/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-52.jpg)
શેરબજારમાં ઘટાડાની પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)
Share Market Today News Highlight : શેરબજારમાં ગુરુવારે જબરદસ્ત કડાકો બોલાતા સેન્સેક્સ નિફ્ટી સતત ચોથા દિવસે ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 780 પોઇન્ટ ઘટી 84,180 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 84110 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 264 પોઇન્ટ ઘટી 25876 બંધ થયો છે. આમ ચાર દિવસની મંદીમાં સેન્સેક્સ 1582 પોઇન્ટ તૂટ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 500 ટકા ટેરિફ લાદવાની ધમકી આપતા શેરબજારમાં તીવ્ર વેચવાલી આવી છે. સાર્વત્રિક વેચવાલીથી શેરબજારના તમામ ઇન્ડેક્સ ઘટીને બંધ થયા છે. શેરબજારના રોકાણકારોને 7.78 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
શેરબજારમાં મંદી આગળ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. ગુરુવારે પણ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 182 પોઇન્ટ ઘટી 84,778 ખુલ્યો હતો. આઈટી, બેંક અને ઓટો શેરમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો તૂટી 84,705 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટી 26,106 ખુલ્યો હતતો. નિફ્ટી માટે 26000 મજબૂત સપોર્ટ લેવલ છે.
ક્રૂડ ઓઇલમાં તેજી
વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ ક્રૂડ ઓઇલમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. ગુરુવારે યુએસ ક્રેડ 0.7 ટકા વધી 56.38 ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. તો બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર 0.68 ટકા વધી 60.37 ડોલર પ્રતિ બેરલ થયુ હતું. અમેરિકાના ટોચના અધિકારીઓએ બુધવારે કહ્યું કે, દેશને વેનેઝુએલાની અર્થવ્યવસ્થા સ્થિર કરવા, પોતાના ઓઇલ સેક્ટરને ફરી બેઠું કરવા અને તેને મજબૂત બનાવવા માટે તે અમેરિકાની હિતમાં કામ કરશે, અનિશ્ચિત કાળ માટે તેના ઓઇલ વેચાણ અને આવક પર નિયંત્રણ કરવાની જરૂરી છે.
- Jan 08, 2026 16:17 IST
શેરબજારમાં કડાકાના 5 કારણ
(1) યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર 500 ટકા ટેરિફ લાદવાની ધમકી
(2) વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં સતત વેચવાલી
(3) વૈશ્વિક બજારોના નબળાં સંકેત
(4) ભારત અમેરિકા વેપાર સોદાને લઇ અનિશ્ચિતતા
(5) ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી - Jan 08, 2026 16:16 IST
શેરબજારના રોકાણકારોને 7.74 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી બીએસઇ પર 1039 શેર વધીને જ્યારે 3157 શેર ઘટીને બંધ થયા હતા, જેના કારણે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી. આજે બીએસઇની માર્કેટકેપ 472.20 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગઇકાલે 479.94 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ આજે શેરબજારના રોકાણકારોને 7.74 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
- Jan 08, 2026 16:14 IST
શેરબજારમાં સાર્વત્રિક મંદી, તમામ ઇન્ડેક્સ તૂટ્યા
શેરબજારમાં ભારે વેચવાલીથી મિડકેપમાં 948 પોઇન્ટ અને સ્મોલકેપમાં 1022 પોઇન્ટનો કડાકો બોલાયો છે. શેરબજારમાં સાર્વત્રિક મંદીથી તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ થયા છે. જેમા મેટલ 3.4 ટકા, ઓઇલ ગેસ 3.2 ટકા, પાવર 3 ટકા, FMCG, હેલ્થકેર, આઈટી ઇન્ડેક્સ 2 ટકા જેટલા તૂટ્યા હતા. બેંક નિફ્ટી 304 ટકા, નિફ્ટી આઈટી 768 પોઇન્ટ ઘટ્યા છે.
