Skoda Kushaq Facelift 2026: સ્કોડા કુશાક ફેસલિસ્ટ 2026 પરથી પડદો ઉંચકાયો, ટાટા સિએરા અને હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર આપશે

2026 Skoda Kushaq Facelift Launch Price : સ્કોડા કુશાક ફેસલિસ્ટ 2026 એસયુવી કાર ભારતમાં રજૂ કરવામાં આવી છે. સનરૂફ, આકર્ષક ડિઝાઇન, પાવરફુલ એન્જિન અને એડવાન્સ ફીચર્સથી સજ્જ સ્કોડા કુશાક ફેસલિફ્ટ ટાટા સિએરા અને હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર આપી શકે છે.

2026 Skoda Kushaq Facelift Launch Price : સ્કોડા કુશાક ફેસલિસ્ટ 2026 એસયુવી કાર ભારતમાં રજૂ કરવામાં આવી છે. સનરૂફ, આકર્ષક ડિઝાઇન, પાવરફુલ એન્જિન અને એડવાન્સ ફીચર્સથી સજ્જ સ્કોડા કુશાક ફેસલિફ્ટ ટાટા સિએરા અને હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર આપી શકે છે.

author-image
Ajay Saroya
New Update
Skoda Kushaq facelift 2026 launch price

Skoda Kushaq Facelift 2026 Launch Price : સ્કોડા કુશાક ફેસલિફ્ટ 2026 લોન્ચ થઇ છે. Photograph: (Social Media)

Skoda Kushaq Facelift 2026 Launch Price In India : સ્કોડા કુશાક ફેસલિફ્ટ 2026 પરથી પડદો ઉંચકાયો છે, આ સાથે જ ભારતના એસયુવી કાર માર્કેટમાં ઓટો કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધુ મજેદાર થવાની છે. 2026 Skoda Kushaqમાં ઘણા ખાસ સ્ટાઇલિંગ અપડેટ કરવામાં આવ્યા છે, જેનાથી તેની સંપૂર્ણ ડિઝાઇન વધુ આકર્ષક થઇ છે, સાથે જ એક્સટીરિયરમાં અમુક મોર્ડન ડિઝાઇન એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે. આકર્ષક ડિઝાઇન, પાવરફુલ એન્જિન અને એડવાન્સ ફીચર્સથી સજ્જ સ્કોડા કુશાક ફેસલિફ્ટ ટાટા સિએરા અને હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર આપી શકે છે.

Advertisment

2026 Skoda Kushaq ફેસલિફ્ટ ડિઝાઇન

સ્કોડા કુશાક ફેસલિફ્ટ 2026 એસયુવીના ડિઝાઇનની વાત કરીયે તો તે પહેલા કરતા ગણી અપડેટેટ છે. કંપનીની ટ્રેડમાર્ક બટરફ્લાય ગ્રિલ હવે વધારા પ્રોમિનન્ટ અને સીધી છે તેમજ તેની બંને બાજુ સ્લીક LED હેન્ડલેમ્પ લાગેલા છે, તેની ગ્રિલમાં વર્ટિકલ સ્લેટ્સ ક્રોમ ફિનિશ મળે છે.

તેનું સૌથી મોટું આકર્ષણ એમ્બેડેડ લાઇટબાર છે, જે હેડલેમ્પની અંદર લાગેલા ડે ટાઇમ રનિંગ લાઇટ્સને અનુસરે છે. બમ્પર ડિઝાઇનને નવા ઉંધા L આકારના સાઇડ વેન્ટ સાથે રિવાઇઝ કરાયો છે, જેમા ઉંચા સેટ ફોંગ લેમ્પ અને નીચે સ્લીકર કેન્લેડિંગ આવે છે, સાથે જ એક નકલી સિલ્વર સ્કિડ પ્લેટ પણ મળે છે. સ્કોડા કુશાલ ફેસલિસ્ટ 2026માં નવા એલોય વ્હીલ અને નવા ફોક્સ લાઇટબાર આવે છે.  

