/indian-express-gujarati/media/media_files/2026/02/23/qoo-15r-india-2026-02-23-15-36-33.jpg)
iQOO 15R India launch date : iQOO પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન, iQOO 15R, 24 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે Photograph: (iQOO)
iQOO 15R India launch date : ભારતીય બજારમાં વધુ એક પ્રીમિયમ સ્માર્ટફોનની એન્ટ્રી થવાની છે. iQOO પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન, iQOO 15R, 24 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે. લોન્ચ પહેલા જ અનેક ફિચર્સ સામે આવ્યા છે, જેમાં પાવરફુલ પ્રોસેસર, 200MP કેમેરા, 7600mAh બેટરી અને હાઇ એન્ડ ગેમિંગ ફિચર્સ સામેલ છે. હવે લોન્ચ પહેલા આ ફોનની કિંમત જાહેર કરવામાં આવી છે.
iQOO 15R ની કિંમત 45,000 થી 55,000 રુપિયાની વચ્ચે હોઈ શકે છે. બ્રાન્ડ તેને 50,000 રુપિયાથી ઓછી કિંમતના સેગમેન્ટમાં એક પાવરફુલ સ્માર્ટફોન તરીકે પ્રમોટ કરી રહી છે. ડિવાઇસનો AnTuTu સ્કોર 3.58 મિલિયનથી વધુ હોવાનો અહેવાલ છે, જે તેને ફ્લેગશિપ લેવલ પર્ફોમન્સ કેટેગરીમાં મુકે છે. જોકે કિંમતને કંટ્રોલ રાખવા માટે કંપનીએ ટ્રિપલ કેમેરા સેટઅપને બદલે ડ્યુઅલ કેમેરા સેટઅપ પસંદ કર્યું છે, જે તેને પ્રો અથવા અલ્ટ્રા મોડલોથી અલગ બનાવે છે.
ફોનમાં 6.59-ઇંચની AMOLED ડિસ્પ્લે
પર્ફોમન્સ માટે આ ફોનમાં ક્વોલકોમનું Snapdragon 8 Gen 5 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 12GB રેમ સાથે જોડવામાં આવ્યો છે. આ સિવાય iQOO એ Supercomputing Chip Q2 પણ આપવામાં આવ્યું છે, જે ફ્રેમ ઇન્ટરપોલેશન ટેકનોલોજી સાથે BGMI જેવી ગેમ્સમાં 144fps સુધી સ્મૂધ અનુભવ આપવાનો દાવો કરે છે. ફોનમાં 1260x2750 પિક્સેલ રિઝોલ્યુશન અને 144Hz ના રિફ્રેશ રેટ સાથે 6.59-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. આ કોમ્બિનેશન ગેમિંગ અને મલ્ટીમીડિયા માટે શાનદાર માનવામાં આવે છે.
iQOO 15R કેમેરો
કેમેરા સેટઅપ પણ આ ફોનનું મુખ્ય આકર્ષણ છે. તેમાં પાછળના ભાગમાં 200MP પ્રાઇમરી વાઇડ-એંગલ સેન્સર છે, જે હાઇ-ડિટેલ ફોટોગ્રાફી અને શાનદાર ક્રોપિંગ ફ્લેક્સિબિલિટી ઓફર કરે છે. તેની સાથે 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ છે. આ ફોનનનાં ફ્રન્ટમાં 32MP કેમેરો આપવામાં આવ્યો છે જે 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે અને લો લાઇટ સેલ્ફી માટે સ્ક્રીન ફ્લેશ ફિચર આપે છે.
આ પણ વાંચો - સેમસંગના આ 5G ફોનને ફરી સસ્તામાં ખરીદવાની તક, 11,400 રુપિયા ઓછી થઇ કિંમત
આ ફોનમાં 7600mAh ની મોટી બેટરી
iQOO 15R બેટરી લાઇફની દ્રષ્ટિએ તેના સેગમેન્ટમાં અલગ પડી શકે છે. તેમાં 7600mAh ની મોટી બેટરી છે, જે અન્ય ફ્લેગશિપ સ્માર્ટફોન કરતા વધુ ક્ષમતા રાખે છે. ફોનની મોટાઇ લગભગ 0.79 સેન્ટિમીટર બતાવવામાં આવી રહી છે. ચાર્જિંગ માટે 100W સુપર ફ્લેશ ચાર્જિંગ સપોર્ટ મળે છે, જે ટૂંકા સમયમાં લાંબી બેટરી લાઇફ આપવામાં મદદ કરશે.
સોફ્ટવેરની વાત કરીએ તો આ ડિવાઇસ Android v16 પર બેસ્ડ Funtouch OS 16 અથવા વૈશ્વિક સ્તરે OriginOS 6 સાથે આવશે. કંપની ચાર વર્ષ સુધી મેજર OS અપડેટ્સ અને છ વર્ષ સુધી સિક્યોરિટી પેચ આપવાનો વાયદો કર્યો છે. સાથે IP68 અને IP69 રેટિંગ્સ તેને પાણી અને ધૂળથી સુરક્ષિત બનાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us