Indian Railways : વંદે ભારત કે શતાબ્દી, તેજસ કે ગતિમાન : ભાડા વધાર્યા બાદ કઇ ટ્રેનમાં મુસાફરી સૌથી સસ્તી છે?

Cheapest Premium Trains in India : આ ચાર ટ્રેનોમાં શતાબ્દી એક્સપ્રેસની ટિકિટ સૌથી સસ્તી છે. પરંતુ જો આપણે આરામ અને સારી સુવિધાઓની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરવી વધુ સારું લાગે છે.

Cheapest Premium Trains in India : આ ચાર ટ્રેનોમાં શતાબ્દી એક્સપ્રેસની ટિકિટ સૌથી સસ્તી છે. પરંતુ જો આપણે આરામ અને સારી સુવિધાઓની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરવી વધુ સારું લાગે છે.

author-image
Ajay Saroya
New Update
Cheapest Premium Trains in India

Cheapest Premium Trains in India : ભારતમાં સૌથી સસ્તી પ્રીમિયમ ટ્રેન. Photograph: (Jansatta)

Indian Railways Premium Trains : ભારતીય રેલ્વે દેશભરના લોકોની આરામદાયક મુસાફરી માટે દરરોજ હજારો ટ્રેનો દોડાવે છે. જેમાં મેલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને પ્રીમિયમ ટ્રેનોનો સમાવેશ થાય છે. હાલમાં પ્રીમિયમ કેટેગરીમાં રાજધાની એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, ગતિમાન એક્સપ્રેસ અને વંદે ભારત ટ્રેનોનો સમાવેશ થાય છે.

Advertisment

તેમાંથી, શતાબ્દી, તેજસ, ગતિમાન અને વંદે ભારત ટ્રેન સેવાઓ ચેર કાર કોચ સાથે દોડે છે, જ્યારે રાજધાની અને દુરંતો જેવી લાંબા અંતરની ટ્રેનો સામાન્ય રીતે સ્લીપર અને એસી કેટેગરીમાં દોડે છે.

ટ્રેન ભાડા 26 ડિસેમ્બરથી વધ્યા

ભારતીય રેલવે વિભાગે 26 ડિસેમ્બર 2025થી વિવિધ ટ્રેનોના ભાડા વધાર્યા છે. જેમા મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના નોન એસી કોચના ભાડામાં કિલોમીટર દીઠ 2 પૈસાનો વધારો કર્યો છે, તો એસી કેટેગરીના ભાડામાં પણ પ્રતિ કિલોમીટર 2 પૈસા નો વધારો કરવામાં આવ્યો છે. આમ નવા ભાડા મુજબ નોન એસી કોચમાં 500 કિલોમીટર સુધીની મુસાફરી કરનારા મુસાફરોએ 10 રૂપિયા વધુ ભાડું ચૂકવવું પડશે.

ટ્રેન ભાડામાં વધારો લોકલ ટ્રેન સેવાઓ અને માસિક સીઝનની ટિકિટ પર લાગુ પડતો નથી. જનરલ ટિકિટ પર 215 કિમી સુધીના ટ્રેન ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.

Advertisment

તેજસ vs શતાબ્દી vs વંદે ભારત vs ગતિમાન: ટ્રેન ભાડાની સરખામણી

શતાબ્દી, તેજસ, વંદે ભારત અને ગતિમાન આ તમામ ટ્રેનોમાં બે પ્રકારની સીટિંગ વ્યવસ્થા ઉપલબ્ધ છે. એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસ. તાજેતરના ભાડામાં વધારા પછી, શતાબ્દી એક્સપ્રેસમાં એસી ચેર કારમાં 1 થી 50 કિલોમીટરની મુસાફરી માટે મૂળ ટિકિટની કિંમત 174 રૂપિયા, તેજસ એક્સપ્રેસમાં 208 રૂપિયા, વંદે ભારતમાં 243 રૂપિયા અને ગતિમાન એક્સપ્રેસમાં 251 રૂપિયા છે.

આ પણ વાંચો | ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાં ટ્રેન ટિકિટ નહીં પાસપોર્ટ દેખાડવા પર મળતો પ્રવેશ, નામ સાંભળી ચોંકી જશો

બીજી તરફ શતાબ્દી પર 388 રૂપિયા, તેજસ પર 465 રૂપિયા, વંદે ભારત પર 504 રૂપિયા અને ગતિમાન પર 562 રૂપિયા બેઝિક ભાડું છે. આ ચાર ટ્રેનોમાં શતાબ્દી એક્સપ્રેસની ટિકિટ સૌથી સસ્તી છે. પરંતુ જો આપણે આરામ અને સારી સુવિધાઓની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરવી વધુ સારું લાગે છે.

બિઝનેસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રેલવે