તરે બપોર સુધીમાં ન્યૂયોર્ક ગોલ્ડ 4.2 ટકા ઘટીને 4343.38 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. મુખ્ય ગોલ્ડ માઇનર્સના શેરમાં પણ ઘટાડો થયો હતો. ન્યૂમોન્ટ, બેરિક માઇનિંગ અને એગ્નિકો ઇગલ માઇન્સના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો હતો.
ચાંદીની કિંમત 8.5 ટકા ઘટીને 72.58 ડોલર પ્રતિ ઔંસ થઈ, જે 84.01 ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ હતી. તો પ્લેટિનમમાં 14% નો તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જ્યારે પેલેડિયમ લગભગ 16% તૂટ્યુ હતું. બંને ધાતુઓમાં ઘટાડો 2020 પછીનો સૌથી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો હતો.
આ તીવ્ર ઘટાડો થવા છતાં, ચાંદી હજી પણ આ વર્ષે લગભગ 140 ટકાનો રેકોર્ડ બ્રેક ઉછાળો દર્શાવે છે. આ જ કારણ છે કે હવે રોકાણકારો સામે એક મોટો સવાલ ઉભો થયો છે કે ચાંદીના ભાવ હવે કઈ દિશામાં જશે?
બજારના સંકેતો પહેલાથી જ ચેતવણી આપી રહ્યા હતા કે ચાંદીના ભાવમાં જરૂરિયાત કરતા વધુ વધારો થયો છે. ડિસેમ્બરના મધ્યથી ચાંદીના ભાવમાં 25 ટકાથી વધુનો વધારો થયો હતો. તેનું મોમેન્ટમ ઇન્ડિકેટર 70 ના સ્તરથી ઉપર રહ્યું હતું, જે એક સંકેત છે કે ચાંદીમાં ઐતિહાસિક તેજી બાદ ઘણા રોકાણકારો બજારમાં પ્રવેશ્યા હતા. જ્યારે લંડનના ચાંદીના બજારમાં ગંભીર "સ્ક્વિઝ" જોવા મળી હતી, તેના માત્ર બે મહિના બાદ જ આ નવી તેજી જોવા મળી હતી. તે સમયગાળા દરમિયાન, ઇટીએફમાં જંગી ખરીદી અને ભારતમાં નિકાસને કારણે, પહેલાથી જ ઘટી ગયેલી ઇન્વેન્ટરીઝમાં વધુ ઘટાડો થયો હતો.
ભાવમાં ઘટાડા સાથે, દુનિયાના સૌથી મોટી ફિઝિકલ સિલ્વર ઇટીએફ iShares Silver Trust પણ લગભગ 10% તૂટ્યો. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, 2020 પછીનો આ સૌથી મોટો ઘટાડો હતો.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Gold-Silver-Price-Crash.jpg)
સોના ના પગલે આગળ વધી રહી છે ચાંદી?
આ વર્ષે કિંમતી ધાતુની માંગ ઘણી મજબૂત રહી કારણ કે, યુએસ ડોલરમાં નબળાઇ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી દુનિયાભરમાં વ્યવસાયિક સંબંધોમાં તણાવ વધ્યો હતો. ઘણા રોકાણકારોનું માનવું છે કે જ્યારે સોનાની કિંમત વધે છે, ત્યારે ચાંદી પણ તેની સાથે આગળ વધે છે. કેટલાક વેપારીઓ સોના-ચાંદીના ભાવ ગુણોત્તર (ગોલ્ડ-ટુ-સિલ્વર રેશિયો) પર પણ નજર રાખે છે. આ વર્ષની શરૂઆતમાં, ગુણોત્તર 100 થી ઉપર ગયો હતો, જેને ઘણા લોકો ચાંદી ખરીદવાની નિશાની માનતા હતા.
ચીનમાં ચાંદીની જંગી ખરીદી
જ્યારે ચાંદીની કિંમત 84 ડોલર પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગઈ હતી, ત્યારબાદ અચાનક ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. આ તેજીનું મુખ્ય કારણ ચીનમાં ભારે ખરીદી હતી. ચીની રોકાણકારોની મજબૂત માંગને કારણે ભાવમાં વધારો થયો અને શાંઘાઈમાં પ્રીમિયમ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.
