/indian-express-gujarati/media/media_files/2026/02/11/galaxy-s25-ultra-biggest-price-cut-2026-02-11-17-14-54.jpg)
સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે
Galaxy S25 Ultra biggest price cut : જો તમે સેમસંગનો ફ્લેગશિપ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એક મોટી તક છે. આગામી ગેલેક્સી એસ 26 અલ્ટ્રા પહેલાં દક્ષિણ કોરિયન કંપનીનો ફ્લેગશિપ સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જો તમે હજુ પણ આ સેમસંગ ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ એક શાનદાર ડીલ છે.
ગેલેક્સી એસ 25 અલ્ટ્રા ઓફરની કિંમત
ગેલેક્સી એસ 25 અલ્ટ્રાના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં 1,29,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ડિસ્કાઉન્ટ સાથે આ સેમસંગ ફોનને 1,11,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સિવાય એમેઝોન પે આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ સાથે ડિવાઇસ લેવા પર 3,359 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ટાઇટેનિયમ ગ્રે વેરિઅન્ટ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
સોમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા ડિસ્પ્લે
ગેલેક્સી એસ 25 અલ્ટ્રામાં 6.9-ઇંચની ડાયનેમિક એલટીપીઓ એમોલેડ 2X ડિસ્પ્લે છે જે ક્યુએચડી + રિઝોલ્યુશન (3120 × 1440 પિક્સેલ્સ) ઓફર કરે છે. સ્ક્રીનમાં એડેપ્ટિવ રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પીક બ્રાઇટનેસ 2600 નિટ્સ સુધી છે. સ્ક્રીન HDR10+ અને LTPO ટેકનોલોજીને સપોર્ટ કરે છે.
સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા પ્રોસેસર
સેમસંગ ગેલેક્સી અલ્ટ્રામાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ છે જે અદ્યતન 3nm પ્રોસેસ્ડ પર બેઝ છે. આ ઓક્ટા-કોર પ્રોસેસરથી ફોનમાં મલ્ટિટાસ્કિંગ સરળતાથી કરી શકાય છે. જો તમે ઇચ્છો તો ગ્રાહકો 12 જીબી રેમ અથવા 16 જીબી રેમ સાથે 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજની પસંદગી કરી શકે છે.
આ પણ વાંચો - વેલેન્ટાઇન ડે સેલમાં 50 હજારથી પણ ઓછી કિંમતમાં મળી શકે છે આઇફોન 17, જાણો ઓફરની ડિટેલ
સોમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા કેમેરા
ફોટોગ્રાફી માટે ગેલેક્સી એસ 25 અલ્ટ્રામાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ), 200 મેગાપિક્સલનો પ્રાઇમરી રિઅર કેમેરા, 50 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ કેમેરા અને બે ટેલિફોટો લેન્સ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ડિવાઇસમાં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા ડિઝાઇન અને કલર ઓપ્શન
એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોનમાં ડ્યૂરેબલ કોર્નિંગ ગોરિલા આર્મર 2 પ્રોટેક્શન સાથે ટાઇટેનિયમ ફ્રેમ છે. હેન્ડસેટમાં ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP68 રેટિંગ છે. આ ફોનને ટાઇટેનિયમ સિલ્વરબ્લૂ, ટાઇટેનિયમ બ્લેક, ટાઇટેનિયમ ગ્રે અને ટાઇટેનિયમ વ્હાઇટ સિલ્વર કલરમાં લઈ શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us