પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે લોકો બેસ્ટ માઇલેજ આપતી બાઇક કે સ્કૂટર ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. લોકોની પસંદને ધ્યાનમાં રાખીને ટુ- વ્હિલર બનાવતી કંપનીઓ પણ ઓછી પ્રાઇસ વાળી અને વધારે માઇલેજ આપતી બાઇક મોટી સંખ્યામાં માર્કેટમાં લોન્ચ કરી રહી છે.
આજે અમે તમને ટોપ 5 બેસ્ટ માઈલેજ બાઇક વિશે જણાવી રહ્યા છીએ જે ઓછા ખર્ચે લાંબી માઈલેજનો બેસ્ટ ઓપ્શન બની શકે છે. અહીંયા તમે આ બેસ્ટ માઇલેજનો દાવો કરતી બાઇકની કિંમત, એન્જિન અને માઈલેજ સહિતની સંપૂર્ણ વિગતો જાણો.
Hero HF 100
Hero HF 100 એ આ કંપનીની સાથે સાથે દેશની સૌથી ઓછી પ્રાઇસવાળી બાઇક છે, જેણે માર્કેટમાં માત્ર એક જ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ પ્રાઇસ 56,968 રૂપિયા છે.
જો તમે આ બાઇક ખરીદવા ઇચ્છો છો પણ તમારી પાસે 57 હજાર રૂપિયાનું બજેટ નથી તો Hero HF 100ને તમે સરળ ફાઇનાન્સ પ્લાન મારફતે ખરીદો શકો છે.
બાઇકનું એન્જિન અને માઇલેજ કેપેસિટીઃ-
Hero MotoCorp એ આ બાઇકમાં 97.2 cc સિંગલ સિલિન્ડર એન્જિન ફિટ કર્યુ છે જેની સાથે 4 સ્પીડ ગિયરબોક્સ ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા અનુસાર, બાઇકની માઇલેજ 83 કિલોમીટર પ્રતિ લિટર છે.
Hero HF Deluxe
હીરો એચએફ ડીલક્સ બાઇક એ બીજી ઓછી કિંમતની વધારે માઇલેજ આપતી બાઇક છે જેના ચાર વેરિઅન્ટ કંપની દ્વારા અત્યાર સુધીમાં લોન્ચ કરવામાં આવ્યા છે. હીરો એચએફ ડીલક્સની કિંમત રૂ. 59,990 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે જે ટોપ મોડલમાં રૂ. 67,138 સુધી જાય છે.
કેશ પેમેન્ટની ઉપરાંત તમે Hero HF Deluxeને સરળ ડાઉન પેમેન્ટ અને માસિક EMI પ્લાન સાથે પણ ખરીદી શકાય છે.
બાઇકનું એન્જિન અને માઇલેજ કેપેસિટીઃ-
Hero HF Deluxeમાં 97.2 ccનું એન્જિન આવે છે જે 4 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. આ બાઇકની માઇલેજ પ્રતિ લિટર કિમી છે જે ARAI દ્વારા પ્રમાણિત છે.
Bajaj CT 110 X
બજાજ CT 110X બાઇક એ રફ અને ટફ સ્ટાઇલવાળી માઇલેજ બાઇક છે જેના બે વેરિઅન્ટ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. આ બાઇકની કિંમત 59,104 રૂપિયાથી શરૂ થાય છે જે ટોપ મોડલમાં 67,322 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) સુધી છે. તમે કેશ પેમેન્ટ સિવાય ફાઇનાન્સ પ્લાન સાથે Bajaj CT 110X ખરીદી શકો છો.
Bajaj CT 110Xનું એન્જિન અને માઇલેજઃ-
Bajaj CT 110Xમાં 115.45 ccના સિંગલ સિલિન્ડર એન્જિન આપેલુ છે જેની સાથે 4 સ્પીડ ગિયરબોક્સને જોઇન્ટ કરવામાં આવ્યુ છે. માઈલેજની વાત કરીએ તો કંપનીએ આ બાઇક 104 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપતી હોવાનો દાવો કર્યો છે.
Bajaj Platina 100
બજાજ પ્લેટિના એ ઓછા બજેટમાં ઉપલબ્ધ ચોથી ટોપ માઈલેજવાળી બાઇક છે, જે તેની કિંમત, ઓછા વજન અને માઈલેજ માટે પસંદ કરવામાં આવે છે. કંપનીએ આ બાઇકનું માત્ર એક જ વેરિયન્ટ માર્કેટમાં લોન્ચ કર્યું છે. તમે બજાજ પ્લેટિના ફાઇનાન્સ પ્લાન મારફતે પણ ઘર લઈ શકો છો.
બાઇકનું એન્જિન અને માઇલેજઃ-
બજાજ પ્લેટિના 100માં કંપનીએ સિંગલ સિલિન્ડરવાળું 102 સીસીનું એન્જિન આપ્યું છે. આ એન્જિન સાથે 4 સ્પીડ ગિયરબોક્સ ઉપલબ્ધ છે. બાઇકની માઇલેજ 90 કિમી પ્રતિ લિટર છે અને તે ARAI દ્વારા પ્રમાણિત છે.
Honda CD 110 Dream
હોન્ડા સીડી 110 ડ્રીમ બાઇકએ આ કંપનીની સૌથી ઓછી કિંમતની બાઇક છે જે સ્ટાઇલિશ ડિઝાઇન સાથેની માઇલેજ અને કિંમતને કારણે પસંદ કરવામાં આવે છે. આ બાઇકનું માત્ર એક જ વેરિઅન્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેની એક્સ-શોરૂમ પ્રાઇસ 70,315 રૂપિયા છે. તમે ફાઇનાન્સ પ્લાન મારફતે પણ સરળતાથી આ બાઇક ખરીદી શકો છો.
આ પણ વાંચોઃ વર્ષ 2023માં લોન્ચ થનાર બેસ્ટ ઇલેક્ટ્રિક બાઇક, પ્રતિ કલાક 150 kmની સ્પીડમાં દોડશે
બાઇકનું એન્જિન અને માઇલેજ કેપેસિટીઃ-
Honda CD 110 Dreamમાં કંપનીએ સિંગલ સિલિન્ડરવાળા 109.51 ccનું એન્જિન આપ્યું છે. આ એન્જિન સાથે 4 સ્પીડ ગિયરબોક્સની પેર ફિટ કરવામાં આવી છે. માઈલેજની વાત કરીએ તો કંપનીએ દાવો કર્યો છે કે, CD 110 Dream એક પેટ્રોલ લીટરમાં 74 કિલોમીટરની માઈલેજ આપે છે.