વેલેન્ટાઇન ડે સેલમાં 50 હજારથી પણ ઓછી કિંમતમાં મળી શકે છે આઇફોન 17, જાણો ઓફરની ડિટેલ

iPhone 17 Discount: જો તમે આ વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ આપવા માટે આઇફોન 17 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક છે. ક્રોમાએ પોતાના વેલેન્ટાઇન ડે સેલ લોન્ચ કર્યો છે

iPhone 17 Discount: જો તમે આ વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ આપવા માટે આઇફોન 17 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક છે. ક્રોમાએ પોતાના વેલેન્ટાઇન ડે સેલ લોન્ચ કર્યો છે

author-image
Ashish Goyal
New Update
iPhone 17 price cut

iPhone 17 Discount: જો તમે આ વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ આપવા માટે આઇફોન 17 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક છે Photograph: (એક્સપ્રેસ)

iPhone 17 Discount : જો તમે આ વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ આપવા માટે આઇફોન 17 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક છે. ક્રોમાએ પોતાના વેલેન્ટાઇન ડે સેલ લોન્ચ કર્યો છે, જેમાં સ્માર્ટફોન, ટેબ્લેટ, વિયરેબલ અને અન્ય ટેક ગેજેટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. સેલની સૌથી ખાસ વાત એપલનો આઇફોન 17 છે, જે હવે ટ્રેડ-ઇન ઓફર, બેંક ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ બોનસ સહિત 50,000 રૂપિયાથી ઓછા ભાવમાં ખરીદી શકાય છે.

Advertisment

આઇફોન 17 (256 જીબી)ને 50,000 રૂપિયાથી ઓછી કિંમતમાં કેવી રીતે મેળવવો?

ક્રોમા એક્સચેન્જ અને બેંક બેનિફિટ્સના કોમ્બિનેશન સાથે આઇફોન 17 (256 જીબી)ને 50,000 રૂપિયાથી ઓછી કિંમતે ઓફર કરી રહ્યું છે. આ ડીલમાં હેન્ડસેટની કિંમત 47742 રૂપિયા થઈ જાય છે.

ક્રોમાના જણાવ્યા અનુસાર ગ્રાહકો એક્સચેન્જ ઓફર હેઠળ જૂના ફોન પર 23,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, 8,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 2,000 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે.

એપલ 17 ડિસ્પ્લે

આઇફોન 17 માં 6.1 ઇંચની સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે છે, જે બ્રાઇટ, વાઇબ્રન્ટ અને શાર્પ વિઝ્યુઅલ્સ આપે છે. તેની શાનદાર બ્રાઇટનેસ તેને આઉટડોરમાં ઉપયોગ કરવાનું સરળ બનાવે છે, જ્યારે કર્વ્ડ કિનારા વધુ ઇમર્સિવ વ્યૂઇંગ અનુભવ આપે છે. સ્ટ્રીમિંગ વિડિઓઝ, ગેમ્સ રમવી હોય અથવા એપ્લિકેશન્સ બ્રાઉઝ કરવી હોય, ડિસ્પ્લે ઉત્તમ કલર એક્યૂરેસી ટચ રિસ્પોન્સ આપે છે, જે શ્રેષ્ઠ સ્ક્રીન ટેકનોલોજી માટે એપલની પ્રતિષ્ઠા જાળવી રાખે છે.

Advertisment

આ પણ વાંચો - ડિજિટલ લાઇફ માટે 5 જરુરી સરકારી એપ્સ, સમય અને પૈસા બન્નેની થશે બચત

આઇફોન 17 કેમેરા

એપલે આઇફોન 17 ને ડ્યુઅલ-કેમેરા સિસ્ટમ સાથે અપગ્રેડ કર્યા છે જે વિવિધ લાઇટિંગ કંડીશનમાં શાર્પ ડિટેલ્ડ તસવીર લે છે. અદ્યતન નાઇટ મોડના કારણે લો-લાઇટ ફોટોગ્રાફીમાં સુધારો થયો છે, જ્યારે પોટ્રેટ શોટ્સ વધારે નેચરલી અને સિનેમેટિક લાગે છે. વીડિયોઓના શોખીમ સિનેમેટિક વીડિયો રેકોર્ડિંગ અને સુધારેલી સ્ટેબિલાઇઝેશન ફિચર્સનો લાભ લઈ શકે છે, જે આ ડિવાઇસને કંન્ટેન્ટ ક્રિએશન અને ફોટોગ્રાફી માટે આઇડિયલ છે.

આઇફોન 17 પ્રોસેસર અને પરફોર્મન્સ

એ 17 બાયોનિક ચિપ દ્વારા સંચાલિત, આઇફોન 17 મુશ્કેલ કાર્યોને સરળતાથી સંભાળે છે. ગેમિંગ, મલ્ટિટાસ્કિંગ અને એપ્લિકેશન લોન્ચ સરળ અને રિસ્પોન્સિવ છે. પ્રોસેસર એડવાન્સ AI અને મશીન લર્નિંગને પણ સપોર્ટ કરે છે, જે રીઅલ-ટાઇમ ફોટો પ્રોસેસિંગ, ઝડપી એપ્લિકેશન રિકમેંડેશન અને વધુ સારી બેટરી ઓપ્ટિમાઇઝેશન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. યુઝર્સ બધા iOS ફંક્શનમાં સીમલેસ પર્ફોમન્સની અપેક્ષા રાખી શકે છે.

આઇફોન 17 ડિઝાઇન

એપલ આઇફોન 17 માં સિરામિક શિલ્ડ ફ્રન્ટ, ગ્લાસ બેક અને લાઇટવેઇટ બોડી છે. તેની એર્ગોનોમિક ડિઝાઇન રોજિંદા ઉપયોગ માટે આરામ આપે છે. ઘણા કલરમાં ઉપલબ્ધ આ ડિવાઇસ સુંદરતા અને મજબૂતીનું સંપૂર્ણ કોમ્બિનેશન છે.

એપલ આઇફોન 5G સ્માર્ટફોન બિઝનેસ