Poco M8 5G : Poco નો સૌથી સસ્તો મિલિટ્રી ગ્રેડ ફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

POCO M8 5G Launch date in india : POCO ફરી એકવાર બજેટ-કેન્દ્રિત 5G સ્માર્ટફોન સેગમેન્ટમાં જોરદાર ધમાકો કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની 8 જાન્યુઆરીએ ભારતમાં તેનો નવો ફોન POCO M8 5G લોન્ચ કરવા માટે તૈયાર છે

POCO M8 5G Launch date in india : POCO ફરી એકવાર બજેટ-કેન્દ્રિત 5G સ્માર્ટફોન સેગમેન્ટમાં જોરદાર ધમાકો કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની 8 જાન્યુઆરીએ ભારતમાં તેનો નવો ફોન POCO M8 5G લોન્ચ કરવા માટે તૈયાર છે

author-image
Ashish Goyal
New Update
POCO M8 5G

POCO M8 5G ફોન 8 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે Photograph: (POCO)

POCO M8 5G Launch date in india : POCO ફરી એકવાર બજેટ-કેન્દ્રિત 5G સ્માર્ટફોન સેગમેન્ટમાં જોરદાર ધમાકો કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની 8 જાન્યુઆરીએ ભારતમાં તેનો નવો ફોન POCO M8 5G લોન્ચ કરવા માટે તૈયાર છે. તે 5G કનેક્ટિવિટી, AI-કેમેરા ફિચર્સ અને પાવર ફુલ પર્ફોમન્સ સાથે આવવાનો છે. 

Advertisment

POCO એ તેની માઇક્રોસાઇટ અને ટીઝર દ્વારા ફોનની ઘણી મુખ્ય ડિઝાઇન અને સ્પેસિફિકેશન દેખાડવાનું શરૂ કરી દીધું છે. POCO M8 5G એક એવો સ્માર્ટફોન છે જે ઓછા બજેટ વાળા યુઝર્સ માટે 5G ફિચર્સ, શાનદાર ડિસ્પ્લે, AI-કેમેરા અને વિશ્વસનીય બેટરી સાથે સંતુલિત પેકેજ ઓફર કરી શકે છે. લોન્ચ પહેલાં ફોનની સંભવિત કિંમત અને ફિચર્સ પર એક નજર કરીએ.

Poco M8 5G ફિચર્સ

POCO M8 5G ફોનમાં 50MP મુખ્ય AI-સંચાલિત કેમેરો મળે છે, જે રોજિંદા ફોટોગ્રાફીને સ્માર્ટ રીતે હેન્ડલ કરશે. AI-એનેબલ ફોટો એડિટિંગ ટૂલ્સ જેમ કે AI મેજિક ઇરેઝર પ્રો, AI સ્કાય રિપ્લેસમેન્ટ અને AI રિફ્લેક્શન રીમુવર ફોટાને આપમેળે શાનદાર બનાવવા માટે તૈયાર છે.

આ સેટઅપ 4K વિડિયો રેકોર્ડિંગ, ડિટેલ્ડ પોટ્રેટ્સ અને  લો-લાઇટ શૂટિંગ પણ શાનદાર આપવાનું વચન આપે છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનમાં 20MP ફ્રન્ટ કેમેરા પણ હોવાની અપેક્ષા છે, જે વીડિયો કોલિંગ અને સેલ્ફી બંને માટે સારી ક્વોલિટી મળી શકશે.

Advertisment

POCO M8 5G ડિઝાઇન અને ડિસ્પ્લે

POCO M8 5G ની ડિઝાઇન સ્લિમ અને લાઇટવેટ હોવાનું વચન આપે છે, જે બજેટ સેગમેન્ટમાં પ્રીમિયમ ફીલ અને દેખાવ આપે છે. ફોનની મોટાઇ 7.35mm હોવાની અપેક્ષા છે. તેની સૌથી મોટી ખાસિયત તેની 6.77-ઇંચ 3D-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટ છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 3200 nits સુધી હોવાનો દાવો કરવામાં આવે છે, જેથી આઉટડોર વિઝિબિલીટી પણ શાનદાર હશે. ડિઝાઇનમાં ડ્યુઅલ-ટોન અથવા વેગન લેધર ફિનિશ સાથે આકર્ષક બેક પેનલ પણ મળી શકે છે.

આ પણ વાંચો - રિયલમી પેડ 3 ની ભારતમાં એન્ટ્રી, 12200mAh મોટી બેટરી, જાણો કિંમત અને ફિચર્સ

POCO M8 5G લીક કિંમત અને ઉપલબ્ધતા

આ ફોન ફક્ત ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે. એવો અંદાજ છે કે POCO M8 5G ની કિંમત 10,000 થી 15,000 રુપિયાની વચ્ચે હોઈ શકે છે, જે તેના ફિચર્સના હિસાબે ઘણી આકર્ષક છે.

POCO M8 5G પર્ફોમન્સ અને બેટરી

POCO M8 5G પર્ફોમન્સ માટે ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવી રહ્યું છે. ફોનમાં 5520mAh બેટરી છે, જે ઘણા ઉપયોગ દરમિયાન પણ આખો દિવસ બેટરી લાઇફ આપી શકે છે. તે 45W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, જે ઝડપી ચાર્જિંગ સુનિશ્ચિત કરે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