/indian-express-gujarati/media/media_files/2026/02/05/iqoo-15-ultra-launch-2026-02-05-17-14-11.jpg)
iQOO 15 અલ્ટ્રા ફોન લોન્ચ Photograph: (iQOO)
iQOO 15 Ultra Launched : iQOO એ ચીનમાં પોતાની ફ્લેગશિપ સિરીઝનું એક બીજું મોડેલ લોન્ચ કર્યું છે. નવા iQOO 15 અલ્ટ્રામાં ક્વાલકોમ ઓક્ટા-કોર Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ છે. iQoo 15 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 7400mAh મોટી બેટરી, 50MP ટ્રિપલ રીઅર કેમેરા અને 1TB સુધીની સ્ટોરેજ જેવા ફિચર્સ છે. આઈક્યુના આ નવા હેન્ડસેટમાં શું ખાસ છે? જાણો કિંમત અને ફિચર્સને લગતી તમામ માહિતી.
iQOO 15 અલ્ટ્રા કિંમત
iQOO 15 Ultra ના 16 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,699 યુઆન (લગભગ 74,000 રૂપિયા) છે. જ્યારે હાઇ-એન્ડ 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટ અનુક્રમે 5,999 યુઆન (લગભગ 78,000 રૂપિયા) અને 6,999 યુઆન (લગભગ 91,000 રૂપિયા) માં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 24 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજવાળા ડિવાઇસની કિંમત 7,699 યુઆન (લગભગ 1,00,000 રૂપિયા) છે.
નવા આઇક્યુ ફોનનું વેચાણ 6 ફેબ્રુઆરીથી વીવો ચાઇનાના ઓનલાઇન સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. iQOO 15 Ultra બ્લેક અને સિલ્વર કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.
આઇક્યુ 15 અલ્ટ્રા સ્પેસિફિકેશન્સ
આઇક્યુ 15 અલ્ટ્રા એક ડ્યુઅલ-સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ 16 બેસ્ડ OriginOS 6 સાથે આવે છે. નવા ફોનમાં 6.85-ઇંચ 2K (1,440×3,168 પિક્સલ) Samsung M14 8T LTPO AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીન 144Hz રિફ્રેશ રેટ, એચડીઆર વીડિયો અને 8000 નિટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. સ્ક્રીન 94.39 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો, 19.8: 9 આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર 3nm Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવી છે.
આ પણ વાંચો - સુઝુકી એક્સેસ 125 સ્કૂટરનું અપડેટેડ વર્ઝન લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને ખાસિયતો
iQOO ના 15 અલ્ટ્રામાં Adreno 840 GPU આપવામાં આવ્યું છે. આ ડિવાઇસ 24 જીબી રેમ અને 1 ટીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. આ સ્માર્ટફોન આઇક્યુના Ice Dome Cooling System સાથે ઉપલબ્ધ છે. હેન્ડસેટની ડાબી બાજુ હીટ વેન્ટ પણ છે.
આઇક્યુના આ ફોન માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સ્માર્ટફોનમાં એપરચર એફ/1.88 અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, એપરચર એફ/2.65 સાથે 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને એપર્ચર એફ /2.05 સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 8K સુધીનો વીડિયો રેકોર્ડ કરી શકાય છે.
ફોનમા 7400mAh બેટરી
iQOO 15 અલ્ટ્રાને પાવર આપવા માટે 100W વાયર્ડ અને 40W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મોટી 7400mAh બેટરી મળે છે. કનેક્ટિવિટી માટે, હેન્ડસેટમાં 5G, 4G LTE, બ્લૂટૂથ 5.4, Wi-Fi, USB Type-C પોર્ટ, GPS જેવા ફીચર્સ છે. આઇક્યુના આ ફોનમાં એક્સિલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, ગાયરોસ્કોપ, ઇ-કંપાસ, હોલ સેન્સર અને ઇન્ફ્રારેડ બ્લાસ્ટર મળે છે. ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. ડિવાઇસનું ડાઇમેંશન 163.65×76.80×8.70mm છે અને તેનું વજન લગભગ 227 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us