/indian-express-gujarati/media/media_files/2026/01/30/realme-16-5g-launched-2026-01-30-17-23-02.jpg)
Realme 16 5G Launched : Realme એ વિયેતનામમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન રિયલમી 16 5G લોન્ચ કર્યો
Realme 16 5G Launched : રિયલમીએ વિયેતનામમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન રિયલમી 16 5G લોન્ચ કર્યો છે. નવા રિયલમી સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6400 ટર્બો ચિપસેટ, 6.57 ઇંચની એમોલેડ ડિસ્પ્લે, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ જેવા ફિચર્સ છે. Realme 16 5G માં 7000mAh મોટી બેટરી અને ડસ્ટ અને પાણીનું રેટિંગ મળે છે. રિયલમીએ આ ફોનને ભારત સહિત અન્ય બજારોમાં ઉપલબ્ધ કરાવવા સંબંધિત કોઈ માહિતી આપી નથી.
રિયલમી 16 5G ની કિંમત
રિયલમી 16 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 11,490,000 વિયેતનામી ડોલર (લગભગ 40,000 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,490,000 વિયેતનામી ડોલર (લગભગ 44,000 રૂપિયા) છે. હેન્ડસેટને બ્લેક ક્લાઉડ અને વ્હાઇટ સ્વાન કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Realme 16 5G સ્પેસિફિકેશન્સ
Realme 16 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 આધારિત Realme UI 7.0 સાથે આવે છે. આ હેન્ડસેટમાં 6.57 ઇંચની ફુલએચડી + (1,080×2,372 પિક્સેલ) ફ્લેક્સિબલ એમોલેડ ડિસ્પ્લે છે. સ્ક્રીન 93 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો, 397 પીપીઆઈ પિક્સેલ ડેનસિટી અને 120Hz સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. ડિસ્પ્લે 240 હર્ટ્ઝ સુધી ટચ સેમ્પલિંગ અને 4200 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સાથે આવે છે. ડિસ્પ્લેમાં ડીટી સ્ટાર ડી + ગ્લાસ પ્રોટેક્શન પણ છે.
Realme 16 5G માં ઓક્ટા-કોર MediaTek Dimensity 6400 ટર્બો ચિપસેટ છે. ફોનમાં Mali-G57 MC2 GPU છે. ઉપકરણમાં 12GB સુધીની રેમ અને 256GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
આ પણ વાંચો - 6000mAh બેટરી, 32MP સેલ્ફી કેમેરા સાથે મોટોરોલાએ બે ફોન લોન્ચ કર્યા, જાણો કિંમત અને ફિચર્સ
ફોટોગ્રાફી માટે, Realme 16 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલનું વાઇડ-એંગલ સેન્સર છે જે ઓટોફોકસ અને 2 મેગાપિક્સલનું મોનોક્રોમ સેન્સર છે. ફોનમાં 50 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર છે. ફોનને પાવર આપવા માટે 7000mAhની બેટરી આપવામાં આવી છે, જે 60W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ વિકલ્પ પ્રદાન કરે છે. ડિવાઇસનું ડાઇમેંશન 158.30×75.13×8.10mm છે અને વજન 183 ગ્રામ છે.
કનેક્ટિવિટી માટે રિયલમીના આ ફોનમાં બ્લૂટૂથ 5.3, 5G, 4G LTE, GPS, USB Type-C port અને Wi-Fi 6 જેવા ફિચર્સ છે. હેન્ડસેટમાં ફેશિયલ રેકગ્નિશન અને ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ડિવાઇસમાં પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇ-કંપાસ, એક્સિલરોમીટર, ગાયરોસ્કોપ, હોલ સેન્સર વગેરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us