Realme Pad 3 : રિયલમી પેડ 3 ની ભારતમાં એન્ટ્રી, 12200mAh મોટી બેટરી, જાણો કિંમત અને ફિચર્સ

Realme Pad 3 Launched : રિયલમીએ ભારતમાં Realme 16 Pro શ્રેણી સાથે તેનું નવું ટેબ્લેટ Realme Pad 3 પણ લોન્ચ કર્યું છે. નવા રિયલમી પેડ 3 માં 12200mAh મોટી બેટરી સાથે 8 જીબી રેમ મળે છે. નવા રિયલમી પેડ 3 ની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

Realme Pad 3 Launched : રિયલમીએ ભારતમાં Realme 16 Pro શ્રેણી સાથે તેનું નવું ટેબ્લેટ Realme Pad 3 પણ લોન્ચ કર્યું છે. નવા રિયલમી પેડ 3 માં 12200mAh મોટી બેટરી સાથે 8 જીબી રેમ મળે છે. નવા રિયલમી પેડ 3 ની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

author-image
Ashish Goyal
New Update
realme pad 3 launch

Realme Pad 3 Launched : રિયલમીએ ભારતમાં તેનું નવું ટેબ્લેટ Realme Pad 3 લોન્ચ કર્યું

Realme Pad 3 Launched : રિયલમીએ ભારતમાં Realme 16 Pro શ્રેણી સાથે તેનું નવું ટેબ્લેટ Realme Pad 3 પણ લોન્ચ કર્યું છે. નવા એન્ડ્રોઇડ ટેબ્લેટમાં ડાયમેન્સિટી 7300-મેક્સ ચિપસેટ, 256 જીબી સુધીની સ્ટોરેજ અને 11.61 ઇંચની મોટી ડિસ્પ્લે જેવા ફિચર્સ છે. નવા રિયલમી પેડ 3 માં 12200mAh મોટી બેટરી સાથે 8 જીબી રેમ મળે છે. નવા રિયલમી પેડ 3 ની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

Advertisment

રિયલમી પેડ 3  કિંમત

રિયલમી પેડ 3ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાઇ-ફાઇ મોડેલની કિંમત 26,999 રૂપિયા છે. જ્યારે 5G વેરિઅન્ટને 29,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે 5જી વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. આ ટેબ્લેટને શેમ્પેઇન ગોલ્ડ અને સ્પેસ ગ્રે કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

રિયલમી પેડ 3 નું વેચાણ 16 જાન્યુઆરીથી બપોરે 12 વાગ્યે રિયલમીની વેબસાઇટ પર શરૂ થશે. આ હેન્ડસેટ કંપનીના ઓફિશિયલ સ્ટોર અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકોને 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

રિયલમી પેડ 3 સ્પેસિફિકેશન્સ

રિયલમી પેડ 3 એન્ડ્રોઇડ 16 બેસ્ડ Realme UI 7.0 પર ચાલે છે. આ ટેબ્લેટમાં 1.61 ઇંચની 2.8K (2,000×2,800 પિક્સેલ) ડિસ્પ્લે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. ડિસ્પ્લે 500 નિટ્સ ટિપિકલ બ્રાઇટનેસ સાથે આવે છે.

Advertisment

રિયલમીના આ ટેબ્લેટને પાવર આપવા માટે મોટી 12200mA બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી 6.5W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ટેબ્લેટની મોટાઇ 6.6mm છે અને તેનું વજન લગભગ 578 ગ્રામ છે.

આ પણ વાંચો - નોટબુક સ્ટાઇલ વાળો મોટોરોલાનો પ્રથમ ફોન જલ્દી લોન્ચ થશે, જાણો શું હશે ખાસ

રિયલમી પેડ 3 માં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7300-Max ચિપસેટ છે જે 4nm પ્રોસેસર પર આધારિત છે. ટેબ્લેટમાં  Arm Mali-G615 GPU  છે. આ નવા ટેબ્લેટમાં 8 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને 2 ટીબી સુધી વધારી શકાય છે.

ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે

રિયલમી પેડ 3માં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે. કનેક્ટિવિટી માટે, ટેબ્લેટમાં વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.4 અને ડ્યુઅલ-બેન્ડ WLAN  જેવા ફીચર્સ છે. આ ટેબમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સિલરોમીટર, ઇ-કંપાસ અને હોલ સેન્સર આપવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં ડોલ્બી ઓડિયો સપોર્ટ સાથે ક્વાડ સ્પીકર આપવામાં આવ્યા છે. ટેબ્લેટની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

ટેકનોલોજી બિઝનેસ