/indian-express-gujarati/media/media_files/2026/01/29/moto-g17-and-moto-g17-power-2026-01-29-20-25-42.jpg)
મોટોરોલાએ પોતાની લોકપ્રિય જી-સીરીઝ લાઇનઅપમાં બે નવા સ્માર્ટફોન Moto G17 અને Moto G17 Power લોન્ચ કરી દીધા છે Photograph: (સોશિયલ મીડિયા)
technology news : મોટોરોલાએ પોતાની લોકપ્રિય જી-સીરીઝ લાઇનઅપમાં બે નવા સ્માર્ટફોન Moto G17 અને Moto G17 Power લોન્ચ કરી દીધા છે. આ ફોન્સ ખાસ કરીને બજેટ-ફ્રેંડલી યુઝર્સ માટે તૈયાર કરાયા છે. આ બંને મોડલોમાં 50MP Sony LYTIA 600 મુખ્ય કેમેરા, MediaTek Helio G81 Extreme પ્રોસેસર છે. જેનાથી રોજિંદુ કામ, ફોટો-વીડિયો અને હળવા ગેમિંગ માટે શ્રેષ્ઠ છે.
Moto G17 પાવરની સૌથી મોટી ખાસિયત તેની 6000mAh બેટરી છે. જ્યારે Moto G17 માં 5200mAh બેટરી આપવામાં આવી છે. બંને ફોન Android 15 ઓપરેરિંગ સિસ્ટમ સાથે આવે છે. આ બંને ડિવાઇસમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન અને Pantone-ક્યુરેટેડ કલર ઑપ્સન્સ સામેલ છે.
Moto G17 અને Moto G17 પાવર ફીચર્સ અને સ્પેસફિકેશન
Moto G17 પાવરની સૌથી મોટી ખાસિયત તેની 6000mAh બેટરી છે. જ્યારે Moto G17 માં 5200mAh બેટરી આપવામાં આવી છે. પાવર વર્ઝનમાં 30W ટર્બોપાવર ઝડપથી ચાર્જિંગ સપોર્ટ મેળે છે. જ્યારે G17 માં 18W ટર્બોપાવરનો સપોર્ટ સામેલ છે. બન્ને ફોનમાં ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 50MP નો મુખ્ય કેમેરા છે. આ ઉપરાંત 5MP અલ્ટ્રા-વાઇડ કેમેરાથી ગ્રુપ ફોટોઝ અને લેન્ડસ્કેપ શોટ્સ સારા આવે છે. 32MPનો સેલ્ફી કેમેરા મળે છે.
બંને ફોનમાં 6.72-ઇંચની FHD+ LCD ડિસ્પ્લે
મોટો જી17 અને જી17 પાવર બંનેમાં MediaTek Helio G81 Extreme પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને ડિવાઇસમાં રેમ 4GB અથવા 8GB સુધી અને ઇન્ટરનલ સ્ટોરેજ 128GB અથવા 256GB સુધીના ઓપ્શન્સ છે, સાથે જ માઇક્રોએસડી કાર્ડથી સ્ટોરેજ 1TB સુધી વધારી શકાય છે. બંને ફોનમાં 6.72-ઇંચની FHD+ LCD ડિસ્પ્લે છે. બંને ફોનની સ્ક્રીન કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે સુરક્ષિત રહે છે.
આ પણ વાંચો - સસ્તો આઈફોન જલ્દી લોન્ચ થશે, જાણો ભારતમાં કિંમતથી લઇને કેમેરા, ડિસ્પ્લે સહિત દરેક માહિતી
બંને મોડેલમાં Pantone-curated કોલર ઑપ્સન્સ જેવા ઇવનિંગ બ્લુ, અલાસ્કન બ્લુ અને બોર્ડેક્સ સામેલ છે, જે સ્ટાઇલ લુક આપે છે. Moto G17 સીરીઝ ડ્યુઅલ-સિમ સપોર્ટ, યુએસબી-સી પોર્ટ, 3.5mm હેડફોન જેક અને એનએફસી જેવા ફીચર્સ છે. સ્પીકર સ્ટીરીયો સાથે Dolby Atmos સપોર્ટ પણ મળે છે. બંને ફોન એન્ડ્રોઇડ 15 પર ચાલે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us