2026 Skoda Kushaq ફેસલિફ્ટ ઇન્ટિરિયર

નવી એસયુવી કારની કેબિનમાં ઓવરઓર ડેશબોર્ડ ડિઝાઇન પાછલી SUVથી અલગ નથી, જો કે ડેશબોર્ડ પર મોટા ગ્લોસ બ્લેક પ્લાસ્ટિકના સ્થાને મેટ ફિનિશ પેનલનો ઉપયોગ કરાયો છે. આ જ બાબત સેન્ટર કોન્સોલ પર પણ દેખાય છે. ઉપરાંત સ્કોડાના  ડ્યુઅલ ટોન બ્લેક અને કેબિન ડિઝાઇનથી હટી બ્લેક અને બેઝ થીમ સાથે આવે છે. કેબિનનો બાકીનો ભાગ અગાઉ જેવો જ છે, જેમા ટુ સ્પોક સ્ટીયરિંગ ડિઝાઇન પર સામેલ છે.

Advertisment

2026 Skoda Kushaq ફેસલિફ્ટ ફીચર્સ 

સ્કોડા કુશાક ફેસલિસ્ટ 2026ના ફીચર્સની વાત કરીયે તો, તેમા ફેરફાર એન્ટ્રી લેવલ મોડલ થી શરૂ થાય છે. Skoda Auto એ પોતાની સ્ટાન્ડર્ડ ફીચર્સ યાદી વધારી થે, જેમા હવે LED હેડલેમ્પ અને ટેલલેમ્પ, ઓટો હેડલાઇટ્સ અને ટેલલેમ્પ, ઓટો હેડલાઇટ્સ અને વાઇપર, સનરૂફ, રિયર વાઇપર, રિયર ડિફોગર, ઓટો ડિમિંગ IRVM, ઓટો ક્લાઇમેટ કન્ટ્રોલ અને એલોય વ્હીલ્સ સામેલ છે.

ઉપરાંત નવી એસયુવી કારમાં 8.0 ઇંચના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટાયર પ્રેશર મોનિટરિંગ, કીલેસ એન્ટ્રી અને એક્ઝિટ, ક્રૂઝ કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ પેડ અને કૂલ્ડ ગ્લવબોક્સ જેવા ફીચર્સ મીડ સ્પેક વેરિયન્ટ થી ઉપરના વેરિયન્ટમાં મળે છે. ટોપ વેરિયન્ટમાં 8.0 ઇંચના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પેનોરમિક સનરૂફ અને સેમગેન્ટમાં પહેલીવાર મસાજવાળી રિયર સીટ્સઆવે છે. અન્ય ફીચર્સમાં અપડેટેડ 10 ઇંચની ટચસ્કીન, વેન્ટિલેશન વાળી પાવર્ડ ફ્રન્ટ સીટ્સ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, ગૂગલ ઓટોમોટિવ AI પાવર્ડ વોઇસ આસિસ્ટન્ટ અન ઘણા એડવાન્સ ફીચર્સ આવે છે. 

2026 Skoda Kushaq ફેસલિસ્ટ પાવરટ્રેન

એન્જિન વ્કિલ્પની વાત કરીયે તો આ એસયુવીમાં 1.0  લીટર TSI અને 1.5 લીટર TSI ટર્બો પેટ્રોલ એન્જિન ઓપ્શન આવે છે. જો કે સૌથી મોટો ફેરફાર 1.0 લીટર TSI ના ગિયરબોક્સમાં કરાયો છે. તે એન્જિન સ્ટાન્ડર્ડ તરીકે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે, પરંતુ જુના 6 speed ટોર્ક કન્વર્ટર ઓટોમેટિકના બદલે હવે એક નવું 8 સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર યુનિટ આપવામાં આવ્યું છે. 

આ પણ વાંચો | ભારતની સૌથી વધુ વેચાતી બાઇક મોંઘી થઇ, જાણો વેરિયન્ટ મુજબ નવી કિંમત અને એન્જિન માઇલેજ

2026 Skoda Kushaq ફેસલિસ્ટ કિંમત અને બુકિંગ ડિલિવરી

સ્કોડા કુશાક ફેસલિસ્ટ 2026 એસયુવી કારની કિંમત હાલ જાહેર કરવામાં આવી નથી. કંપની આગામી દિવસોમાં નવી સ્કોડા કુશાક કારની કિંમત જાહેર કરી શકે છે. Skoda Auto કંપનીએ નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટ 2026 માટે બુકિંગ શરૂ કરી દીધી છે અને તેને 15000 રૂપિયાના એડવાન્સ પેમેન્ટ સાથે પ્રી બુકિંગ કરી શકાય છે. જો કે કારની ડિલિવરી માર્ચ 2026ની છેલ્લી તારીખથી શરૂ કરવાની સંભાવના છે. 

Auto news બિઝનેસ