મૂંગા મોઢે આ વ્યક્તિએ કરી લીધી 8,980 કરોડ રૂપિયાની કમાણી! હવે દુનિયામાં આવશે તેનો 'AI અવતાર'

ખાબી લામેનું સાચું નામ સેરિન્ઝે ખાબાને લામે છે. જ્યારે COVID-19 રોગચાળા દરમિયાન દુનિયા સ્થગિત થઈ ગઈ, ત્યારે લામેની રમુજી પ્રતિક્રિયા વીડિયઝે વિશ્વભરમાં લોકોનું મનોરંજન કર્યું.

ખાબી લામેનું સાચું નામ સેરિન્ઝે ખાબાને લામે છે. જ્યારે COVID-19 રોગચાળા દરમિયાન દુનિયા સ્થગિત થઈ ગઈ, ત્યારે લામેની રમુજી પ્રતિક્રિયા વીડિયઝે વિશ્વભરમાં લોકોનું મનોરંજન કર્યું.

author-image
Rakesh Parmar
New Update
Khaby Lame

ખાબી લામેનું સાચું નામ સેરિન્ઝે ખાબાને લામે છે. Photograph: (સોશિયલ મીડિયા)

પોતાના મૌનથી લોકોને હસાવવા માટે જાણીતા ખાબી લામે એક લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર છે, તેમણે પોતાની કંપની વેચી દીધી છે. 25 વર્ષીય ઇટાલિયન કન્ટેન્ટ સર્જકે તેમની વૈશ્વિક બ્રાન્ડ અને વ્યાપારી પ્રવૃત્તિઓનું સંચાલન કરતી કંપનીને લગભગ $975 મિલિયન (₹8,980 કરોડ) માં વેચી દીધી છે.

Advertisment

કોરોનાકાળ દરમિયાન લોકપ્રિયતા મળી

ખાબી લામેનું સાચું નામ સેરિન્ઝે ખાબાને લામે છે. જ્યારે COVID-19 રોગચાળા દરમિયાન દુનિયા સ્થગિત થઈ ગઈ, ત્યારે લામેની રમુજી પ્રતિક્રિયા વીડિયઝે વિશ્વભરમાં લોકોનું મનોરંજન કર્યું. ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પરના તેમની મૌન પ્રતિક્રિયા વીડિયો હજુ પણ લાખો લોકો દ્વારા માણવામાં આવી રહ્યા છે.

જાહેર દસ્તાવેજો અનુસાર, ખાબેની કંપની, સ્ટેપ ડિસ્ટિંક્ટિવ લિમિટેડ (Step Distinctive Limited), હોંગકોંગ-લિસ્ટેડ હોલ્ડિંગ કંપની રિચ સ્પાર્કલ દ્વારા હસ્તગત કરવામાં આવી છે. આ ડીલ હેઠળ ચીની લાઇવસ્ટ્રીમ અને કન્ટેન્ટ કોમર્સ કંપની અનહુઇ ઝિયાઓહેઇયાંગ નેટવર્ક ટેકનોલોજી કંપની લિમિટેડ આગામી 36 મહિના માટે ખાબેના વૈશ્વિક વ્યાપારી કામગીરી માટે એકસક્લુઝીવ પાર્ટનર રહેશે.

Advertisment

ખાબે પણ AI અવતારમાં દેખાશે

આ ડીલ હેઠળ કંપની ખાબેનો AI-જનરેટેડ ક્લોન પણ બનાવશે, જેના માટે તેણે તેના ચહેરા અને અવાજનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જેનો ધ્યેય ખાબેના અવાજનો ઉપયોગ કરીને વિવિધ ભાષાઓમાં સોશિયલ મીડિયા સામગ્રી બનાવવાનો છે.

ખાબે લામે કોણ છે?

સેનેગલમાં જન્મેલા ખાબે લામેના ઇન્સ્ટાગ્રામ પર 77 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને ટિકટોક પર 160 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે મુશ્કેલ લાઇફ હેક્સને સરળ રીતે, બોલ્યા વિના, ફક્ત હાવભાવનો ઉપયોગ કરીને સમજાવે છે. તે તેની પહોળી આંખો, સહેજ સ્મિત અને હાથ ઉપર કરલાની વિશિષ્ટરીત માટે જાણીતો છે.

ટેકનોલોજી ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