- Jan 08, 2026 16:11 IST
સેન્સેક્સના ટોપ 5 લુઝર શેર
સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 26 શેર ઘટ્યા હતા. જેમા લાર્સન 3.4 ટકા, ટેક મહિન્દ્રા 3 ટકા, ટીસીએસ 2.7 ટકા, રિલાયન્સ સવા બે ટકા અને ટાટા સ્ટીલ 2 ટકા ઘટ્યો હતો. તો વધીને બંધ થયેલા 4 બ્લુચીપ શેરમાં ઇટરનલ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ અને બીઇએલ સાધારણથી 1 ટકા જેટલા સુધર્યા હતા.
- Jan 08, 2026 16:09 IST
સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 264 પોઇન્ટ ઘટી 25900 નીચે બંધ
શેરબજારમાં ગુરુવારે જબરદસ્ત કડાકો બોલાતા સેન્સેક્સ નિફ્ટી સતત ચોથા દિવસે ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 780 પોઇન્ટ ઘટી 84,180 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 84110 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 264 પોઇન્ટ ઘટી 25876 બંધ થયો છે. આમ ચાર દિવસની મંદીમાં સેન્સેક્સ 1582 પોઇન્ટ તૂટ્યો છે.
- Jan 08, 2026 14:07 IST
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 700 પોઇન્ટ ધડામ, નિફ્ટી 26000 નીચે
શેરબજારમાં સતત ચોથા દિવસે વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઘટ્યા. સેન્સેક્સ ઇન્ટ્રા ડે 700 પોઇન્ટ ઘટી 84207 સુધી ગયો છે. તો એનએસઇ નિફ્ટી 200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે અને હાલ 26000 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. વેનેઝુએલા કટોકટી વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લાદવાની ધમકી આપી છે, જેની અસરે શેરબજાર વધુ તૂટ્યા છે.
- Jan 08, 2026 14:02 IST
Poco M8 5G Launch : પોકો એમ8 5જી સ્માર્ટફોન લોન્ચ, સૌથી મજબૂત ડિસ્પ્લે
પોકો એમ 8 5જી સ્માર્ટફોન ભારતમાં 8 જાન્યુઆરી, 2026ના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. આ લેટેસ્ટ 5જી પોકો મોબાઇલમાં 6.77 ઇંચની 3D કર્વ્ડ ડિસ્પ્લે, 50 એમપી કેમેરા અને મોટી 5520mAh બેટરી જેવા ફીચર્ છે. પોકો એમ 8 5 જી સ્માર્ટફોનમાં 256 જીબી સુધી સ્ટોરેજ અને 8 જીબી રેમ છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
- Jan 08, 2026 09:39 IST
ક્રૂડ ઓઇલમાં તેજી
વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ ક્રૂડ ઓઇલમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. ગુરુવારે યુએસ ક્રેડ 0.7 ટકા વધી 56.38 ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. તો બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર 0.68 ટકા વધી 60.37 ડોલર પ્રતિ બેરલ થયુ હતું. અમેરિકાના ટોચના અધિકારીઓએ બુધવારે કહ્યું કે, દેશને વેનેઝુએલાની અર્થવ્યવસ્થા સ્થિર કરવા, પોતાના ઓઇલ સેક્ટરને ફરી બેઠું કરવા અને તેને મજબૂત બનાવવા માટે તે અમેરિકાની હિતમાં કામ કરશે, અનિશ્ચિત કાળ માટે તેના ઓઇલ વેચાણ અને આવક પર નિયંત્રણ કરવાની જરૂરી છે.
- Jan 08, 2026 09:39 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી માટે 26000 મજબૂત ટેકો
શેરબજારમાં મંદી આગળ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. ગુરુવારે પણ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 182 પોઇન્ટ ઘટી 84,778 ખુલ્યો હતો. આઈટી, બેંક અને ઓટો શેરમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો તૂટી 84,705 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટી 26,106 ખુલ્યો હતતો. નિફ્ટી માટે 26000 મજબૂત સપોર્ટ લેવલ છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us