/indian-express-gujarati/media/media_files/2026/03/06/poco-c85x-5g-india-launch-date-2026-03-06-16-53-13.jpg)
ફ્લિપકાર્ટ પર એક પોસ્ટર દ્વારા કંપનીએ પુષ્ટિ આપી છે કે ફોન 10 માર્ચે ભારતમાં લોન્ચ થશે
POCO C85x 5G India Launch Date : પોકો ઝડપથી પોતાની સ્માર્ટફોન લાઇનઅપનો વિસ્તાર કરી રહ્યું છે. હવે કંપની પોતાની સી-સિરીઝમાં નવા ફોન તરીકે POCO C85x 5G લોન્ચ કરવા માટે તૈયાર છે. ફોનની માઇક્રોસાઇટ ફ્લિપકાર્ટ પર લાઇવ થઈ ગઈ છે, જ્યાં કંપનીએ તેની લોન્ચ તારીખ અને રિયર ડિઝાઇનની પુષ્ટિ કરી છે.
પોકો C85x 5G ભારતમાં 10 માર્ચે લોન્ચ થશે
ફ્લિપકાર્ટ પર એક પોસ્ટર દ્વારા કંપનીએ પુષ્ટિ આપી છે કે ફોન 10 માર્ચે ભારતમાં લોન્ચ થશે. કંપનીએ તેને બેટરી કા ખિલાડી ટેગલાઇન સાથે ટીઝ કર્યું છે, જે સંકેત આપે છે કે આગામી ફોન બેટરી ક્ષમતા અથવા બેટરી લાઇફ પર વધુ ધ્યાન ફોક્સ કરશે.
રિયરમાં ગોલ્ડન ડ્યુઅલ-ટોન ફિનિશ દેખાય છે
બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર સ્માર્ટફોન પકડી રહેલો જોવા મળે છે. જેમાં પાછળની ડિઝાઇન જોવા મળે છે. રિયરમાં ગોલ્ડન ડ્યુઅલ-ટોન ફિનિશ દેખાય છે, જેમાં એક બાજુ મેટ/પ્લેન ફિનિશ છે અને બીજી બાજુ ટેક્સચર્ડ ફિનિશ છે.
તેમાં પિલ-આકારનું કેમેરા મોડ્યુલ છે, જે વર્ટિકલ પોઝિશનમાં લાગેલું છે, જે ઉપર ડાબા ખૂણામાં દેખાય છે, જેમાં બે ગોળાકાર કેમેરા કટઆઉટ છે. જેમાં પ્રાયમરી સેન્સર ઉપર અને સેકન્ડરી સેન્સર નીચે છે. LED ફ્લેશ કેમેરા ડેકોની બહાર અને તેને ટોપ પ્રાઈમરી સેન્સરની બાજુમાં રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો - મેટાલિક બ્લેક અવતારમાં આવી યામાહાની દમદાર બાઇક, જાણો કિંમત અને શું છે ખાસિયત
ડિઝાઇન જોતાં તે ગયા વર્ષે ભારતમાં લોન્ચ થયેલા POCO C71 જેવો લાગે છે. જોકે બંને વચ્ચે થોડો તફાવત જોઈ શકાય છે, કારણ કે C71 માં ગ્રિલ જેવું ટેક્સચર હતું, જ્યારે આમાં સરળ ટેક્સચર ફિનિશ છે.
અગાઉની લિસ્ટિંગમાં જાણવા મળ્યું હતું કે આગામી ફોનમાં 32-મેગાપિક્સલનો રિઅર કેમેરા હશે. તે સિવાય સ્માર્ટફોનના ફિચર્સ વિશે વધારે માહિતી સામે આવી નથી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us