Auto News: 8 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઇ બે ધુરંધર SUV કાર, સનરૂફ અને ક્રૂઝ કન્ટ્રોલ ફીચર્સથી સજ્જ

Skoda Kylaq Classic+ and Prestige+ Variants Launch Price : સ્કોડા કાયલા ક્લાસિક પ્લસ અને પ્રેસ્ટિજ પ્લસ એસયુવી લોન્ચ થઇ છે. 8 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ એસયુવી કારમાં સનરૂફ, ક્રૂઝ કન્ટ્રોલ, ચારેય વ્હીલમાં ડિસ્ક બ્રેક, એમએસઆર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Skoda Kylaq Classic+ and Prestige+ Variants Launch Price : સ્કોડા કાયલા ક્લાસિક પ્લસ અને પ્રેસ્ટિજ પ્લસ એસયુવી લોન્ચ થઇ છે. 8 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ એસયુવી કારમાં સનરૂફ, ક્રૂઝ કન્ટ્રોલ, ચારેય વ્હીલમાં ડિસ્ક બ્રેક, એમએસઆર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

author-image
Ajay Saroya
New Update
2026 Skoda Kylaq New Model Launched

2026 Skoda Kylaq New Model Launched : 2026 Skoda Kylaq New Model Launched : સ્કોડા કાયલા બે નવા વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. Photograph: (Skoda Auto)

Skoda Kylaq Classic+ and Prestige+ Variants Launched : સ્કોડા કાયલા એસયુવીના બે નવા અપડેટ વેરિયન્ટ સ્કોડા કાયલા ક્લાસિક પ્લસ અને પ્રેસ્ટિજ પ્લસ 20 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવ્યા છે. નવી સ્કોડા કાયલા મોર્ડન લુક, આકર્ષક ડિઝાઇન, એડવાન્સ ફીચર્સ અને પાવરફુલ એન્જિનથી સજ્જ છે. સૌથી ખાસ વાત એ છે કે, 2026 સ્કોડા કાયલા અપડેટ વર્ઝનથી એક્સ શોરૂમ કિંમત 8 લાખથી પણ ઓછી છે.

Advertisment

2026 સ્કોડા કાયલા અપડેટ વર્ઝન ડિઝાઇન

કાર કંપનીએ નવી સ્કોડા કાયલા ફેસલિફ્ટની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. હવે તેના ફ્રન્ટ ગ્રિલમાં એલઇડી ડીઆરએલ અને રિયરમાં કનેક્ટિડ એલઇડી લાઇટ આપવામાં આવી છે. સિક્વેન્શલ ઇન્ડિકેટર, પેનોરમિક સનરૂફ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, એબીએસ, ઇબીડી, ટીસીએસ, ચારેય વ્હીલમાં ડિસ્ક બ્રેક, એમએસઆર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Skoda Kylaq New Model 2026 ખાસિયત

સ્કોડા કાયલા Classic+ અને Prestige+ વેરિયન્ટમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ, સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિક સનરૂફ, ક્રૂઝ કન્ટ્રોલ, ઓટો ડિમિંગ આઈઆરવીએમ અે રેન સેન્સિંગ વાઇપર્સ જેવા ફીચર્સ આવે છે. તો સિગ્નેચર+ ટ્રિમમાં ટો એન્ડ પ્રેસ્ટિજ ટ્રિમના અમુક ફીચર્સ આપ્યા છે, જેમા ઓટોમેટિક વેરિયન્ટ સાથે પેડલ શિફ્ટર્સ અને રિયર વોશર અને વાઇપર્સ સામેલ છે.

2026 Skoda Kylaq એન્જિન કેટલું પાવરફુલ છે?

સ્કોડા ઓટો કંપનીએ અપડેટેડ સ્કોડા કાયલા એસયુવીમાં એક લીટરની ક્ષમતા વાળું ટર્બો પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 85 કિલો વોટ પાવર અને 178 ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે. તો 1.5 લીટરની ક્ષમતા વાળા પેટ્રોલ એન્જિન માંથી 110 કિલોવોટ પાવર અને 250 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ થાય છે.

Advertisment

આ સાથે જ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ આવે છે. મેન્યુઅલ વર્ઝનમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ માત્ર 10.5 સેકન્ડમાં મેળવી લે છે, જ્યારે ઓટોમેટિક વેરિયન્ટમાં આ સ્પ્રિન્ટ 11.69 સેકન્ડમાં થાય છે. સ્કોડા કંપની દાવો કરે છે કે, સ્કોડા કાયલાના મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિયન્ટ અનુક્રમે 19.68 KMPL અને 19.05 KMPL માઇલેજ આપે છે.

આ પણ વાંચો | બજાજ પ્લસર 125 બાઇક નવા અવતારમાં લોન્ચ, પહેલા કરતા કિંમત ઓછી, જાણો 5 ખાસિયત

2026 Skoda Kylaq વેરિયન્ટ અને કિંમત

વેરિયન્ટમેન્યુઅલ    ઓટોમેટિક
ક્લાસિક     7.59 લાખ--
ક્લાસિક પ્લસ(નવી)     8.25 લાખ   9.25 લાખ
સિગ્નેચર        9.43 લાખ10.43 લાખ
સિગ્નેચર પ્લસ     10.77 લાખ11.77 લાખ
પ્રેસ્ટિજ    11.75 લાખ12.75 લાખ
પ્રેસ્ટિજ પ્લસ (નવી)            11.99 લાખ12.99 લાખ

બિઝનેસ Auto news