/indian-express-gujarati/media/media_files/2026/01/08/epf-wage-limit-2026-01-08-20-56-30.jpg)
પ્રીમ કોર્ટે હવે કેન્દ્ર સરકાર અને ઇપીએફઓને ચાર મહિનાની અંદર આ મુદ્દે નિર્ણય લેવા જણાવ્યું છે
EPF wage limit : ભારતમાં પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ના યોગદાન માટે પગાર મર્યાદા માટેની તેમની લાંબા સમયથી માંગ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી રહી છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર ઘણા મજૂર સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે સરકાર ઇપીએફઓની પગાર મર્યાદા વર્તમાન 15,000 રૂપિયાથી વધારે. સુપ્રીમ કોર્ટે હવે કેન્દ્ર સરકાર અને ઇપીએફઓને ચાર મહિનાની અંદર આ મુદ્દે નિર્ણય લેવા જણાવ્યું છે. આ પગાર મર્યાદામાં ફેરફારની અપેક્ષાઓને મજબૂત બનાવે છે.
સુપ્રીમ કોર્ટનો આ લેટેસ્ટ નિર્દેશ શા માટે મહત્વપૂર્ણ છે?
જાહેર હિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ મામલાને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જોકે કોર્ટે આ તબક્કે અરજીને ધ્યાનમાં લીધી ન હતી પરંતુ તેમણે અરજદારને સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે કાયદા મુજબ ચાર મહિનાની અંદર નિર્ણય લેવો જોઈએ.
અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે 15,000 રૂપિયાની સેલેરી લિમિટ મોંઘવારી, લઘુત્તમ વેતન અને માથાદીઠ આવકમાં વધારાને પ્રતિબિંબિત કરતી નથી અને પરિણામે સ્વરુપે મોટી સંખ્યામાં કર્મચારીઓ સામાજિક સિક્યોરિટી નેટ માંથી બહાર રહી જાય છે.
સરકારનું વલણ શું છે?
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર સંસદના શિયાળુ સત્રમાં શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી હતી કે ઇપીએફઓ રજિસ્ટર્ડ સંસ્થાઓમાં 15,000 રૂપિયા સુધીની કમાણી કરતા કર્મચારીઓને ફરજિયાત આવરી લેવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સેલેરી લિમિટમાં કોઈપણ ફેરફાર કર્મચારી યુનિયનો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યા પછી જ કરવામાં આવે છે, કારણ કે તે કર્મચારીઓની ટેક-હોમ સેલેરી અને માલિકોના ખર્ચ બંનેને અસર કરે છે.
આ પણ વાંચો - 500 km+ રેન્જ વાળી ટોયોટાની આ ઇલેક્ટ્રિક કાર આ દિવસે થશે લોન્ચ, જાણો ફિચર્સ અને અન્ય માહિતી
સરકારે એ પણ સ્વીકાર્યું છે કે 15,000 રૂપિયાથી થોડી વધુ કમાણી કરતા ઘણા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ કોઈપણ પેન્શન યોજના હેઠળ કવર નથી, જે ભવિષ્યમાં તેમની નાણાકીય નિર્ભરતાનું જોખમ વધારી શકે છે.
70 વર્ષમાં ઇપીએફની સેલેરી લિમિટ કેટલી વાર બદલાઈ છે?
ઇપીએફ યોજના (1952) પછી આ મર્યાદામાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ આ ફેરફારો માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી.
- 1952–1957: 300 રુપિયા
– 1957–1962: 500 રુપિયા
– 1962–1976: 1,000 રુપિયા
– 1976–1985: 1,600 રુપિયા
– 1985–1990: 2,500 રુપિયા
– 1990–1994: 3,500 રુપિયા
– 1994–2001: 5,000 રુપિયા
– 2001–2014: 6,500 રુપિયા
– 2014 થી અત્યાર સુધી : 15,000 રુપિયા
આગળ શું અપેક્ષા રાખવી?
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હવે બધાની નજર કેન્દ્ર સરકાર અને ઈપીએફઓના નિર્ણય પર છે. જો સેલેરી લિમિટ વધારવામાં આવે તો તે ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓને ઇપીએફ દ્વારા ઓટોમેટિક રિટાયરમેન્ટ સેવિંગનો લાભ મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us