US India Trade Deal: ભારત પર ટ્રમ્પ ટેરિફ 50% થી ઘટી 18 ટકા થયો, યુએસ ટ્રેડ ડીલથી ક્યા ઉદ્યોગોને વધુ ફાયદો થશે?

US India Trade Deal Impact: ભારત યુએસ ટ્રેડ ડીલની ઘોષણા થઇ છે, જે હેઠળ હવે અમેરિકા એ ભારતીય માલસામાન પર ટ્રમ્પ ટેરિફ 50 ટકા થી ઘટાડીને 18 ટકા કર્યો છે. તેનાથી ભારતના ક્યા ઉદ્યોગોને ફાયદો થશે તેના વિશે જાણીયે.

US India Trade Deal Impact: ભારત યુએસ ટ્રેડ ડીલની ઘોષણા થઇ છે, જે હેઠળ હવે અમેરિકા એ ભારતીય માલસામાન પર ટ્રમ્પ ટેરિફ 50 ટકા થી ઘટાડીને 18 ટકા કર્યો છે. તેનાથી ભારતના ક્યા ઉદ્યોગોને ફાયદો થશે તેના વિશે જાણીયે.

author-image
Ajay Saroya
New Update
US India Trade Deal Benefits | US India Trade Deal Impact | trump tariff in india

US India Trade Deal Benefits | અમેરિકા ભારત વેપાર સોદાથી કોને વધુ ફાયદો થશે? Photograph: (IE Gujarati)

US India Trade Deal Impact : યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણા થઇ છે, આ સાથે જ ભારત પરના ટ્રમ્પ ટેરિફમાં ધરખમ ઘટાડો થયો છે. લાંબી વાટાઘાટો બાદ અમેરિકા ભારત વચ્ચે વેપાર સોદા પર મહોર લાગી છે. ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર લાદેલો વધારાનો 25 ટકા ટેરિફ પણ નાબૂદ કર્યો છે. અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવા માટે સહમત થયા છે.        

Advertisment

ભારત પર ચીન પાકિસ્તાન કરતા ઓછો ટેરિફ

અમેરિકા ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. બંને દેશોની વચ્ચે પરસ્પર 131.84 અબજ ડોલરનો વેપાર થાય છે. સૌથી મોટી ખાસ વાત એ છે કે, અમેરિકા સાતે ભારત ટ્રેડ સરપ્લસની સ્થિતિમાં છે. બંને દેશો વચ્ચે છેલ્લા 1 વર્ષથી વેપાર સોદા મંત્રણા ચાલી રહી હતી, જે આખરે સંભવ થઇ છે. બંને દેશોએ વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપાર 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. 

યુએસ ભારત ટ્રેડ ડીલ બાદ અમેરિકાના બજારમાં ભારતીય માલસમાનની પ્રતિસ્પર્ધા ક્ષમતા વધશે. આ વેપાર સોદા હેઠળ હવે અમેરિકામાં ભારતના માલસામાન પર 50 ટકાના બદલે 18 ટકા ટેરિફ લાદશે, તેનાથી ભારતના ટેક્ષટાઇલ, ફૂડ અને જેમ્સ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો થવાનો છે. હવે અમેરિકામાં ભારતીય ગારમેન્ટ પર 18 ટકા ટેરિફ લાગશે જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકા પર તે 20 ટકા છે. 

US Trade Deal થી ભારતના ક્યા ઉદ્યોગોને ફાયદો થશે?

  • ગારમેન્ટ્સ
  • સી ફૂડ્, ઝિંગા
  • વાહન ઉદ્યોગ
  • જેમ્સ જ્વેલરી 
  • ફાર્મા
  • કેમિકલ
  • કન્ઝ્યુમર અને પર્સન્લ કેર પ્રોડક્ટ
Advertisment

વિવિધ દેશો પર ટ્રમ્પ ટેરિફ

દેશટ્રમ્પ ટેરિફ
જાપાન15 ટકા
ભારત18 ટકા
કમ્બોડિયા19 ટકા
પાકિસ્તાન19 ટકા
થાઇલેન્ડ19 ટકા
બાંગ્લાદેશ20 ટકા
વિયેતનામ20 ટકા
શ્રીલંકા20 ટકા
ચીન34 ટકા

ચીનની તુલનામાં પણ ભારતીય માલસામાન અમેરિકામાં હવે સસ્તો થયો છે. અમેરિકામાં ચીનના મોટાભાગના માલસામાન પર 34 ટકા ટેરિફ છે, જે ભારતની 18 ટકા ટેરિફ કરતા વધારે છે. જો કે ઓટો પાર્ટ્સ અને મેટલ પર ટેરિફ યથાવત રહેશે. અલબત્ત, કંપનીઓ વેપાર સોદાની વિસ્તૃચ વિગતોની રાહ જોઇ રહી છે. નોંધનિય છે કે, તાજતેરમાં ભારતે યુકે અને EU સાથે વેપાર સોદો કર્યો છે. તેનાથી ભારતીય નિકાસકારોને યુરોપના 27 દેશોનું વિશાળ બજાર મળ્યું છે.

Modi Trump Trade Deal
પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ Photograph: (ફાઇલ ફોટો)

ભારત અમેરિકા વેપાર

એપ્રિલ થી નવેમ્બર દરમિયાન ભારતથી અમેરિકાની નિકાસ 11.3 ટકા વધીને 59 અબજ ડોલર થઇ છે. આ દરમિયાન સ્માર્ટફોનની નિકાસ બમણી વધીને 16.7 અબજ ડોલરે પહોંચી છે. ઓગસ્ટમાં ભારતીય માલસામાન પર 25 ટકા ટેરિફ લાદવામાં આવી હતી. ત્યારબાદ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર વધારાની 25 ટકા ટેરિફ લાદી હતી. આમ ભારતીય ચીજો પર ટેરિફ ટેરિફનો કુલ બોજ 50 ટકા થયો હતો, જે આ વેપાર સોદા બાદ નાબૂદ કરવામાં આવી છે. યુએસ ભારત વેપાર સોદો વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો. 

બિઝનેસ અમેરિકા india ડોનાલ્ડ ટ્રમ્પ