Motorola Razr Fold: નોટબુક સ્ટાઇલ વાળો મોટોરોલાનો પ્રથમ ફોન જલ્દી લોન્ચ થશે, જાણો શું હશે ખાસ

Motorola Razr Fold: મોટોરોલા પોતાનો પ્રથમ નોટબુક સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા ફોલ્ડેબલ ફોન સાથે મોટોરોલાનો ઇરાદો પ્રીમિયમ ફોલ્ડેબલ સેગમેન્ટમાં દબદબો ધરાવતી સેમસંગને ટક્કર આપવાનો છે

Motorola Razr Fold: મોટોરોલા પોતાનો પ્રથમ નોટબુક સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા ફોલ્ડેબલ ફોન સાથે મોટોરોલાનો ઇરાદો પ્રીમિયમ ફોલ્ડેબલ સેગમેન્ટમાં દબદબો ધરાવતી સેમસંગને ટક્કર આપવાનો છે

author-image
Ashish Goyal
New Update
motorola notebook style foldable phone

મોટોરોલા પોતાનો પ્રથમ નોટબુક સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન 2026માં લોન્ચ થઇ શકે છે

Motorola Notebook style Foldable Phone : મોટોરોલા પોતાનો પ્રથમ નોટબુક સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા ફોલ્ડેબલ ફોન સાથે મોટોરોલાનો ઇરાદો પ્રીમિયમ ફોલ્ડેબલ સેગમેન્ટમાં દબદબો ધરાવતી સેમસંગને ટક્કર આપવાનો છે. છેલ્લા ઘણા મહિનાઓથી નવા મોટોરોલા ફ્લેગશિપ ફોલ્ડેબલ ડિવાઇસ વિશેની માહિતી સતત લીક અને અહેવાલોમાં બહાર આવી રહી છે. હવે લેટેસ્ટ લીકમાં ખુલાસો થયો છે કે હેન્ડસેટને ‘Razr Fold’ નામથી લોન્ચ કરી શકાય છે.

Advertisment

જાણીતા ટિપસ્ટર ઇવાન બ્લાસે પોતાના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે. ઇવાન દ્વારા શેર કરવામાં આવેલી આ એક સ્લાઇડને લઇને અંદાજ છે કે આ ઇન્ટરનલ માર્કેટિંગ ડેકમાંથી મળી છે. આનાથી આગામી રેઝર ફોલ્ડના કેમેરા સિસ્ટમ અને ડિસ્પ્લેને લગતી માહિતીનો ખુલાસો થયો છે.

આ વર્ષે આ ડિવાઇસને લોન્ચ કરવામાં આવશે 

આ ટીઝર ઇમેજ અનુસાર આ ફોનમાં એક શાનદાર ડિસ્પ્લે, ઇંટેલિજેન્ટ એઆઈ અને એક એડવાન્સ, બાઉન્ડ્રી બ્રેકિંગ કેમેરા સિસ્ટમ હશે જે ફોલ્ડેબલ ડિવાઇસમાં નવું સ્ટાન્ડર્ડ સેટ કરશે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે આ ડિવાઇસને લોન્ચ કરવામાં આવશે અને ફોનને લગતી વધુ વિગતો આગામી મહિનાઓમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મોટોરોલા 2019 થી ક્લેમશેલ-સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી રહી છે. પરંતુ ચર્ચિત રેઝર ફોલ્ડ સાથે મોટો નોટબુક-સ્ટાઇલ ફોલ્ડેબલ સેગમેન્ટમાં પ્રવેશ કરશે અને દક્ષિણ કોરિયન કંપની દ્વારા પ્રભુત્વ ધરાવતા Samsung Galaxy Z Fold 7 ને ટક્કર આપશે.

Advertisment

આ પણ વાંચો - LG એ દુનિયાનું સૌથી સ્લિમ ટીવી રજુ કર્યું! મોબાઇલ બરાબર છે થિકનેસ અને દમદાર ફિચર્સ

ગયા અઠવાડિયે મોટોરોલાએ સત્તાવાર રીતે એક નવા ફ્લેગશિપ સ્માર્ટફોનનું ટીઝર બહાર પાડ્યું હતું. આ નવું ડિવાઇસ અમેરિકાના લાસ વેગાસમાં યોજાનારા ટેક શો CES 2026માં રજૂ કરવામાં આવશે. મેગા ટેક એક્સ્પો 6 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 જાન્યુઆરી સુધી ચાલશે.

ફોલ્ડેબલ ફોન્સનું વેચાણ વધી રહ્યું છે

Counterpoint Research ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ફોલ્ડેબલ ફોન્સનું વેચાણ વધી રહ્યું છે અને વર્ષ 2026 માં આ ડિવાઇસનું વેચાણ 38 ટકા સુધી વધી શકે છે. બુક-સ્ટાઇલના મોડલો આ સેગમેન્ટને લીડ કરી શકે છે. મોટોરોલા રેઝર ફોલ્ડ વિશે હજી સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે સ્પષ્ટ છે કે કંપની 7 જાન્યુઆરીએ તેની નવી સિગ્નેચર સિરીઝ લોન્ચ કરશે. 

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન