એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત, સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, ફ્રિઝ પર મળશે બમ્પર છૂટ

Amazon Great Republic Day Sale 2026: એમેઝોને ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ની નવી એડિશનની જાહેરાત કરી છે. આગામી સેલ માટે એમેઝોન પર એક માઇક્રોસાઇટ લાઇવ કરવામાં આવી છે. બેંક ડિસ્કાઉન્ટ અને ડીલ્સ વિશેની માહિતી આ પેજ પર આપવામાં આવી છે.

Amazon Great Republic Day Sale 2026: એમેઝોને ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ની નવી એડિશનની જાહેરાત કરી છે. આગામી સેલ માટે એમેઝોન પર એક માઇક્રોસાઇટ લાઇવ કરવામાં આવી છે. બેંક ડિસ્કાઉન્ટ અને ડીલ્સ વિશેની માહિતી આ પેજ પર આપવામાં આવી છે.

author-image
Ashish Goyal
New Update
Amazon Great Republic Day Sale 2026

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ની નવી એડિશનની જાહેરાત કરી

Amazon Great Republic Day Sale 2026: એમેઝોન આજે (9 જાન્યુઆરી, 2025) એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ની નવી એડિશનની જાહેરાત કરી છે. આગામી સેલ માટે એમેઝોન પર એક માઇક્રોસાઇટ લાઇવ કરવામાં આવી છે. બેંક ડિસ્કાઉન્ટ અને ડીલ્સ વિશેની માહિતી આ પેજ પર આપવામાં આવી છે. 

Advertisment

કંપની સ્માર્ટફોન, સ્માર્ટવોચ, ટેબ્લેટ્સ, લેપટોપ, પીસી, ગેમિંગ કન્સોલ, સ્માર્ટ ગ્લાસ, વોશિંગ મશીન, પ્રોજેક્ટર, સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર અને સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ જેવી વિવિધ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ઓછી કિંમતે ઉપલબ્ધ કરે તેવી અપેક્ષા છે. 

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં બેંક ડિસ્કાઉન્ટ

ઇ-કોમર્સ જાયન્ટે જાહેરાત કરી છે કે એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. માઇક્રોસાઇટના જણાવ્યા અનુસાર આગામી સેલ માટે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય ગ્રાહકો ઈએમઆઈ પર ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકશે.

જોકે એમેઝોનએ હજી સુધી ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ની તારીખ જાહેર કરી નથી. સેલ દરમિયાન, કંપની ગ્રાહકોને ‘8 pm Deals’, ‘Trending Deals’, ‘Blockbuster Deals’, ‘Blockbuster Deals with Exchange’ અને ‘Top 100 Deals’ અંતર્ગત ઓફર્સ લિસ્ટ કરશે. આ સિવાય એમેઝોન પર ‘Price Crash Store’, ‘Exchange Mela’, ‘Sample Mania’ ડીલ પણ ઉપલબ્ધ થશે. એમેઝોન કૂપન્સ પણ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટેડ ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

Advertisment

આ પણ વાંચો - પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ? EPF સેલેરી લિમિટ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્દેશ

એમેઝોને સૂચવ્યું છે કે ગ્રાહકો ટ્રાન્ઝેક્શન દરમિયાન ઝડપી ચેકઆઉટનો લાભ લેવા માટે તેમની પ્રોફાઇલમાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની માહિતી ઉમેરે. આ સિવાય કંપની તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને સક્રિય કરવા અને તમારું ડિલિવરી એડ્રેસ સેવ અથવા અપડેટ કરવાની પણ સલાહ આપે છે. આગામી સેલ ઇવેન્ટમાં ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ, ડીલ્સ અને તારીખો વિશેની માહિતી આગામી દિવસોમાં આપી શકાય છે.

બીજી તરફ ફ્લિપકાર્ટનો રિપબ્લિક ડે સેલ 17 જાન્યુઆરીથી શરૂ થશે

બીજી તરફ એમેઝોનના મોટા હરીફ ફ્લિપકાર્ટે તાજેતરમાં જાહેરાત કરી છે કે તેનો રિપબ્લિક ડે સેલ 2026 17 જાન્યુઆરીથી શરૂ થશે. ફ્લિપકાર્ટ બ્લેક અને ફ્લિપકાર્ટ પ્લસ સબ્સ્ક્રાઇબર્સને આગામી સેલના 24 કલાક પહેલા એક્સેસ આપવામાં આવશે. આ સિવાય એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ ધારકોને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને ઇઝી ઇએમઆઈ ઓપ્શન આપવામાં આવશે.

બિઝનેસ ટેકનોલોજી