Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

US India Trade Deal: અમેરિકા સાથે વેપાર કરાર થી ભારતની માઇક્રોઇકોનોમિક પર શું અસર થશે?

US India Trade Deal Impact : યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણા બાદ દેશન શું ફાયદો અને નુકસાન થશે તેના વિશે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ વેપાર સોદો, જે તાત્કાલિક અમલમાં આવશે, તે વિદેશી રોકાણકારોના મૂડીપ્રવાહને દેશ માંથી બહાર જતા રોકશે, જેના લીધે ડોલર સામે રૂપિયા સતત ઘટી રહ્યો છે.

Written byAjay Saroya

US India Trade Deal Impact : યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણા બાદ દેશન શું ફાયદો અને નુકસાન થશે તેના વિશે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ વેપાર સોદો, જે તાત્કાલિક અમલમાં આવશે, તે વિદેશી રોકાણકારોના મૂડીપ્રવાહને દેશ માંથી બહાર જતા રોકશે, જેના લીધે ડોલર સામે રૂપિયા સતત ઘટી રહ્યો છે.

author-image
Ajay Saroya
04 Feb 2026 11:09 IST

Follow Us

New Update
pm modi with donald trump | pm narendra modi | donald trump | us india trade deal impact | us india relations

US India Trade Deal : યુએસ ભારત વેપાર કરારની ઘોષણા થઇ છે. Photograph: (IE Gujarati)

US India Trade Deal Impact : યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણા બાદ તેનાથી ભારતને શું ફાયદો અને નુકસાન થશે તેના વિશે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વેપાર સોદા પર સહમત થવાની જાણકારી આપતા કહ્યુ હતું કે, હવે 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે છે. તેનો અર્થ એ થઈ શકે છે કે ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મસાલા, કોફી અને ચા જેવી ખાદ્ય ચીજો પર ટેક્સ છૂટને ધ્યાનમાં લેતા, ભારતીય ઉત્પાદનો પર અસરકારક ટેરિફ દર 32 ટકા સુધી ઘટી શકે છે.

Advertisment

આ વેપાર સોદો, જે તાત્કાલિક અમલમાં આવશે, તે વિદેશી રોકાણકારના મૂડીપ્રવાહને દેશ માંથી બહાર જતા રોકી શકે છે, જેના કારણે ભારતીય રૂપિયા પર દબાણ આવી રહ્યું હતું.

બેંક ઓફ અમેરિકા (BofA) સિક્યોરિટીઝે જણાવ્યું હતું ક, "સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઇલ્સ જેવા તમામ ઉત્પાદનો પર સેક્શન ​​232 ટેરિફ યથાવત રહેવાને કારણે, અમારું અનુમાન છે કે ભારત પર અસરકારક ટેરિફ રેટ અમારા અંદાજ મુજબ ફક્ત 12 - 13 ટકાની આસપાસ હોઈ શકે છે, જે અગાઉ લગભગ 30 - 35 ટકા હતો. આનાથી ભારતના નિકાસ ક્ષેત્રને, ખાસ કરીને શ્રમ પ્રધાન સેક્ટર જેમ કે રત્નો અને ઝવેરાત, કાપડ, કૃષિ ઉત્પાદનો અને એન્જિનિયરિંગ માલસામાનને નોંધપાત્ર રાહત મળશે. આ વેપાર પ્રગતિથી GDP વૃદ્ધિને વધુ ફાયદો થશે."

ગોલ્ડમેન સાશે ચાલુ વર્ષના (CY26) વાસ્તવિક GDP ગ્રોથનો અંદાજ 20 બેસિસ પોઇન્ટ વધારીને 6.9 ટકા કર્યો છે. 

Advertisment

રૂપિયા પર દબાણ

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી રૂપિયા પર તીવ્ર દબાણ આવ્યું હતું. તાજેતરમાં ડોલર સામે રૂપિયો ઘટીને 91 ની ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ભારત અમેરિકા વેપાર સોદાની ઘોષણા થઇ તે દિવસે ડોલર સામે રૂપિયો 110 પૈસા ઉછળી 90 ઉપર પહોંચ્યો હતો. 

