ઓફલાઇન કોલિંગ ફીચર સાથે ₹ 9000 થી સસ્તો ધાંસુ સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ

Tecno Spark Go 3 Launch Price : ટેક્નો સ્પાર્ક 3 ગો સ્માર્ટફોન 5000mAh મોટી બેટરી, 64GB સ્ટોરેજ અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેમા ટેક્નો ઓફલાઇન કોલિંગ ફીચર પણ આવે છે.

Tecno Spark Go 3 Launch Price : ટેક્નો સ્પાર્ક 3 ગો સ્માર્ટફોન 5000mAh મોટી બેટરી, 64GB સ્ટોરેજ અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેમા ટેક્નો ઓફલાઇન કોલિંગ ફીચર પણ આવે છે.

author-image
Ajay Saroya
New Update
tecno spark go 3 Launch |  tecno spark go 3 Price | tecno Phone

tecno spark go 3 Price And Specifications : ટેક્નો સ્પાર્ક ગો 4 સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. Photograph: (Tecno Mobile)

Tecno Spark Go 3 Launched : ટેકનો કંપની એ ભારતમાં તેના લેટેસ્ટ સ્પાર્ક ગો સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ટેક્નો સ્પાર્ક ગો 3 સ્માર્ટફોનમાં 6.74 ઇંચની એચડી + ડિસ્પ્લે, યુનિસોક ટી 7250 ચિપસેટ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ છે. ટેકનો સ્પાર્ક ગો 3માં 5000mAh બેટરી મળે છે. જાણો લેટેસ્ટ ટેક્નો સ્પાર્ક ગો 3 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે દરેક વિગત

Advertisment

Tecno Spark Go 3 Price : ટેકનો સ્પાર્ક ગો 3 કિંમત

ટેકનો સ્પાર્ક ગો 3 મોબાઇલના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. ફોનનું વેચાણ 23 જાન્યુઆરીથી એમેઝોન ઇન્ડિયા પર શરૂ થશે. આ હેન્ડસેટને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ દ્વારા પણ ખરીદી શકાય છે. આ ફોનને ટાઇટેનિયમ ગ્રે, ઇંક બ્લેક, ગેલેક્સી બ્લુ અને ઓરોરા પર્પલ કલરમાં ઉપલબ્ધ છે.

Tecno Spark Go 3 Specifications : ટેકનો સ્પાર્ક ગો 3 સ્પેસિફિકેશન્સ

ટેકનો સ્પાર્ક ગો 3 ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. આ હેન્ડસેટમાં 6.74 ઇંચની એડી + (720×1,600 પિક્સેલ્સ) આઇપીએસ ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર યુનિસોક ટી 7250 પ્રોસેસર છે જે 1.8 ગીગાહર્ટઝ ક્લોક સ્પીડ પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પ છે. આ ફોન ટેકનોના એલા વોઇસ આસિસ્ટન્ટ ફીચર સાથે આવે છે.

ટેકનો કંપનીનો દાવો છે કે નવો સ્પાર્ક 3 મોબાઇલ વોટરપ્રુફ અને ડસ્ટફ્રી ક્ષમતા માટે IP64 રેટિંગ ધરાવે છે. ટેકનો સ્પાર્ક ગો 3 મોબાઇલને પાવર આપવા માટે, એક મોટી 5000mAh બેટરી આપવામાં આવી છે જે 15W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે ફોનને ચાર વર્ષ સુધી 'લેગ-ફ્રી પર્ફોર્મન્સ' મળશે.

Advertisment

ટેકનો સ્પાર્ક ગો 3 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો છે જે ડ્યુઅલ એલઇડી ફ્લેશ સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં એઆઈ કેમ, પોર્ટ્રેટ, સુપર નાઇટ, બ્યુર્ટી, ડ્યુઅલ વિયો, ટાઇમ-લેપ્સ, પેનોરમા અને પ્રો કેમેરા મોડ્સ છે.

આ પણ વાંચો | ફોટોગ્રાફીના શોખીન માટે શાનદાર સ્માર્ટફોન લોન્ચ, 7600mAh બેટરી અને 1TB સુધી સ્ટોરેજ

ટેક્નો સ્પાર્ક ગો 3 સ્માર્ટફોનમાં ટેક્નોનું ઓફલાઇન કોલિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે, જે યુઝર્સ 1.5 કિલોમીટરની ત્રિજ્યા સાથે અન્ય ટેકનો ફોન યુઝર્સ સાથે કનેક્ટ કરી શકે છે. કનેક્ટિવિટી માટે, ટેકનો સ્પાર્ક ગોમાં 4 જી એલટીઇ, 3 જી, વાઇ-ફાઇ, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે.

5G ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