આ લોકોની દિવાળી સુધરી ગઈ! 3 રૂપિયાનો શેર એક જ દિવસમાં 2 લાખને પાર, રોકાણકારો બની ગયા કરોડપતિ

Stock Market News: આખો દેશ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. દરમિયાન એક શેરે શેરબજારમાં હલચલ મચાવી દીધી છે. એક શેરે એક જ દિવસમાં લગભગ 67 લાખ ટકા વળતર મેળવ્યું છે.

Written by Rakesh Parmar
October 31, 2024 16:26 IST
આ લોકોની દિવાળી સુધરી ગઈ! 3 રૂપિયાનો શેર એક જ દિવસમાં 2 લાખને પાર, રોકાણકારો બની ગયા કરોડપતિ
એલસીડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડનો શેર 2 લાખને પાર પહોંચી ગયો. (તસવીર: FREEPIK)

Stock Market News: આખો દેશ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. દરમિયાન એક શેરે શેરબજારમાં હલચલ મચાવી દીધી છે. એક શેરે એક જ દિવસમાં લગભગ 67 લાખ ટકા વળતર મેળવ્યું છે. આ શેરની કિંમત 3 રૂપિયા હતી, જે વધીને 2,36,000 રૂપિયા થઈ ગઈ છે. આ સ્ટોકના કારણે તેના રોકાણકારો રાતોરાત કરોડપતિ બની ગયા છે. આ સ્ટોક એલસીડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડનો છે. હાલમાં તેના શેરની કિંમત રૂ. 2,48,000થી વધુ છે અને તેણે MRFને પાછળ છોડી દીધું છે. MRFના એક શેરની કિંમત લગભગ 1 લાખ 20 હજાર રૂપિયા છે.

એક સપ્તાહ પહેલા આ શેર શેર દીઠ રૂ. 3.53 પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીએ તેના શેરની કિંમત ચકાસવા માટે ખાસ હરાજી હાથ ધરી હતી. આ પછી બુક વેલ્યુ વધુ હોવાને કારણે, કંપનીના શેર એક જ દિવસમાં 3.53 રૂપિયાથી વધીને 2,36,250 રૂપિયા થઈ ગયા. ગુરુવારે એક શેરની કિંમત 2,48,000 રૂપિયાને પાર કરી ગઈ હતી. તેના શેર છેલ્લા 2 દિવસથી અપર સર્કિટ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: સરદાર પટેલની જન્મજયંતિ પર PM મોદીનું મોટું નિવેદન,’શહેરી નક્સલવાદીઓનો પર્દાફાશ કરો’

શેરના ભાવ કેમ વધ્યા?

તમને જણાવી દઈએ કે 21 ઓક્ટોબરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે પસંદગીની રોકાણ હોલ્ડિંગ કંપનીઓને 29 ઓક્ટોબરે કંપનીના શેરની કિંમત નક્કી કરવા માટે વિશેષ હરાજી દ્વારા ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવશે. આ એવી હોલ્ડિંગ કંપનીઓ હતી જેમના શેરની કિંમતો તેમની બુક વેલ્યુ કરતાં ઘણી ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હતી.

ગયા સોમવારે જ્યારે સ્પેશિયલ સ્ટોક ઓક્શનના પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ સ્ટોકની કિંમત રૂ. 2,36,000ને પાર કરી ગઈ છે. તમને જણાવી દઈએ કે Alcide Investmentsનું માર્કેટ કેપ 4725 કરોડ રૂપિયા છે. આ કંપની એશિયન પેઇન્ટ્સમાં પણ 1.28 ટકા હિસ્સો ધરાવે છે. માત્ર એશિયન પેઇન્ટ્સમાં જ એલસીડ પાસે રૂ. 3616 કરોડ છે.

ઘણા લોકોને શંકા હતી કે કોઈ છેતરપિંડી કે ટેકનિકલ ખામી છે પરંતુ એવું કંઈ નહોતું. આ સ્ટોક સેબીની સૂચના પર જ લિસ્ટ કરવામાં આવ્યો છે. જોકે બજારના નિષ્ણાતો માને છે કે આવી કંપનીઓમાં નાણાંનું રોકાણ કરવું સંપૂર્ણપણે જોખમી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