ડિજિટલ લાઇફ માટે 5 જરુરી સરકારી એપ્સ, સમય અને પૈસા બન્નેની થશે બચત

technology news : ભારત સરકારે દેશના લોકોને ડિજિટલી રીતે સક્ષમ બનાવવા માટે ઘણી મોબાઇલ એપ્લિકેશનો શરૂ કરી છે. આ તમારા સમય અને પૈસા બંનેની બચત કરે છે. જો તમારી પાસે સ્માર્ટફોન છે તો તમે તેની મદદથી ઘરે બેઠા ઘણા જરુરી કામ કરી શકો છો.

technology news : ભારત સરકારે દેશના લોકોને ડિજિટલી રીતે સક્ષમ બનાવવા માટે ઘણી મોબાઇલ એપ્લિકેશનો શરૂ કરી છે. આ તમારા સમય અને પૈસા બંનેની બચત કરે છે. જો તમારી પાસે સ્માર્ટફોન છે તો તમે તેની મદદથી ઘરે બેઠા ઘણા જરુરી કામ કરી શકો છો.

author-image
Ashish Goyal
New Update
government apps

ભારત સરકારે દેશના લોકોને ડિજિટલી રીતે સક્ષમ બનાવવા માટે ઘણી મોબાઇલ એપ્લિકેશનો શરૂ કરી છે

technology news : ભારત સરકારે દેશના લોકોને ડિજિટલી રીતે સક્ષમ બનાવવા માટે ઘણી મોબાઇલ એપ્લિકેશનો શરૂ કરી છે. આ તમારા સમય અને પૈસા બંનેની બચત કરે છે. જો તમારી પાસે સ્માર્ટફોન છે તો તમે તેની મદદથી ઘરે બેઠા ઘણા જરુરી કામ કરી શકો છો. આ એપ્સ ઉમંગથી લઈને ડિજિલોકર સુધીની છે, જે સરકારી સેવાઓને સરળ બનાવે છે.

Advertisment

ઉમંગ

ઉમંગ (યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યૂ-એજ ગવર્નન્સ) એ એક સરકારી મોબાઇલ એપ્લિકેશન છે જે એક જ પ્લેટફોર્મ પર ઘણી જાહેર સેવાઓની ઍક્સેસ આપે છે. લોકો તેનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ, યૂટીલિટી, રોજગાર અને અન્ય વસ્તુઓ સાથે જોડાયેલી સર્વિસનો ફાયદો ઉઠાવવા માટે કરી શકો છો. 

આધાર એપ

આધાર એપ્લિકેશન એ એક મોબાઇલ એપ્લિકેશન છે જે યુઝર્સને પોતાની આધાર ડિટેલ્સ ડિજિટલ રીતે રાખવાની મંજૂરી આપે છે. તે આધાર જાણકારી, વેરિફિકેશન સર્વિસ અને ઓળખ શેર કરવા માટે QR કોડ સુધી સરળ ઍક્સેસ પ્રદાન કરે છે.

ડિજીલોકર

ડિજિલોકરમાં જરુરી દસ્તાવેજોને ઓનલાઇન સ્ટોર અને ઍક્સેસ કરી શકાય છે. યુઝર્સ સર્ટિફિકેટ, ઓળખનો પુરાવો અને ઓફિશિયલ રેકોર્ડ્સ ડિજિટલ ફોર્મમાં રાખી શકે છે. આ ફિઝિકલ ડોક્યુમેન્ટની જરૂરિયાતને ઘટાડે છે અને ફાઇલોને શેર કરવાનું સરળ અને સુરક્ષિત બનાવે છે.

Advertisment

ડિજિયાત્રા

ડિજિયાત્રા એક ડિજિટલ ટ્રાવેલ સિસ્ટમ છે. તે એરપોર્ટની સફરને સરળ બનાવવા માટે ફેશિયલ રિકગ્રિશનનો ઉપયોગ કરે છે. મુસાફરો ડિજિયાત્રા આઈડી બનાવી શકે છે અને ભૌતિક દસ્તાવેજો બતાવ્યા વિના એન્ટ્રી, સુરક્ષા અને બોર્ડિંગમાંથી પસાર થઈ શકે છે. આ સિસ્ટમ લાઇનો ઘટાડે છે, સુરક્ષામાં સુધારો કરે છે અને સમય બચાવે છે.

આ પણ વાંચો - 24GB રેમ અને 7400mAh બેટરી વાળા આ સ્માર્ટફોનથી પડદો ઉંચકાયો, જાણો કિંમત અને ફિચર્સ

જન ઔષધિ સુગમ

જન ઔષધિ સુગમ એપ લોકોને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના હેઠળ સસ્તી જેનરિક દવાઓ શોધવામાં મદદ કરે છે. એપ્લિકેશન યુઝર્સને દવાઓ શોધવા, બ્રાન્ડેડ દવાઓ સાથે કિંમતોની તુલના કરવા અને નજીકના જન ઔષધિ કેન્દ્રો શોધવાની મંજૂરી આપે છે.

ડિસ્ક્લેમર : આ લેખમાં ઉલ્લેખિત તકનીકી ટીપ્સ, એપ્લિકેશન્સ અને ટ્રિક્સનો ઉપયોગ તમારા પોતાના જોખમે કરો. વેબસાઇટ કોઈપણ ડેટા નુકશાન અથવા ડિવાઇસ ખરાબ થવાની જવાબદારી લેતી નથી. કોઈપણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા પહેલા અથવા સેટિંગ્સ બદલતા પહેલા સત્તાવાર વેબસાઇટની માર્ગદર્શિકા વાંચવાની ખાતરી કરો.

ટેકનોલોજી બિઝનેસ