Upcoming Cars : ફોક્સવેગન 2026માં 7 સીટર ટેરોન સહિત 3 કાર લોન્ચ કરશે, ADAS સેફ્ટી ફીચર્સ અને સનરૂફ

Volkswagen India Car Launch In 2026 : ફોક્સવેગન ઈન્ડિયા 2026માં ત્રણ નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. નવી 7 સીટર ટેરોન એસયુવી તાઇગુન અને વર્ટસ ફેસલિફ્ટ પણ રજૂ થશે. જાણો કિંમત, ફીચર્સ અને એન્જિનની વિગતો.

Volkswagen India Car Launch In 2026 : ફોક્સવેગન ઈન્ડિયા 2026માં ત્રણ નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. નવી 7 સીટર ટેરોન એસયુવી તાઇગુન અને વર્ટસ ફેસલિફ્ટ પણ રજૂ થશે. જાણો કિંમત, ફીચર્સ અને એન્જિનની વિગતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Volkswagen Car Launch In 2026 | Upcoming Volkswagen Car In 2026 | Volkswagen India

Volkswagen India Car Launch In 2026 : ફોક્સવેગન ઈન્ડિયા 2026માં 3 નવી કાર લોન્ચ કરી શકે છે. (Photo: Volkswagen )

Volkswagen India Car Launch In 2026 : જર્મન કાર કંપની ફોક્સવેગન 2026 માં ભારતીય બજારમાં એક મોટું પ્રોડક્ટ અપડેટ લાવવા જઈ રહી છે. કંપનીની સૌથી વધુ વેચાતી કાર ફોક્સવેગન ટાઇગુન અને ફોક્સવેગન વર્ટસ એસ અત્યાર સુધી કોઈ મોટા અપડેટ્સ વિના વેચાઈ રહ્યા છે, પરંતુ 2026માં, તે બંનેને ફેસલિફ્ટ અવતારમાં લોન્ચ કરવામાં આવશે. ઉપરાંત ફોક્સવેગન ભારતમાં તદ્દન નવી 7 સીટર પ્રીમિયમ SUV Tayron પણ રજૂ કરશે. ચાલો જાણીએ ફોક્સવેગનની અપકમિંગ એસયુવી કાર વિશે વિગતવાર

Advertisment

Volkswagen Tayron SUV (લોન્ચ: 2026ના પ્રથમ છ માસમાં)

  • કિંમત અપેક્ષિત : 45 લાખથી 50 લાખ રૂપિયા
  • એન્જિન : 2.0-લિટર ટર્બો પેટ્રોલ
  • સેગમેન્ટ : પ્રીમિયમ 7 સીટર એસયુવી

Volkswagen Tayron, ભારતમાં ટિગુઆન ઓલસ્પેસનું સ્થાન લેશે, જે પહેલાથી જ બંધ થઈ ચૂક્યું છે. એસયુવી કંપની તરફથી 3 રો વાળી પ્રીમિયમ ઓફર હશે અને તેને મહારાષ્ટ્રના ઔરંગાબાદ પ્લાન્ટમાં સીકેડી (કમ્પ્લીટલી નોક્ડ ડાઉન) કિટ સાથે એસેમ્બલ કરવામાં આવશે.

એન્જિન અને પર્ફોર્મન્સ

  • 2.0L TSI પેટ્રોલ એન્જિન
  • પાવર : 204hp
  • ટોર્ક : 320 Nm
  • 7 સ્પીડ DSG ઓટોમેટિક ગિયરબોક્સ
  • ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ
Advertisment

ડિઝાઇન અને ફીચર્સ

  • Tiguan R-Line જેવું સ્પોર્ટી લૂક
  • લાંબા વ્હીલબેઝ, જેમા 3 રો સંભવ છે
  • પ્રીમિયમ ઇન્ટિરિયર અને એડવાન્સ ફીચર્સ
  • હાઇ એન્ડ સેફ્ટી ટેકનોલોજી

Volkswagen Taigun Facelift (લોન્ચ: વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિકમાં)

  • કિંમત અપેક્ષિત : 12 લાખ થી 19 લાખ રૂપિયા
  • એન્જિન વિકલ્પો: 1.0 લિટર TSI પેટ્રોલ

ફોક્સવેગન ટાઇગુન ફેસલિફ્ટને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે. તેમા કોઈ મોટા યાંત્રિક ફેરફારો થશે નહીં, પરંતુ ડિઝાઇન અને ફીચર્સમાં નોંધપાત્ર અપડેટ્સ હશે.

આ ફેરફાર સંભવ છે…

  • નવા એલોય વ્હીલ્સ
  • અપડેટ કરાયેલ ઇન્ટિરિયર સોફ્ટ ટચ મટિરિયલ
  • પેનોરેમિક સનરૂફ (સંભવિત)
  • ADAS સેફ્ટી ફીચર્સ
  • ગીયરબોક્સ અપડેટ
  • 1.0 લિટર એન્જિન સાથે નવું 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક
  • હાલની 6 સ્પીડ ઓટોમેટિકને દૂર કરી શકાય છે

Volkswagen Virtus Facelift (લોન્ચ : વર્ષ 2026ના છેલ્લા ત્રિમાસિકમાં)

  • કિંમત અપેક્ષિત : 12 લાખ થી 18 લાખ રૂપિયા
  • એન્જિન વિકલ્પ : 1.0 લિટર TSI પેટ્રોલ

ફોક્સવેગનની લોકપ્રિય સેડાન વર્ટસ પણ 2026 ના અંત સુધીમાં ફેસલિફ્ટ અવતારમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

ડિઝાઇન અને ફીચર્સ

  • નવા ફ્રન્ટ અને રિયર બમ્પર્સ
  • નવી ડિઝાઇન એલોય વ્હીલ્સ
  • તાઇગુન ફેસલિફ્ટ જેવું ઇન્ટિરિયર
  • ADAS ફીચર્સ મળવાની અપેક્ષા છે

આ પણ વાંચો | 2025માં આ 5 ઇલેક્ટ્રિક કાર મચાવી ધૂમ, 679 km સુધી બેટરી રેન્જ અને એડવાન્સ ફીચર્સથી સજ્જ

એન્જિન અને ટ્રાન્સમિશન

  • 1.5L એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ DSG
  • 1.0L એન્જિન સાથે નવું 8 સ્પીડ ઓટોમેટિક

(સ્ત્રોત: ઓટોકાર ઇન્ડિયા)

Auto news બિઝનેસ