શાંઘાઈમાં હાજર ચાંદીના ભાવ લંડનની તુલનામાં 8 ડોલર પ્રતિ ઔંસથી વધુ ઉંચા બોલાઇ રહ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો તફાવત છે. ચાઇના ફ્યુચર્સ લિમિટેડના વિશ્લેષક વાંગ યાનકિંગે જણાવ્યું હતું કે અટકળો આત્યંતિક સ્તરે પહોંચી ગઈ છે. વાંગે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે, "સટ્ટાબાજીનું વાતાવરણ ખૂબ જ મજબૂત છે." સપ્લાયની અછત વિશે ઘણા પ્રકારના સમાચાર છે, તેણે ભાવ વૃદ્ધિને વેગ આપ્યો છે.”
સિલ્વર ETFsમાં જંગી રોકાણ
આ વર્ષે સિલ્વર બેક્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં પણ જંગી રોકાણ આવ્યું છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, આ ફંડ્સમાં 150 મિલિયન ઔંસથી વધુ ચાંદી ઉમેરાઇ છે.
જો કે, હોલ્ડિંગ્સ હજી પણ 2021 ના રિટેલ ટ્રેડિંગ તેજી દરમિયાન જોવા મળેલા ઓલ-ટાઇમ હાઇથી નીચે છે. પરંતુ આ સતત ઇન્ફોલથી બજારમાં ઉપલબ્ધ ચાંદીની માત્રામાં ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, આ વર્ષે લગભગ દર મહિને ઇટીએફ હોલ્ડિંગ્સમાં વધારો થયો છે.
સટ્ટાબાજી ઘટાડવા એક્સચેન્જોના પગલાં
કેટલાક એક્સચેન્જો જોખમને નિયંત્રિત કરવા માટે દખલગીરી કરી રહ્યા છે. સીએમઇ ગ્રુપે જણાવ્યું હતું કે કેટલાક કોમેક્સ સિલ્વર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના માર્જિનમાં સોમવારથી વધારો કરવામાં આવ્યો છે. જ્યારે માર્જિન વધે છે, ત્યારે ટ્રેડરોએ તેમની પોઝિશન ખુલ્લી રાખવા માટે વધુ રોકાણ કરવું પડે છે. જે વેપારીઓ આ કરી શકતા નથી તેમને તેમના ટ્રેડ ઘટાડવા અથવા ક્લોઝ કરવાની ફરજ પાડવામાં આવે છે. વિશ્લેષકો કહે છે કે આ નિર્ણયથી અટકળો ધીમી પડી શકે છે.
સટ્ટાકીય ટ્રેડિંગથી ચાંદીના ભાવ સતત વધતા રહેશે
ચાંદીના ભાવ વધારાના ઘણા સંકેતો મળી રહ્યા છે. ઘણા વેપારીઓ કૉલ ઓપશન્સ ખરીદી રહ્યા છે, જે ઊંચા ભાવો પર દાવ લગાવવાની એક લોકપ્રિય રીત છે. સૌથી મોટા સિલ્વર ETF, iShares સિલ્વર ટ્રસ્ટમાં આ પ્રકારની સટ્ટાબાજી હવે 2021 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે.
જો કે, લંડનના વોલ્ટમાં 2021 પછી થોડીક સપ્લાય થઇ છે. પરંતુ વિશ્વની મોટાભાગની ઉપલબ્ધ ચાંદી હજી પણ ન્યૂયોર્કમાં રાખવામાં આવે છે. વેપારીઓ યુએસની તપાસના પરિણામની રાહ જોઈ રહ્યા છે જે ટેરિફ અથવા અન્ય વેપાર પ્રતિબંધો તરફ દોરી શકે છે.
આ પણ વાંચો | વર્ષ 2026 થી આ 10 નિયમ બદલાશે, દરેક વ્યક્તિને અસર થશે
ચાંદી પર દબાણ
માર્કેટ સ્ટ્રેટેજિસ્ટને ટાંકીને બ્લૂમબર્ગ કહે છે કે, ચાંદીના ભાવમાં અસામાન્ય વધઘટ હાજર બજારમાં મોટી સમસ્યાના સંકેત આપે છે. માર્કેટ્સ લાઇવના મેક્રો સ્ટ્રેટેજિસ્ટ બ્રેન્ડન ફાગને જણાવ્યું હતું કે, ચાંદીમાં તીવ્ર વધારો અને અચાનક ઘટાડો દર્શાવે છે કે કેટલી સપ્લાય દબાણ હેઠળ છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે નવું વર્ષ નજીક આવી રહ્યું છે, ચીન હવે એક મુખ્ય દબાણ બિંદુ બની ગયું છે. આ ક્ષણે, ચાંદી મજબૂત માંગ, મર્યાદિત પુરવઠો અને ઝડપથી વિકસતા બજાર વચ્ચે ફસાઈ ગઈ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us