શેરબજારમાં ઘણા વર્ષોથી મે મહિના દરમિયાન સેન્સેક્સ – નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો છે અને તેના પરિણામે ‘Sell in May and go away'(મેમાં વેચો અને દૂર થઇ જાવ) કહેવત આવી છે. જો કે ICICIdirectના રિપોર્ટમા છેલ્લા બે દાયકામાં મે મહિના દરમિયાન નિફ્ટી 50 ઇન્ડેક્સના દેખાવના આધારે વિશ્લેષ્ણ કરવામાં આવ્યું છે શું આ કહેવત ભારતીય બજારના સંદર્ભમાં કેટલી સાચી છે અને રોકાણકારોએ મે મહિનામાં શું કરવું જોઈએ.
પ્રચલિત માન્યતાથી વિપરીત ભારતમાં મે મહિનો ખરીદદારોને શેર બજારમાં લેવાલી કરવાની સારી તક આપી છે. નીચેના કોષ્ટક મુજબ મે મહિનાની નીચી સપાટીથી વર્ષના અંત સુધીની ગણતરી કરવામાં આવે ત્યારે ઇન્ડેક્સે 83 ટકા કિસ્સામાં પોઝિટિવ રિટર્ન આપ્યું છે. તેથી રોકાણકારોએ શેરબજારમાં ઘટાડો અને અને વોલેટાલિટી વચ્ચે ખરીદી કરીને તેમના રિટર્નને મહત્તમ કરવું જોઈએ.
કેલેન્ડર વર્ષ | મે મહિનાની નીચી સપાટી | મે મહિનાની નીચી સપાટીથી વર્ષના અંત સુધીનું રિટર્ન (ટકામાં) | મે મહિનામાં રિટર્ન (ટકામાં) |
2022 | 15736 | 15.1 | -3 |
2021 | 14416 | 20.4 | 6.5 |
2020 | 8807 | 58.8 | -2.8 |
2019 | 11108 | 9.5 | 1.5 |
2018 | 10418 | 4.3 | -0.3 |
2017 | 9270 | 13.6 | 3.4 |
2016 | 7678 | 6.6 | 3.9 |
2015 | 7997 | -0.6 | 3.1 |
2014 | 6638 | 24.8 | 8 |
2013 | 5910 | 6.7 | 0.9 |
2012 | 4789 | 23.3 | -6.2 |
2011 | 5328 | -13.2 | -3.3 |
2010 | 4786 | 28.2 | -3.6 |
2009 | 3478 | 49.5 | 28.1 |
2008 | 4802 | -38.4 | -5.7 |
2007 | 3981 | 54.2 | 5.1 |
2006 | 2896 | 37 | -13.7 |
2005 | 1898 | 49.4 | 9.7 |
2004 | 1292 | 61 | -17.4 |
2003 | 931 | 67 | 7.8 |
2002 | 1020 | 7.2 | -5.1 |
2001 | 1096 | -3.4 | 3.8 |
2000 | 1201 | 5.2 | 1.9 |
નિફ્ટી-50નો આઉટલુક
એપ્રિલ મહિના દરમિયાન નિફ્ટી- 50 ઇન્ડેક્સ 16,800ની માર્ચની નીચી સપાટીને જાળવવામાં સફળ રહ્યો હતો અને તેના સહારે તેણે વૈશ્વિક અને સ્થાનિક પડકારો વચ્ચે ઝડપી રિકવરી કરી હતી. ICICIdirect એ સૂચવ્યું કે નિફ્ટી બેન્ચમાર્ક આગેકૂચ ચાલુ રાખશે અને મે મહિનામાં તે 18,500ના લેવલ સુધી પહોંચી શકે છે અને તેને 17,200 પર મજબૂત સપોર્ટ છે.
નિફ્ટી બેન્ચમાર્કની ઝડપી વૃદ્ધિ અને આગેકૂચને ટ્રિગર આપનાર ઘણા પરિબળો છે. આઉટપરફોર્મિંગ સેક્ટરની ભાગીદારીએ વૃદ્ધિમાં યોગદાન આપ્યું છે. ફાર્માસ્યુટિકલ્સ, રિયલ્ટી અને કેમિકલ્સ જેવા છેલ્લા દોઢ વર્ષમાં પાછળ રહેલા સેક્ટરોએ પણ ઇન્ડેક્સને ઉપર લઇ જવામાં મોટી ભૂમિકા ભજવી છે.
મિડ કેપનું આઉટલુક
નિફ્ટી – 50 ઇન્ડેક્સની સાથે સાથે નિફ્ટી મિડકેપ- 100 ઇન્ડેક્સમાં પણ ચાર મહિનાની મંદીને બ્રેક લાગી છે. જે સૂચવે છે કે મે મહિના દરમિયાન ઇન્ડેક્સ ફરીથી ઉપરની ચાલ શરૂ કરશે. જ્યારે સેક્ટોરિયલ ભાગીદારીએ બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સને એપ્રિલમાં ઉછાળામાં વ્યાપકપણે મદદ કરી હતી, ત્યારે બ્રોકરેજએ મિડકેપ સેક્ટરમાં સ્ટોક સ્પેસિફિક રહેવાની ભલામણ કરી હતી.
બેંક નિફ્ટીનું આઉટલુક
બેન્કિંગ સ્ટોક્સનો ઇન્ડેક્સ એટલે કે બેન્ક નિફ્ટીએ સતત બીજા મહિે વૃદ્ધિ દર્શાવી અને નિફ્ટી- 50 બેન્ચમાર્કની તુલનાએ વધુ સારો દેખાવ કર્યો હતો. આ તેજીના સહારે ડિસેમ્બર 2022 થી માર્ચ 2023 સુધીમાં નોંધાયેલો 80 ટકા ઘટાડો રિકવરી થઇ ગયો છે. બેન્ક નિફ્ટી 43,200ની પ્રતિકાર સપાટીને કુદાવે અને ત્યારબાદ 44,150ના ઓલટાઇમ હાઇ લેવલ તરફ આગળ વધશે તેવી અપેક્ષા રાખતા બ્રોકરેજે જણાવ્યું હતું કે, ઇન્ડેક્સનું પ્રાઇસ સ્ટ્રક્ચર પોઝિટિવ છે.
Disclaimer : આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.