/indian-express-gujarati/media/media_files/2026/01/31/smartphones-2026-01-31-17-59-41.jpg)
બજેટમાં સ્માર્ટફોન લઇને શું જાહેરાતો થશે Photograph: (પ્રતિકાત્મક તસવીર)
Union Budget 2026 : દેશનું કેન્દ્રીય બજેટ રવિવારને 1 ફેબ્રુઆરી 2026 ના રોજ રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9 મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ 2026-2027ની જાહેરાત પહેલા ટેક ઉદ્યોગમાં એક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. શું આ વર્ષે સ્માર્ટફોનની કિંમતમાં વધારો થશે કે નહીં?
ગ્રાહકો, નિષ્ણાતો અને સ્માર્ટફોન બનાવનાર કંપની સહિત ઘણા સ્ટેકહોલ્ડર્સ આ કારણોસર બજેટની રાહ જોઈ રહ્યા છે. કારણ કે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે અને તેણે લોકોના વધુને વધુ ડિજિટાઇઝ્ડ રોજિંદા જીવનમાં સ્માર્ટફોનને આવશ્યકતા બનાવી દીધું છે.
આ વર્ષે કિંમતો પર શા માટે અસર થશે?
છેલ્લા 2-3 વર્ષથી ઘણી ભારતીય સ્માર્ટફોન કંપનીઓ સ્માર્ટફોન માર્કેટમાં આવી રહી છે અને ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદકોનો મોટો બજાર હિસ્સો લઈ રહી છે. આ કારણે બાદમાં તેમના ડિવાઇસની કિંમતમાં થોડો ઘટાડો કરવો પડ્યો હતો. જોકે આ વર્ષે આવું નહીં થઈ શકે કારણ કે એઆઈ કંપનીઓની વધતી માંગને કારણે ચિપસેટ મોંઘા થઈ રહ્યા છે. આ સિવાય ટેરિફ લાદવાને કારણે સપ્લાય ચેઇનની સમસ્યાઓ પણ સ્માર્ટફોનની કિંમતોને અસર કરી શકે છે.
કેન્દ્રીય બજેટનું ફોક્સ શું હોવું જોઈએ?
ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે સમય આવી ગયો છે કે ભારત કેમેરા મોડ્યુલ્સ, બેટરી, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (પીસીબી) અને બીજા જરુરી પાર્ટ્સ જેમ મુખ્ય સ્માર્ટફોન કંપોનેટ્સનું એક પ્રમુખ મેન્યુફેક્ચરર બનવા પર ધ્યાન કેન્દ્રિત કરે. આનાથી ભારત સપ્લાય ચેઇનનો વ્યૂહાત્મક ભાગ બનશે. સંશોધન અને વિકાસ, સિસ્ટમ ડિઝાઇન અને સોફ્ટવેર ડ્રિવન ઇનોવેશન પર પણ વધુ ભાર મૂકવાની જરૂર છે.
ટેકઆર્કના ફૈઝલ કાવૂસાએ ફાઇનાન્સિયલ એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ બજેટમાં, અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર સ્માર્ટફોન ઉદ્યોગ પર નરમ વલણ અપનાવશે અને સ્માર્ટફોન પર જીએસટી રેટમાં ઘટાડો કરીને થોડી રાહત આપશે. આ OEM ને ખૂબ જ અનિશ્ચિત સપ્લાય ચેઇનને કારણે ભાવની વધઘટને અમુક હદ સુધી એડજસ્ટ કરી શકશે. આ ફોનની કિંમતો ઘટાડવામાં મદદ કરી શકશે નહીં, પરંતુ તે અમુક હદ સુધી સંભવિત ભાવ વધારાને એડજસ્ટ કરી શકે છે, જે ગ્રાહકોને, ખાસ કરીને એન્ટ્રીથી મિડ લેવલ વાળા, 5G એક્સપિરીયન્સમાં અપગ્રેડ કરી શકાશે.
હાલમાં મોટાભાગના સ્માર્ટફોન ભારતમાં એસેમ્બલ કરવામાં આવે છે, પરંતુ મુખ્ય કંપોનેટ્સ હજુ પણ આયાત કરવામાં આવે છે. ઉદ્યોગના પ્લેયર્સની દલીલ છે કે બજેટમાં ટારગેટેડ ટેક્સ પ્રોત્સાહન અને પોલિસી સપોર્ટ ઇન કંપોનેટ્સના સ્થાનિક મેન્યુફેક્ચરિંગને વેગ આપી શકે છે. આવા પગલાઓ ખર્ચને નિયંત્રિત કરવામાં, સ્માર્ટફોનની કિંમતોને સ્થિર રાખવામાં અને કેટલાક કિસ્સાઓમાં, કિંમતો ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
આ પણ વાંચો - એક જ દિવસમાં ચાંદી 66,000 રુપિયા સસ્તી થઇ, સોનામાં પણ 19,000 રુપિયાનો ઘટાડો, જાણો કેમ ભાવ ગગડ્યા
ટેકઇનસાઇટ્સના સિનિયર ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ અભિલાષ કુમારે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે આ બજેટમાં દેશમાં સ્માર્ટફોન એસેમ્બલિંગને બદલે સ્માર્ટફોન કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં એસેમ્બલિંગ પહેલાથી જ ખૂબ જ મજબૂત બન્યું છે. હવે આગલા સ્તર પર લઈ જવા માટે જરૂરી છે કે કંપોનેટની મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. તેનાથી કંપોનેટની કિંમતમાં ઘટાડો થઈ શકે છે અને મેમરીના અભાવને કારણે સ્માર્ટફોનની વધતી કિંમતની સમસ્યા પણ હલ થશે. ”
કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના રિસર્ચ ડાયરેક્ટર તરુણ પાઠકે જણાવ્યું હતું કે રિટેલર્સ સ્માર્ટફોનની કિંમતમાં વધારાને સરભર કરવા માટે એન્ટ્રી લેવલ ફોન (10,000 રૂપિયાથી ઓછા) પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની માંગ કરી રહ્યા છે. ઉદ્યોગ મહત્વપૂર્ણ કંપોનેટ પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (બીસીડી) ઘટાડવાની પણ માંગ કરી રહ્યું છે, જેથી ઓઇએમ ગ્રાહકો પર ભાવવધારાનો ભાર નાખવાને બદલે વધતી જતી મેમરી ખર્ચને જાતે ઉપાડી શકે. ઉપરાંત ઉદ્યોગ હાલની PLI યોજનાને રિન્યૂ કરવાની અથવા કંપોનેટ પર યોજનાને પૂર્ણ કરવા માટે તેને નવા સ્વરૂપમાં લાવવાની અપેક્ષા રાખી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us