/indian-express-gujarati/media/media_files/2026/02/02/car-suv-launch-1-2026-02-02-17-04-15.jpg)
Car Launch In February 2026 : ફેબ્રુઆરી 2026માં 5 નવી કાર એસયુવી લોન્ચ થશે. પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)
Upcoming Car In February 2026: કાર ખરીદવાનો વિચારો છો તો ફેબ્રુઆરી મહિનો તમારા માટે બહુ ખાસ રહેવાનો છે. ફેબ્રુઆરી 2026માં BMW, એમસી મોટર્સ, નિસાન, ફોક્સવેગન और VinFast સહિત ઘણી કંપનીઓ નવી કાર એસયુવી લોન્ચ કરવાની છે. ઇલેક્ટ્રિક કાર થી લઇ પ્રીમિયમ એસયુવી સુધી, ફેબ્રુઆરી મહિનો દરેક માટે ખાસ રહેવાનો છે. ચાલો ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ થનારી અપકમિંગ કાર ઉપર એક નજર કરીયે
MG Majestor
MG Majestor SUV કારનું ટીઝર રિલિઝ થયું છે. JSW MG Motor India 12 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાની નવી એસયુવી MG Majestor લોન્ચ કરવાની છે. લોન્ચ પહેલા કંપનીએ MG Majestorનું ટીઝર રિલિઝ કર્યું છે. ટીઝરથી સ્પષ્ટ થાય છે કે, તેની ડિઝાઇન બહુ મસ્ક્યુલર હશે. લાર્જ ગ્રિલ, સ્કિડ પ્લેટ સાથે મજબૂત બમ્પર અને સ્પ્લિટ એલઇડી હેડલેમ્પ્સ તેને રોડ ઉપર આકર્ષણ લુક આપે છે. 20 ઇંચના એલોય વ્હીલ્સ, પહોળા ફેન્ડર અે ઉંચા સ્ટાંસ તેને ફુલ સાઇઝ SUV જેવો દેખાવ આપે છે.
BMW X3 30 xDrive M Sport Pro
BMW X3 30 xDrive M Sport Pro કાર ભારતમાં 16 ફેબ્રુઆરી, 2026વના રોજ લોન્ચ થશે. તે ભારતમાં વેચાતી સૌથી પાવરફુલ BMW X3 કાર હશે. જેમા 2.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવે છે, જે 48V માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ સાથે આવે છે. તેનું એન્જિન 258 hp પાવર અને 400 Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 8 સ્પીડ સ્ટપ્ટ્રોનિક ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે.
Nissan Tekton
નિસાન Tekton SUV 4 ફેબ્રુઆરી 2026ના રોજ લોન્ચ થવાની છે. તે તાજેતરમાં લોન્ચ થયેલી રેનોલ્ડ ડસ્ટર રેન્જની હોવાનું મનાય છે. તેમા 1.3 લીટર ટર્બો પટ્રોલ એન્જિન હોઇ શકે છે. જ્યારે એન્ટ્રી લેવલ વેરિયન્ટમાં 1.0 લીટર ટર્બો એન્જિન મળી શકે છે. મેન્યુઅલ અને ઓટોમ બંને ગિયરબોક્સ ઓપ્શન મળવાની સંભાવના છે.
Volkswagen Tayron R Line
ફોક્સવેગન કંપની ફેબ્રુઆરી 2026માં ફોક્સવેગન Tayron R-Line લોન્ચ કરી શકે છે. કંપનીએ આ એસયુવીની પ્રથમ તસવીર રજૂ કરી દીધી છે. આ SUV Tiguan નું લાંબું અને 7 સીટર વર્ઝન છે, જેને બ્રાન્ડ ફ્લેગશિપ મોડલ તરીકે રજૂ કરવામાં આવશે. તેમા 2.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે, જે 201.2 bhp પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે. આ SUV 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ અને ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે.
આ પણ વાંચો | Viral Video: હવે કાર પણ માલિકાના ઇશારે નાચશે! ડાન્સિંગ કારનો વીડિયો વાયરલ
VinFast Limo Green
વીનફાસ્ટ લીમો ગ્રીન કાર ફેબ્રઆરી 2026માં લોન્ચ થવા સંભવ છે. આ એક 7 સીટર ઇલેક્ટ્રિક SUV હશે. ડિઝાઇનની વાત કરીયે તો તેમા પહોળી DRLs આપી છે, જે વચ્ચેથી V શે બનાવે છે. સાઇડ પ્રોફાઇલમાં SUV જેવો મજબૂત લૂક અને બોડી ક્લેડિંગ તેને પ્રીમિયમ લૂક આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us