ઓપ્પોએ 6500mAh બેટરી અને 50MP કેમેરા વાળો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો, જાણો કિંમત અને ફિચર્સ

Oppo Reno 15 FS 5G Launched : ઓપ્પો એ પસંદગીના યુરોપિયન બજારોમાં Reno Series લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo Reno 15 FS 5G કંપનીનો નવો હેન્ડસેટ છે.

Oppo Reno 15 FS 5G Launched : ઓપ્પો એ પસંદગીના યુરોપિયન બજારોમાં Reno Series લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo Reno 15 FS 5G કંપનીનો નવો હેન્ડસેટ છે.

author-image
Ashish Goyal
New Update
oppo reno 15 fs 5g

Oppo Reno 15 FS 5G કંપનીનો નવો હેન્ડસેટ છે

Oppo Reno 15 FS 5G Launched : ઓપ્પો એ પસંદગીના યુરોપિયન બજારોમાં Reno Series  લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo Reno 15 FS 5G કંપનીનો નવો હેન્ડસેટ છે. કંપની પહેલા જ આ સિરીઝમાં Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Max, Reno 15 Pro Mini, Reno 15C અને Reno 15F સ્માર્ટફોન લોન્ચ કરી ચુકી છે. રેનો 15 એફએસમાં 6500mAh મોટી બેટરી, 8BGB સુધીની RAM, 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ અને 50MP પ્રાઇમરી રીઅર કેમેરા જેવા ફિચર્સ છે. 

Advertisment

ઓપ્પો રેનો 15 એફએસ 5જી ની કિંમત

Oppo Reno 15FS 5G ની કિંમત 1,599 PLN (લગભગ 40,600 રૂપિયા) છે. આ હેન્ડસેટ પોલેન્ડની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ઇટાલીમાં ડિવાઇસની કિંમત 469.99 EUR (લગભગ 50,200 રૂપિયા) છે. આ સ્માર્ટફોનને ઓરોરા બ્લૂ અને ટ્વિલાઇટ બ્લૂ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

ઓપ્પો રેનો 15 એફએસ 5જી ફીચર્સ

ઓપ્પો રેનો 15 એફએસ 5જી સ્માર્ટફોનમાં 6.57-ઇંચની ફુલએચડી + (2,372×1,080 પિક્સેલ) એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1400 નિટ્સ સુધી હાઇ બ્રાઇટનેસ મોડ સાથે આવે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ફોનમાં Gorilla Glass and AGC DT-STAR D+ ગ્લાસ આપવામાં આવ્યો છે.

ઓપ્પોના આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 6 Gen 1 પ્રોસેસર અને Adreno 710 GPU આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. સ્માર્ટફોનનું સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. ફોન એન્ડ્રોઇડ 16 આધારિત ColorOS 16 સાથે આવે છે.

Advertisment

Oppo Reno 15 FS 5G માં ઉચ્ચ ગુણવત્તાવાળા બ્લૂટૂથ ઓડિયો codecs આપવામાં આવ્યા છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેશિયલ રિકગ્રિશન સપોર્ટ પણ છે. ફોનમાં એક્સિલરોમીટર, ગાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર અને ઇ-કંપાસ છે.

ફોનમાં  6500mAh બેટરી છે

ઓપ્પોના આ ફોનને પાવર આપવા માટે  મોટી 6500mAh બેટરી આપવામાં આવી છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે ઓપ્પોના આ હેન્ડસેટમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. રેનો 15 એફએસ 5G માં 50MP વાઇડ-એંગલ પ્રાઇમરી સેન્સર સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન (OIS), 8 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ સેન્સર અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. 

આ પણ વાંચો - આ બાઇકને વર્લ્ડમાં ફક્ત 1,000 લોકો જ ખરીદી શકશે, ભારતમાં લોન્ચ, બાઇકની ખાસિયતો જાણીને દંગ રહી જશો

ફોનના ફ્રન્ટ અને રિયર કેમેરા 30fps પર 4K વિડિઓ રેકોર્ડ કરી શકે છે. રીઅર કેમેરા સ્લો-મોશન, ડ્યુઅલ-વ્યૂ વીડિયો, ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન અને ટાઇમ-લેપ્સ જેવા ફિચર્સ સાથે આવે છે.

કનેક્ટિવિટી માટે ડિવાઇસમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, ઇ-સિમ ફંક્શનાલિટી, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.1, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફિચર્સ મળે છે. સ્માર્ટફોનનું ડાઇમેંશન લગભગ 158.18×74.93×8.14mm છે.

5G ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન