ટાટા મોટર્સ ભારતીય બજારમાં વધુ એક નવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરવાની તૈયારી કરી રહી છે. અગાઉ સપ્ટેમ્બર 2022માં કંપનીએ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં એક સસ્તું ઇ-કાર Tiago EV રજૂ કરી હતી. હવે કંપની ભારતીય બજારમાં આ સેગમેન્ટની વધુ એક ઇલેક્ટ્રિક કાર લાવી રહી છે. કંપની ચાલુ વર્ષના છ મહિના સુધી એટલે કે 2023ના મધ્ય સુધીમાં દેશમાં પંચ EV કાર રજૂ કરશે. તાજેતરમાં ટાટાની પંચ ઇલેક્ટ્રિક કાર દેશમાં પ્રથમ વખત રોડ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે.
Tata Punch EV: નવી ઇ-કારમાં ક્યા – ક્યા ફીચર્સ મળશે
ભારતીય બજારમાં લોંચ થનારી ટાટાની બીજી ઈલેક્ટ્રિક કાર પંચ મોટાભાગે તેના ઈન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કે આઈસીઈ એન્જિનથી સજ્જ વાહનોની સમકક્ષ અને સમાન હશે. કંપનીની અપકમિંગ ઇ-કારમાં ઘણા શાનદાર અપડેટ જોવા મળશે. આ ફીચર તેને માર્કેટમાં ઉપલબ્ધ અન્ય EV કરતાં અલગ પાડશે. એવું માનવામાં આવે છે કે પંચ ઇલેક્ટ્રિક એસયુવી તેના પેટ્રોલ વર્ઝનની તુલનામાં તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. એવી પણ અપેક્ષા છે કે આ ઇલેક્ટ્રિક કારના ચારેય વ્હીલ ડિસ્ક બ્રેકથી સજ્જ હશે. ઉપરાંત ટાટાની આગામી EVમાં ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક અને બીજા ઘણા ફીચર્સ ઉપલબ્ધ હશે.
ટાટા પંચ EV: બેટરી, રેન્જ અને પ્રદર્શન
ટાટાની પંચ EVમાં 25 kWh બેટરી મળવાની અપેક્ષા છે. કંપનીની અપકમિંગ ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જિંગમાં 250 થી 300 કિલોમીટરની રેન્જ મેળવી શકે છે. પંચ EV એ ALFA પ્લેટફોર્મ પર આધારિત ટાટાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર હશે. પરફોર્મન્સ વિશે વાત કરીએ તો, Tata Punch EVમાં મળેલી ઇલેક્ટ્રિક મોટર લગભગ 60 bhp પાવર જનરેટ કરવામાં સક્ષમ હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી પંચ EV ઝડપી ચાર્જિંગ ક્ષમતાથી સજ્જ હશે.
આ પણ વાંચોઃ ટાટા નેક્સન થી હ્યુન્ડાઇ વેન્યુ – સનરૂફવાળી સૌથી સસ્તી ટોપ-5 બેસ્ટ કાર
ટાટા પંચ EV: કિંમત અને સ્પર્ધા
ટાટાની આગામી પંચ EV તેના સેગમેન્ટમાં કંપનીના ટિયાગો અને નેક્સોનની વચ્ચે સ્લોટ કરશે (ટાટા મોટર્સનો ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયો). તેની એક્સ-શોરૂમ પ્રાઇસ 9.50 લાખથી 12 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે. Tata Punch EV ભારતીય બજારમાં ઉપલબ્ધ Citroen (Citroen eC3), Tata Nexon EV પ્રાઇમ જેવા વ્હીહકને કડક ટક્કર આપી શકે છે.