નીચા ટેરિફનો અર્થ એ થયો કે અન્ય બજારો, ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયન દેશો, રોકાણ માટે વધુ આકર્ષક દેખાવા લાગ્યા છે. ભારત યુએસ વેપાર સોદા વિશે અનિશ્ચિતતાને કારણે કેલેન્ડર વર્ષ 2025માં કમાણીમાં ઘટાડો વચ્ચે મૂડી પ્રવાહ ધીમો રહ્યો હતો. ઉપરાંત વિદેશી રોકાણકારો ભારતીય ઇક્વિટી માર્કેટ માંથી લગભગ 19 અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યું હતું.

US India Trade Deal Benefits | US India Trade Deal Impact | trump tariff in india
US India Trade Deal Benefits | અમેરિકા ભારત વેપાર સોદાથી કોને વધુ ફાયદો થશે? Photograph: (IE Gujarati)

ગોલ્ડમેન સાશના રિસર્ચ રિપોર્ટ મુજબ, "ભારતની અમેરિકામાં થતી નિકાસ પર 'પારસ્પરિક' ટેરિફ હવે ઘટાડવામાં આવ્યા હોવાથી, અમે અંદાજ લગાવીએ છીએ કે ચાલુ ખાતાની ખાધ CY26માં GDP ના લગભગ 0.25 ટકા ઘટીને GDP (GSe) ના 0.8 ટકા થઈ જશે. વધુમાં, જો ભારત-યુએસ વેપાર સોદાના નિષ્કર્ષ પર CY26 માં મૂડી પ્રવાહમાં સુધારો થાય છે, જે ડોલર સામે રૂપિયા પરનું દબાણ હળવું કરશે, અને પરિણામે આગામી 12 મહિનામાં ડોલર સામે રૂપિયો 94 થવાનું જોખમ ઘટશે .," 

આર્થિક સર્વેક્ષણમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે ભારતીય રૂપિયાની સ્થિરતા એક નુકસાનકારક બની જાય છે કારણ કે ભારતની સેવાઓ અને રેમિટન્સમાં ચોખ્ખો વેપાર સરપ્લસ માલ વેપાર ખાધને સરભર કરવા માટે પૂરતો નથી. ગયા અઠવાડિયે ગુરુવારે રૂપિયો પ્રતિ યુએસ ડોલર 91.98 ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જેનું કારણ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) નો સતત આઉટફ્લો છે. FPIs એ જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ભારતીય બજારમાં 4 અબજ ડોલરની વેચવાલી કરી છે, અને વર્ષ 2025માં આઉટફ્લો કૂલ 11.8 અબજ ડોલર હતો.

"ભારતીય રૂપિયાએ 2025 માં નબળો દેખાવ કર્યો. ભારત માલસામાનમાં વેપાર ખાધ છે. સેવાઓ અને રેમિટન્સમાં તેનો ચોખ્ખો ટ્રેડ સરપ્લસ તેને સરભર કરવા માટે પૂરતો નથી. ભારત ચૂકવણીનું સ્વસ્થ સંતુલન જાળવવા માટે વિદેશી મૂડી પ્રવાહ પર આધાર રાખે છે. જ્યારે તે ઘટી જાય છે, ત્યારે રૂપિયાની સ્થિરતા માટે નુકસાનકારક બની જાય છે," એવું આર્થિક સર્વેક્ષણ 2025-26 માં જણાવાયું છે.

ઇકોનોમિક સર્વે 2026માં જણાવાયું છે કે એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન FPIs ભારતીય બજારમાં ચોખ્ખા વેચવાલ હતા. અન્ય મુખ્ય બજારોની તુલનામાં ભારતીય બજારોનો નબળો દેખાવ, "વેપાર અને નીતિ અનિશ્ચિતતાઓ", ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો વચ્ચે વ્યાપક વૈશ્વિક જોખમ પ્રતિબંધોની અસરે FPI આઉટફ્લો વધ્યો હતો. યુએસ ભારત ટ્રેડ ડીલથી દેશના ક્યા ઉદ્યોગોને વધુ ફાયદો થશે?

એક્સપ્રેસ એક્સપ્લેન india અમેરિકા બિઝનેસ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!